• સંજાણ ગામનાં આદિવાસી  યુવકની હત્યા
  • પુષ્પક બારમાં વેઇટરો જોડે થઇ હતી બોલાચાલી
  • ધારાસભ્ય અનંત પટેલ પરિવારની મુલાકાતે પહોચ્યાScreenshot 14 1

વલસાડ ન્યૂઝ : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામનાં આદિવાસી  યુવકની દાદરા નગરહવેલીનાં પુષ્પક બારમાં વેઇટરો જોડે રાત્રે બોલાચાલી થઇ હતી. જેમાં ઉમરગામનાં છ જેટલા યુવકો દાદરા નગર હવેલીનાં પુષ્પક બારમાં ગયા હતા. ત્યારે રાત્રે બારમાં મારામારી થઈ હોવાની ઘટના સામે આવી હતી. વેઈટરો દ્વારા બોટલોનાં ઘા મારી યુવકને ઘાયલ કરી બારની બહાર ફેંકી દેતા યુવકનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.Screenshot 16 1

આ બાબતે દાદરા નગર હવેલી પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓનીં ધરપકડ કરી હતી. ત્યારે ઉમરગામ તાલુકાના કોંગ્રેસ અને ભાજપનાં આગેવાનો પરિવારને ન્યાય મળે તે માટે સાંત્વના આપવા આવી પહોચ્યા હતા. આ સમયે વાંસદાનાં આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પણ સંજાણ આવી પોહોઁચ્યા હતા. તાલુકા કોંગ્રેસનાં આગેવાનોએ પરિવારને ન્યાય મળે અને મૃતક યુવકની બાળકી અને પરિવાર નેં વળતર મળે તે માટે પ્રયત્ન કરવામાં આવશે તેવું જણાવ્યું હતુ.  સાથે સાથે દાદરા નગર હવેલી બહારથી આવેલા લોકો કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ અને આવી ઘટનાઓ સામે પગલા લેવા માટે ઉગ્ર રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી હતી.Screenshot 15

આ ઉપરાંત એટ્રોસિટી દાખલ થાય, પરિવારને પચાસ લાખનું વળતર મળે અને બાર કાયમ માટે બંધ કરાય તેવી માંગણીઓ સાથે આવતી કાલે સંજાણ બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે.

રામ સોનગઢવાલા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.