આનંદીબેન પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી સૌરભ પટેલને અગાઉ રૂપાણી સરકારમાં પડતા મુકાયા હતા

બહોળો વહિવટી અનુભવ ધરાવતા સૌરભભાઈ પટેલને ફરી એકવાર મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેઓને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જોકે હજુ સુધી કોઈ વિભાગની ફાળવણી કરવામાં આવી હતી. સૌરભભાઈ પટેલ સાથે બહોળો વહિવટી અનુભવ છે.

અગાઉ તેઓ મોદી સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી રહી ચુકયા છે અને આનંદીબેન પટેલની સરકાર પણ તેઓ કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા. જોકે ગત ઓગસ્ટ-૨૦૧૬માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં બનેલી સરકારમાં સૌરભભાઈ પટેલને પડતા મુકવામાં આવ્યા હતા. ત્યારે એવી ચર્ચા ચાલી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની અમલવારી કરવામાં આવનાર છે જેની કાઉન્સીલમાં સૌરભભાઈ સમાવેશ કરવામાં આવનાર હોવાથી તેઓને મંત્રીમંડળમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જોકે આવું કશું જ બન્યું ન હતું.

આજે ગુજરાતની ૧૪મી વિધાનસભા અસ્તિત્વમાં આવી ગઈ છે ત્યારે પૂર્વ નાણામંત્રી સૌરભભાઈ પટેલનો ફરી મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.