• લગ્નના તાંતણે બંધાયા અનંત અને રાધિકા
  • કાશીની થીમ પર લગ્ન પરિસર સજાવાયુ  : આજે’ શુભ આશિર્વાદ’ કાર્યક્રમમાં ખાસ મહેમાનોનું ડિનર હશે કાલે’ મંગળ ઉત્સવ’માં ટોચની હસ્તીઓની હાજરીમાં રિસેપ્શન

અંબાણી પરિવારના લગ્નમાં શાહી ઠાઠ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અને ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ ના દિગગજ વિરેન મર્ચન્ટ ના પુત્રી રાધિકા 12 જુલાઈએ  લગ્નના તાંતણે બંધાયા આ લગ્નમાં અંબાણી પરિવારે કોઈ કસર બાકી રાખી નહોતી. લગ્નમાં અંબાણી પરિવારનો ઠાઠ ને વટ જોવા મળ્યો હતો. દુલ્હન રાધિકાની વાત કરીએ તો તે રાજકુમારી કરતાં સહેજેય ઓછી લાગતી નથી. ડેકોરેશનની થીમ ’એન ઑડ ટુ વારાણસી’ રાખવામાં આવી હતી. લગ્નના ડેકોરેશનમાં મિની કાશી જોવા મળ્યું હતું. જિયો વર્લ્ડ સેન્ટરમાં વરઘોડો, વરમાળા બાદ અનંત-રાધિકાએ સાત ફેરા ફર્યાં હતાં. જાન 12 જુલાઈએ બપોરે સાડાચાર વાગ્યે એન્ટિલિયાથી નીકળીને જિયો વર્લ્ડ સેન્ટરમાં આવી હતી. લગ્નમાં દેશ-વિદેશના મહેમાનો ઉપરાંત બોલિવૂડના અનેક સેલેબ્સ સામેલ થયા હતા. જાનમાં ખુશી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, રજનીકાંત, શાહરુખ-સલમાન, વરુણ ધવન, અર્જુન કપૂર સહિત અનેક સ્ટાર્સ નાચ્યાં હતાં.

અંબાણી પરિવારના લગ્નમાં શાહી ઠાઠ

રાધિકાએ અંગ્રેજીમાં તો અનંતે હિંદીમાં વચન આપ્યાં રાધિકાએ અંગ્રેજીમાં અનંતને વચન આપતાં કહ્યું હતું, ’આપણા ઘરમાં પ્રેમ ને સુખ-શાંતિનો વાસ હશે. આપણે ગમે ત્યાં હોઈશું હંમેશાં સાથે જ રહીશું.’ અનંતે હિંદીમાં વચન આપતાં કહ્યું, ’રાધિકા, શ્રીકૃષ્ણના આશીર્વાદ, હું પ્રતિજ્ઞા કરું છું કે આપણે સાથે મળીને આપણા સપનાનું ઘર બનાવીશું. આપણું ઘર માત્ર મકાન

અંબાણી પરિવારના લગ્નમાં શાહી ઠાઠ

નહીં હોય, પરંતુ પ્રેમ ને સાથનો અહેસાસ હશે. આપણે ભલે ગમે ત્યાં રહીએ… જય શ્રીકૃષ્ણ….’

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.