ગરમ અને ભેજવાળા હવામાનમાં, ચહેરા અને વાળની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. ગરમીથી રાહત મેળવવા માટે આપણે ઘર હોય કે ઓફિસમાં એસીમાં બેસવાનું પસંદ કરીએ છીએ. એમાં કોઈ શંકા નથી કે ACમાં રહેવાથી ગરમી અને પરસેવાથી રાહત મળે છે. પણ તેનાથી ત્વચા અને વાળની શુષ્કતા વધે છે અને જો તમે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવા પર ધ્યાન ન આપો તો બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખવા માટે અપનાવો આ ઉપાય :
AC રૂમમાં હ્યુમિડિફાયર લગાવો :
જો તમે ત્વચા અને વાળને શુષ્કતાથી બચાવવા માંગતા હોવ તો AC રૂમમાં હ્યુમિડિફાયર લગાવો.
પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો :
શરીરને હાઇડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. ACની ઠંડકને કારણે તરસ ઓછી લાગે છે અને તેનાથી શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે. જેના કારણે ચહેરો શુષ્ક લાગવા લાગે છે. તો શરીરમાં પાણીની કમી ન થાય તેનું પૂરેપુરું ધ્યાન રાખો. સામાન્ય પાણી સિવાય ડિટોક્સ પાણીનું પણ સેવન કરો. કાકડી, લીંબુ, ફુદીનો અને તુલસીમાંથી બનાવેલ ડિટોક્સ પાણી પાણીનો સ્વાદ વધારે છે. જેથી વધુ માત્રામાં પાણી પી શકાય. ડિટોક્સ પાણીમાં સ્વાદની સાથે સાથે ઔષધીય ગુણો પણ હોય છે. જે શરીરમાં રહેલી ગંદકીને દૂર કરે છે અને પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે.
નારિયેળ પાણી પીવો :
નારિયેળ પાણી ડિહાઇડ્રેશનની સમસ્યાને દૂર કરે છે.ચોમાસામાંની સીઝનમાં નારિયેળ પાણી અવશ્ય પીવો. તેમાં હાજર પોષણ શરીરની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે.
નિયમિતપણે ફેશિયલ કરો :
તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે નિયમિતપણે ફેશિયલ કરાવો. જેના કારણે એસીમાં બેસીને પણ ત્વચાની તાજગી જળવાઈ રહે છે.
ઓઈલ ફ્રી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો :
જો ત્વચા તૈલી હોય તો ઓઈલ ફ્રી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. તેનાથી ચહેરા પર તેલ નથી લાગતું અને તમને ફ્રેશ લુક મળે છે. સાથોસાથ ત્વચા પણ દિવસભર હાઇડ્રેટેડ રહે છે. હંમેશા સ્નાન કર્યા પછી તરત જ મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ.
ગુલાબજળ અને એલોવેરા જેલને સ્પ્રે બોટલમાં મિક્સ કરો અને તેનો ઉપયોગ ફેસ મિસ્ટ તરીકે કરો.