- 25 જૂન, 1975ના રોજ લાદવામાં આવેલી ઈમરજન્સીને લોકશાહીની આત્માનું ગળું દબાવનાર દિવસ ગણાવ્યો
- આ દિવસ અમાનવીય પીડા સહન કરનારા લોકોના યોગદાનને યાદ કરાવશે
- લાખો લોકોને કોઈપણ કારણ વગર જેલમાં ધકેલી દેવાયા હતા
કેન્દ્ર સરકારે ઈમરજન્સીને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે હવે દેશમાં ઈમરજન્સીના દિવસને બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારે દેશમાં 25 જૂન, 1975ના રોજ લાદવામાં આવેલી ઈમરજન્સીને લોકશાહીની આત્માનું ગળું દબાવનાર દિવસ ગણાવ્યો છે. સરકારનું કહેવું છે કે આ દિવસ 1975ની ઈમરજન્સીની અમાનવીય પીડા સહન કરનારા લોકોના યોગદાનને યાદ કરાવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
અમિત શાહે ટ્વીટ કર્યું,
25 जून 1975 को तत्कालीन प्रधानमंत्री इंदिरा गाँधी ने अपनी तानाशाही मानसिकता को दर्शाते हुए देश में आपातकाल लगाकर भारतीय लोकतंत्र की आत्मा का गला घोंट दिया था। लाखों लोगों को अकारण जेल में डाल दिया गया और मीडिया की आवाज को दबा दिया गया। भारत सरकार ने हर साल 25 जून को ‘संविधान… pic.twitter.com/KQ9wpIfUTg
— Amit Shah (@AmitShah) July 12, 2024
કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, 25 જૂન, 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતા બતાવતા દેશમાં ઈમરજન્સી લાદીને ભારતીય લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈપણ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો. ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસ 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનને યાદ કરશે.