અમેરિકન ફૂડ ચેઈન કંપની મેકડોનાલ્ડસના ભારતીય પાર્ટનર વિક્રમ બક્ષીએ કરી ઘોષણા: ૮૦ આઉટલેટસ થશે બંધ: કાચા માલની સપ્લાય સર્વિસમાં ખામી કારણભૂત
વિદેશી ફૂડ ચેન કડોનાલ્ડસ એટલે કે મેક‘ડીના ઉત્તર પૂર્વ રાજયોનાં તમામ આઉટલેટો બંધ થશે. ભારતીય પાર્ટનરને અમેરીકન ફૂડચેન સાથે વાંધો પડયો છે.જેનું આ પરિણામ છે. આશરે ૮૦ આઉટલેટો બંધ થઈ જશે.
મેકડોનાલ્ડ સના જોઈન્ટ વેન્ચર પાર્ટનર વિક્રમ બક્ષીએ જણાવ્યું હતુ કે ફાસ્ટફૂડ ચેન મેકડોનાલ્ડ‘સના ઉત્તર પૂર્વ રાજયોના તમામ આઉટલેટો બંધ થશે. લોજિસ્ટિક પાર્ટનરે કાચા માલની સપ્લાય બંધ કરતા આમ થવા પામ્યું છે.
મેકડોનાલ્ડ‘સના જોઈન્ટ વેન્ચર પાર્ટનર વિક્રમ બક્ષીએ જણાવ્યું હતુ કે ફાસ્ટફૂડ ચેન મેકડોનાલ્ડ‘સના ઉત્તર પૂર્વ રાજયોનાં તમામ આઉટલેટો બંધ થશે. લોજિસ્ટિક પાર્ટનરે કાચા માલની સપ્લાય બંધ કરતા આમ થવા પામ્યું છે.
ઉત્તર પૂર્વનાં રાજયોમાં જોઈએ તેટલા વોલ્યુમમાં મેકડોનાલ્ડસની ફૂડ પ્રોડકટનું વેંચાણ રાધાક્રિશ્ર્ના ફૂડલેંડ પ્રા.લિ. (વિક્રમ બક્ષી) હસ્તક થતું ન હોવાથી મેકડોનાલ્ડ‘સ ઈન્ડિયાએ કાચા માલની સપ્લાય ધીરેધીરે ઘટાડી હતી. સપ્લાય ચેનની સર્વિસમાં ખામી ઉભી થતાં સ્વાભાવિક રીતે જ મેકડોનાલ્ડ‘સની ફૂડચેન બંધ કરવાનો વારો આવ્યો છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે મેકડોનાલ્ડસની ફૂડચેન સર્વિસ આખી દુનિયામાં પથરાયેલી છે. મૂળ અમેરીકાની આ પ્રતિષ્ઠિત ફૂડચેન કંપની બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા સહિત લગભગ તમામ દેશોમાં આઉટલેટો ધરાવે છે. અહી રાજકોટ સીટીમાં મેક’ડીના આઉયલેટ છે. જયાં બર્ગર સહિતની ફૂડ પ્રોડકટસ મળે છે. ટૂંકમાં મેકડોનાલ્ડસ એક વૈશ્ર્વિક બ્રાંડ છે. પરંતુ ઉત્તર પૂર્વના રાજયોમાં તેના આઉટ લેટો બંધ થવાના છે.