- પાંચ આરોપીઓની ધરપકડ કરાઇ
- ૩ ગાય, 2 ભેંસ, સહિત 4 નાના પાડાને મુક્ત કરાવાયા
- રૂ ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
સુરત ન્યૂઝ : ભારતમાં ગાય માતા તરીકે પૂજાય છે. છતાં કેટલીક જગ્યાએ ગૌ તસ્કરીના બનાવો સામે આવી રહ્યાં છે. આવો જ બનાવ હાલ સુરતમાં સામે આવ્યો છે. સુરતના ઉન ખાડી કિનારેથી ૩૦૦ કિલો ગૌમાંસ ઝડપાયું છે. ત્યારે ભેસ્તાન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
તબેલાની આડમાં આરોપીઓ ગૌ માસની તસ્કરી
મળતી માહિતી મુજબ ભેસ્તાન પોલીસે ઉન વિસ્તારના ગુલઝાર વીલા પાછળ રેડ પડી હતી. જ્યાં તબેલાની આડમાં આરોપીઓ ગૌ માસની તસ્કરી કરતાં હોવાનો પર્દાફાશ થયો હતો. આ રેડમાં પોલીસે 300 કિલો ગૌમાંસ ઝડપી પડ્યું છે. આ સાથે પત્રાની શેડમાં બાંધેલી ૩ ગાય, 2 ભેંસ, સહિત 4 નાના પાડાને મુક્ત કરાવાયા હતા. તેમજ રૂ ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
નઈમ સલીમ કુરેશીને વોન્ટેડ જાહેર કરાયો
આ કતલખાનાની દેખ રેખ અને મજૂરી કામ ઝુબેર નામનો શખ્સ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપી ઝુબેર રહીમુદ્દીન શેખ, રાજુ બુધીયા રાઠોડ, ઈમરાન ઈસ્માઈલ કુરેશી, મુસ્તાક ઉર્ફે ચીકુ મુનાફ શેખ, સમીર નુરખાન સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સાથે અન્ય એક આરોપી નઈમ સલીમ કુરેશીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવેશ ઉપાધ્યાય