- શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી કરાઇ
- 96 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવાય
- સાઈબર ક્રાઇમની સરાહનીય કામગીરી
સુરત ન્યૂઝ : શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી સુરતના એક યુવક પાસેથી 96 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરનારને સાઈબર ક્રાઇમ પોલીસે પકડી પાડ્યો છે.
સુરત શહેરની સાઇબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળી હતી કે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારું એવું વળતર મળશે તેવી વાતો કરી સુરતના એક યુવકને લિંક મોકલવામાં આવી હતી. અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ અલગ એકાઉન્ટમાંથી પૈસા પણ ઇન્વેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં સુરતના યુવકે 96 લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને તેમાંથી માત્ર રૂ. 1,18,000 જેટલા રૂપિયા વીડ્રો કરવા દીધા હતા. બાદ બાકીના 94 લાખ રૂપિયા વિદ્રો ન કરવા દઈ ગઠીયા દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. જ્યારે સુરતના યુવકને આ લોભામણી લાલચમાં ફસાઈ ગયા બાદ છેતરાયાનું લાગતા તેણે સાઈબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી સાયબર ક્રાઈમ પોલીસે એક્શનમાં આવી અમિતભાઈ પટેલની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આ અમિત પટેલની ધરપકડ કરી તેની સાથેના સાગરીતોને શોધવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે.
ભાવેશ ઉપાધ્યાય