- માતા-બાળકનું પ્રેમ-હુંફ અને લાગણીસભર આલિંગન સૃષ્ટિનું શ્રેષ્ઠ દ્રશ્ય: મિશેલ નિકોલ્સ દ્વારા તેના આઠ વર્ષનાં પુત્રના કેન્સરથી મૃત્યુ થયાની યાદમાં 2008થી ઉજવાય છે: આલિંગન તણાવ ઘટાડા સાથે હૃદયને સ્વસ્થ રાખીને રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરે છે
- વૈશ્ર્વિક આલિંગન તમારા બાળકોનો દિવસ
- તમે તમારા બાળકને કેટલો પ્રેમ કરો છો, તે વ્યકત કરવા તેને ગળે લગાવો છો ત્યારે તે આરામ સલામતી અને વિશ્ર્વાસનો અનુભવ કરે છે: માનવી જેટલું જ પ્રાચિન ‘આલિંગન’ વિશ્ર્વની દરેક સંસ્કૃતિમાં જોવા મળે છે
જાદુકી ઝપ્પી એટલે કે આલિંગન એ પ્રેમ અભિવ્યકત કરવા માટેની સરળ રીત છે પૃથ્વી પર સૌથી સુંદર દ્રશ્ય માતા-બાળકનું આલિંગન છે, તે પ્રેમ-હુંફ અને લાગણીનું સરોવર છે. માતૃત્વની ઝલક બાળક અને માતાના પ્રેમ સભર વાતાવરણમાં જોવા મળે છે. બાળક ગમે તેવું રડતું હોય પણ માં તેને તેડીને છાતી સરસો ચાપે છે ત્યારે તે નિર્ભયતા અનુભવીને શાંત થઈ જાય છે. આજે વૈશ્ર્વિક આલિંગન તમારા બાળકોનો દિવસ છે. જુલાઈના ત્રીજા સોમવારે ઉજવાતો આ દિવસ 2008થી ઉજવાય છે. મિશેલ નિકોલ્સના 8 વષના પુત્રનું કેન્સરની બિમારીને કારણે અવસાન થયા બાદ તેમણે આ દિવસ ઉજવાની શરૂઆત કરી હતી. બાદમાં હવે વૈશ્ર્વિકસ્તરે લગભગ બધા દેશોમાં ઉજવાય છે. દરેક મા-બાપ પછી ગરીબ કે શ્રીમંત બધા પોતાના સંતાનોને અફાટ પ્રેમ કતા હોય છે. નાનકડુ બાળક પણ પપ્પા-મમ્મીની રાહ જોતું હોય અને જેવા દેખાય કે તરત જ તેને ભેટી પડે છે.
‘આલિંગન’ શબ્દને ઈતિહાસ જોઈએ તો માનવ સંસ્ક્ૃતિના ઉદય સાથે જ તેનાં પ્રારંભ થયો છે. આ શબ્દનો ઉદભવ ‘હગ્ગા’ ઉપર થયો છે, જે જુનો નોર્સ શબ્દ છે, જેનો અર્થ થાય છે આરામ આપવો 17મી સદીના પ્રારંભે કુસ્તી પકડને વર્ણવવા માટે ‘હગ’ શબ્દનો ઉપયોગ થતો હતો. આ શબ્દનો વર્તમાન અર્થ 1650 ના દાયકામાં અસ્તિત્વમાં આવ્યો હતો. આલિંગન તમારા સ્વાસ્થ્ય માટે પણ સારૂ છે, તે લોહીના પ્રવાહમાં ઓકિસટોસીન નામના હોર્મોનને મુકત કરે છે. ઓકિસટોસિન કફોત્પાદક ગ્રંથીમાં ઉત્પન થાય છે. અને તે બ્લડ પ્રેશર, હાર્ટરેટ, અને સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આલિંગન કરવાથી ચિંતા ઘટે છે. અને મૂડ અને યાદશકિતમાં સુધારો કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે આલિંગન ઘણીવાર અન્ય લોકો માટે વધુ સહાનૂભુતિ ધરાવતા હોય છે.
બાળકને ગળે લગાડવાથી તેમના ઓકિસજન લેવલમાં સુધારો જોવા મળે છે. શ્ર્વાસ શાંત થઈ જાય છે. પીડાના સંકેતોને હળવા કરે છે. આલિંગન મગજના ચેપ અને હાઈપોગ્લાયકોમિયા કે હાયપોથર્મિયા જેવી અન્ય બિમારીમાં પણ દવાથી પણ વધુ સારૂ કામ કરે છે. તેનો ઈતિહાસ જોઈએ તો 1973માં વૃક્ષોની કપાત સામેની ચિપકો ચળવળમાં એક બીજાને હક ગરે છે. 1986માં કેવિનઝાર્બોની અમેરિકામાં નેશનલ હગિંગ ડે ઉજવે છે. 2019માં એન્થોની એન્ડરસન અને ડેરિયસ સ્કરે એક મીનીટમાં સૌથી વધુ 138 આલિંગન કરવાનો વર્લ્ડ રેકોર્ડ કરે છે. ગેબલ હગ યોર કિડસ ડે આજે માતા-બાળકના પ્રેમના પ્રતિક તથા વૈશ્ર્વિક રીતે ઉજવાય છે. ત્યારે દરેક મા-બાપે પોતાના નાનકડા સંતાનોને વિશેષ પ્રેમ કરીને ઉજવણી કરવાની છે. જોકે આનો કોઈ દિવસ ન હોય, પણ આજે એક પ્રેમ ઉત્સવ તરીકે ઉજવીએ બાળકને અફાટ પ્રેમ કરજો.
સ્વાગત ઉમળકો અને પ્રેમભાવના દર્શાવવા વિશ્ર્વભરમાં વિવિધ રીતોમાં હાથ મિલાવવા કે હાથ ઉંચો કરી ને લોકો મળતા હોય છે. વિદેશી સંસ્કૃતિમાં ‘હગ પ્રથા’ સાથે હાથ મિલાવવાની પ્રથા પ્રચલિત છે. કેટલાક બાળકો અને પુખ્તવયના લોકોને આલિંગન ગમતુ નથી અલગ અલગ સંસ્કૃતિમાં આલંગનની સાથે વિવિધ રિવાજોનું ચલણ છે. જેમાં માથુ હલાવે, ગાલ પર ચુંબન કરે કે આસપાસ હાથ પહોળા કરીને હાથ વિટાટલે કે હસ્તધૂનન કરે છે. દરેક સંસ્કૃતિ આલિંગન વિશે સમાન રીતે અનુભવતી નથી. તમારા બાળકો સાથે મજબૂત બોન્ડિંગ ‘હગ’ બનાવે છે. વિશ્ર્વાસ સંપાદન કરવા અને ડર ઘટાડવા પણ આલિંગન જરૂરી છે. બાળકો સાથેના તમારા સંબંધો જેમજેમ પરિપકવ થાય તેમ તેમ આલિંગન સુરક્ષાની લાગણી પ્રગટ કરે છે. ને બંધન પોષે છે. બાળકોમાં તેની માનસીકતાને ઉતેજન મળતા લાગણીઓનાં વિકાસમાં પણ વધારો કરે છે. નાજુક આલિંગન બાળકના ગુસ્સાને શાંક કરે છે. આલિંગનને રોમેન્ટિક મુડ સાથે સંબંધ છે. કારણ કે તે કરવાથી ઓકિસરોસિન નામનું રસાયણ શરીરમાં નીકળે છે. જે પ્રેમ હોર્મોન તરીકે પણ ઓળખાય છે. આ ગ્રંથસ્ત્રાવ સ્વસ્થ રોગ પ્રતિકારક તંત્ર અને એકંદરે વૃધ્ધિ વિકાસ કરે છે તે મગજના વિકાસ માટે અત્યંત જરૂરી ગણાય છે. માનવ સ્પર્શ એ યોગ્ય મગજની વૃધ્ધિનો એક મહત્વ પૂર્ણ ભાગ છે. આલિંગન પ્રેમ સ્નદેહ સહાનૂભૂતિ અને કૃતજ્ઞતા વ્યકત કરવા માટેની શ્રેષ્ઠ લાગણીનો રિવાજ છે.
નાનકડા બાળક માટે માતાનું આલિગન તેને સ્માર્ટ સ્વસ્થ અને સુખી બનાવવામાં મદદ કરે છે. હજારો વર્ષથી ચાલી આવતી આ પ્રથા ભાષાનો ઉપયોગ કર્યા વિના અન્ય લોકો સાથે જોડાવા માટે લગભગ તમામ સંસ્કૃતિમાં જોવા મળે છે. તે શુભેચ્છા, વિદાય, અભિનંદન, સહાનૂભૂતિ, સ્નેહ, કૃતજ્ઞતા, સમર્થન જેવી વિવિધ લાગણી દર્શાવવા લોકો ઉપયોગ કરે છે. શારીરીક સ્પર્શએ તમારા બાળકની મુખ્ય પ્રેમભાષા હોય શકે છે. પ્રેમ અને લાગણીઓને જીતવા માટે આલિંગન સૌથી શ્રેષ્ઠ ગણી શકાય છે. પ્રેમની પાંચ ભાષામાં સમર્થનના શબ્દો, ભેટો પ્રાપ્ત કરવી, ગુણવતા યુકત સમય, સેવા-દરકાર અને શારીરીક સ્પર્શ ને ગણવામાં આવ્યા છે.
આલિંગન ભાવનાત્મક, માનસિક અને શારીરિક સ્વાસ્થ માટે ફાયદાકારક
ગ્લોબલ હગ યોર કિડસ ડે એ તમારા બાળકની પ્રેમની ભાષા છે. આલિંગન પાછળનું વિજ્ઞાન ભાવનાત્મક, માનસિક અને શારીરીક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તે વિશ્ર્વાસને પ્રોત્સાહન આપે છે. આપણા ભાવનાત્મક અસ્તિત્વ માટે પણ જરૂરી છે. પ્રાણીઓ અને બાળખો પણ સ્પર્શની ભાષામા ‘પ્રેમ’ મેળવે છે. દરેક માબાપે બાળકને ભરપૂર પ્રેમ આપવો જોઈએ. જો બાળકને પ્રેમ ન મળે તો તેના ઘણા વિપરીત પરિણામો મા-બાપે જ ભોગવવા પડે છે. સંતાનને સ્નેહ આપીને કાળજી લેવાથી તેનો સંવાગી વિકાસ ઝડપી થાય છે.
બાળકને ગળે લગાડવાના ફાયદાઓ
બાળકને સલામતીનો અહેસાસ આલિંગન આપે છે. સાથે તેની હતાશા અને ચિંતાપણ ઘટાડે છે. બાળકોને અન્યો પ્રત્યે સહાનૂભુતિ અને ચિંતા વિકસાવવાનું કામ પણ આજ સ્પર્શ કરે છે. તમારા બાળકની રોગ પ્રતિકારક શકિત, સારૂ આરોગ્ય આ પ્રેમ-હુંફ વાળુ આલિંગન જ આપે છે. માતા-પિતા અને બાળકને સારો અહેસાસ એક ‘હગ’ જ આપે છે. બાળકો અને માતા પિતા વચ્ચેના બંધનને વધુ મજબુત આલિંગનને કારણે જ થાય છે.