આજના સમયમાં આ ભાગદોડની જીંદગીમાં કેટલાક લોકો તેમના ચહેરાની કાળજી લેવાનું ભૂલી જતાં હોય છે. જેના લીધે ત્વચાને લગતી સમસ્યાઓ થાય છે. સુંદર ચહેરો દરેક વ્યક્તિઓને ગમે છે. પણ બિનઆરોગ્યપ્રદ ખોરાક, અપૂરતી ઊંઘ જેવી સમસ્યાઓને લીધે ચહેરા પર પિમ્પલ્સ અને ફોલ્લીઓ થવા લાગે છે. જેના લીધે તમારા ચહેરાની સુંદરતા ઘટી જાય છે. આવી પરિસ્થિતિઓમાં કેટલાક લોકો તબીબી સારવારનો પણ ઉપયોગ કરે છે. પણ વધુ પડતી દવાઓ લેવી સ્વાસ્થ્ય માટે નુકશાનકારક પણ હોઈ શકે છે.
જો તમે પણ તમારા ચહેરા પરના આ પિમ્પલ્સ અને ડાઘ-ધબ્બાથી પરેશાન છો. તો આ ફેસનો ઉપયોગ કરો. જેના ઉપયોગથી તમે તમારા ચહેરાને ચમકદાર અને ડાઘ-ધબ્બાથી રાહત મેળવી શકો છો. આ ફેસ પેક ભીંડામાંથી તૈયાર કરવામાં આવે છે. તો ચાલો જાણીએ તેને કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
ભીંડાનું ફેસ પેક
ભીંડાનો ઉપયોગ કરી ફેસ પેક પેક બનાવવા માટે 10 થી 12 ભીંડા લઈને પાણી વડે ધોઈ લો. ત્યારબાદ ભીંડાને સૂકવી લો. ત્યારપછી તેને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર 20 મિનિટ માટે લગાવો. જ્યારે આ ફેસપેક થોડું સુકાઈ જાય. પછી ચહેરાને અને ગરદનને પાણીથી ધોઈ લો.
આ સિવાય તમે તાજા ભીંડાનો ફેસ પેક પણ બનાવી શકો છો. આ માટે 7 થી 8 ભીંડા લો. ત્યારબાદ તેને પાણીથી ધોઈને સાફ કરો અને મિક્સરમાં પીસી લો. તેમજ તેમાં દહીં અને ઓલિવ ઓઈલ ઉમેરીને પેસ્ટ બનાવો. જો તમે ઈચ્છો તો તેમાં થોડું પાણી ઉમેરી શકો છો. હવે આ ફેસ પેકને તમારા ચહેરા પર 15 મિનિટ માટે લગાવી થોડીવાર પછી ચહેરાને ધોઈ લો.
ભીંડાનું માસ્ક
ઘરે જ ભીંડાનું માસ્ક બનાવવા માટે તમે 10 ભીંડા લો. ત્યારબાદ તેને પાણી વડે ધોઈ લો. તેમજ તેના નાના ટુકડા કરીને તેને મિક્સરમાં પીસી લઈ તેનો રસ કાઢો. આ રસમાં થોડું પાણી ઉમેરો જેથી તે પાતળું થઈ જાય. આ ચીકણું પાણી તમે તમારા ચહેરા પર લગાવી શકો છો.
ભીંડાનું તેલ
ભીંડાનું તેલ બનાવવા માટે 10 થી 12 ભીંડા લઈને તેને પાણીથી ધોઈને સૂકવી દો. હવે તેને નાના ટુકડા કરી લો અને નારિયેળના તેલમાં મિક્સ કરો. ત્યારબાદ તેલને ગાળી લો.
ચહેરા પર ભીંડાનું ફેસપેક લગાવવાથી શું ફાયદો થાય છે
ભીંડો ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે. સાથોસાથ તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન A, C અને K જેવા પોષક તત્વો મળી આવે છે. જે તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે ભીંડાનું ફેસ પેકનો ઉપયોગ કરો છો. તો તે ખીલ અને ડાઘ ઓછા કરવામાં અને ત્વચાને હાઇડ્રેટ રાખવામા ફાયદાકારક છે.
ભીંડાનું પેસ્ટ ટેસ્ટ કરો
ભીંડાના ફેસપેકનો ઉપયોગ કરતા પહેલા તમે આ પેસ્ટ ટેસ્ટ કરો. કારણ કે કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે. જો તમને આનાથી કોઈ એલર્જી થાય તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો. એ વાત ધ્યાનમાં રાખો કે વાસી ભીંડાનો ઉપયોગ નથી કરવાનો. ફેસપેક માટે તાજા ભીંડાનો ઉપયોગ કરો. તમારા ચહેરા પર કોઈપણ પ્રયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવાનું રાખો.