• બિનખેતીના હુકમો રદ કરવા બાબતે લખ્યો પત્ર
  • તાપી નદીના કિનારે 1000 થી 1200 વીઘા ગૌચર જમીન
  • 300 થી 350 વીઘા ખાનગી માલિકીની જમીન

સુરત ન્યૂઝ : કોંગ્રેસનેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્ર ભાઠાના લો લાઈન એરિયામાં બિનખેતીના હુકમો રદ કરવા બાબતે લખાયો હતો. હાલ ભાઠા ખાતે તાપી નદીના કિનારે કન્સ્ટ્રકશન ચાલી રહ્યું છે. ત્યારે તાપી નદીના કિનારે 1000 થી 1200 વીઘા ગૌચર જમીન છે. આ ઉપરાંત 300 થી 350 વીઘા ખાનગી જમીન પણ આવેલી છે.

સિંચાઇ વિભાગ તરફથી બાંધકામ બાબતે નકારાત્મક અભિપ્રાય

આ સમગ્ર વિસ્તાર તાપી નદીના ફ્લડ પ્લેન ઝોન વિસ્તારમાં આવે છે. અહીંયા વધારે વરસાદ થાય તો પાણીનો નિકાલ નદી મારફતે દરિયા મારફતે થતો હોય છે. ફ્લડ પ્લેન ઝોન હોવા છતાં હાલ પાઠાના બ્લોક નંબર 608 અને 628 વાળી જમીનમાં બાંધકામ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તેમજ અહી કમ્પાઉન્ડ વોલ સહિતનું કાયમી બાંધકામ પણ કરવામાં આવ્યું છે. તેમજ આ સર્વે નંબરમાં બાંધકામ બાબતેનો નકારાત્મક અભિપ્રાય સિંચાઇ વિભાગ તરફથી પણ આપવામાં આવ્યો છે.

નિચાણવાળા વિસ્તારમાં પૂરની ભીતિ

આ વિસ્તારમાં બાંધકામ માટે સિમેન્ટના પાડાઓ તેમજ ઊંચા લેવલ સુધી માટી પુરાણ કરીને હાલ આ બ્લોક બિનખેતી કરી દેવામાં આવ્યો છે. જેને લઈ સિમેન્ટના પાડાઓ બનાવવાના કારણે પાણી રોકાઈ જવાની અને ભાઠા ગામના નિચાણવાળા વિસ્તારમાં પૂરની સંભાવનાઓ ઊભી થશે. તેથી આ બિન ખેતીનો હુકમ રદ કરવા બાબતે દર્શન નાયક દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.