- કુંવરજીભાઇ બાવળીયાએ ગીર સોમનાથ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
- મંત્રીએ જિલ્લાના સિંચાઈ, પાણી પુરવઠા વિભાગ, વાસ્મોનાં સહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી
ગીર સોમનાથ ન્યૂઝ : રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લાગતી બાબતોના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે ગીર સોમનાથ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના કામો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
અધિકારીઓને આપ્યું જરૂરી માર્ગદર્શન
આ બેઠકમાં મંત્રીએ જિલ્લાના સિંચાઈ, પાણી પુરવઠા વિભાગ, વાસ્મોનાં સહિતના કામોની પ્રગતિની વિગત, મંજૂરી પ્રક્રિયાના સ્ટેજ પરના કામો અને પૂર્ણ થયેલા કામોની માહિતી મેળવી હતી. મંત્રીએ જિલ્લાના પાણી પુરવઠાની સ્થિતિ જાણીને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપીને બાકી રહેલાં વાસ્મોનાં કામોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ
આ બેઠકમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ, સિંચાઈ વિભાગનાં કાર્યપાલક ઈજનેર એ.જે.વઘાસિયા તથા નાયબ કાર્યપાલક ઈજનેર એ.પી.કલસરીયા તથા પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર વિશાલ ભાટુ, કાર્યપાલક ઈજનેર લક્ષ્મણભાઈ સોનગર, અગ્રણી મહેન્દ્રભાઈ પિઠીયા સહિત પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીઓ ઊપસ્થિત રહ્યાં હતાં.
અતુલ કોટેચા