ફેમસ ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ અવારનવાર પોતાના ગ્લેમ અવતારને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસની એક્ટિંગની સાથે લોકો તેની સુંદરતાના પણ દીવાના છે. તેજસ્વી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેજસ્વી પ્રકાશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ લૂકની તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી બ્લેક કલરના ડ્રેસમાં તેની સુંદરતાનો જલવો દેખાડી રહી છે. તસવીરોમાં તેજસ્વી પ્રકાશ બ્લેક કલરના લોંગ બોડીકોન ડ્રેસમાં જોવા મળે છે. આ લુકમાં તેણે પોતાના વાળને સ્ટ્રેટ કરીને ખુલ્લા રાખવાનું પસંદ કર્યું. આ દરમિયાન અભિનેત્રીએ કાનમાં સિમ્પલ ઈયરિંગ્સ પહેરી હતી. ફોટામાં તેજસ્વી પ્રકાશ તેના કિલર લુકથી ચાહકોને દિવાના બનાવી રહી છે.