• યુવકે જ યુવકને હનિટ્રેપમાં ફસાવ્યો
  • ચાર યુવકોએ મળીને ગે એપથી યુવકને ફસાવ્યો
  • ગૂગલ પે માંથી 17,110 ટ્રાન્સફર કર્યાScreenshot 4 2

સુરત ન્યૂઝ : સુરતમાં હનિટ્રેપના કિસ્સામાં યુવતીઓ જ યુવકને ફસાવતી હોવાનું અત્યાર સુધી સામે આવતું હતું. પરંતુ, આ કિસ્સામાં ચાર યુવકોએ મળીને ગે એપથી યુવકને ફસાવ્યો હતો. આ અંગે યુવકે જ્યારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તો પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતાં. કારણ કે, યુવક પાસેથી રૂપિયા રોકડા નહીં પરંતુ ડિજિટલી પડાવી લેવામાં આવ્યાં હતાં.

એપ્લિકેશનથી યુવકને ફસાવ્યો

વરાછા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ GRINDR-NEARBY GAY DATING & CHAT નામની એપ્લિકેશનમાં વાતચીત કરી મળવા માટે બોલાવ્યો હતો. બાદમાં તેને ડરાવી ધમકાવી બળજબરીપૂર્વક ફરિયાદી યુવક પાસેથી ફરિયાદીના મોબાઈલ ફોન લઈ અને ફરિયાદીના ગૂગલ પેનો પાસવર્ડ લઈ ફરિયાદીના મોબાઈલ ફોનના માધ્યમથી ફરિયાદીના ગૂગલ પેમાંથી 17,110 ટ્રાન્સફર કરી લીધા હતાં. બાદમાં મોબાઈલ ફોન તેને પરત આપી આ બાબતની જાણ કોઈને કરશે તો જીવતો છોડીશું નહી તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયાં હતાં.Screenshot 5 5

બે આરોપી ઝડપાયા

પોલીસે કહ્યું કે, એપ્સ પર ફરિયાદીએ 10 દિવસ અગાઉ ડાઉનલોડ કરી હતી. હિતેશનો એપ પર સંપર્ક થયો હતો. વરાછાના ઘનશ્યામ નગર ખાતે રૂમમાં બોલાવ્યો હતો. ત્યાં બન્ને વાતો કરતાં હતાં. તે દરમિયાન 3 ઈસમો આવી ગયા હતાં. તેમણે શું કરો છો તેમ કહીને  ફરિયાદીનો મોબાઈલ લઈ લીધો હતો. બાદમાં તેમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. જેથી પોલીસે હિતેશ અને નીતિનની ધરપકડ કરી હતી. આરોપીઓએ અગાઉ કોઈ સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.