- એસ.વી.યુ.એમ. દ્રારા બી2બી મીટ અને ફેક્ટરી વિઝીટનું કરાયું આયોજન: આફ્રિકાના વિવિધ દેશોના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત, ઝામ્બિયા તથા ફિજીના હાઈ કમિશનરે ઉદ્યોગકારો સાથે કરયો વાર્તાલાપ
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આફ્રિકન દેશો સાથે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો વધુને વધુ જોડાઈ તે માટેનું આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે જાંબીયા સહિતના આફ્રિકાના મુખ્ય દેશો ના હાઈ કમિશનર જોડાયા હતા અને તેમના દેશમાં ઉદ્યોગોમાં રહેલી તકો અંગે સ્થાનિક વ્યાપારીઓને ઉદ્યોગકારોને માહિતગાર કર્યા હતા. વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આ મિટિંગમાં આફ્રિકન દેશોથી આવેલા ડેલીગેટ્સ વિવિધ ફેક્ટરીની મુલાકાત લેશે. બંને દેશો વચ્ચે વ્યાપાર સંધિ સંધાય તે મુજબના કાર્ય પણ હાથ ધરશે.
સૌરાષ્ટ્ર-કચ્છના વેપારીઓ વધુમાં વધુ નિકાસ કરે તે માટે ડીજીએફટી કટીબધ્ધ: રોહિત સોની (જોઈન્ટ ડીજીએફટી-રાજકોટ)
રાજકોટના જોઈન્ટ ડીજીએફટી રોહિત સોનીએ જણાવ્યું હતું કે ડીજીએફટી નિકાસકારોને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે અને હાલ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા જે કામગીરી કરવામાં આવી તે પણ અત્યંત સરાહનીય છે જેથી રાજકોટ સૌરાષ્ટ્રના ઉદ્યોગોને આફ્રિકામાં વ્યાપાર કરવાની તક મળશે. રોહિત સોનીએ જણાવ્યું હતું કે ડી જી એફટી નું મુખ્ય હેતુ એ જ છે કે સૌરાષ્ટ્રને કચ્છના વેપારીઓ વધુને વધુ વિકાસ કરે અને આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાના વ્યવસાયને પ્રસ્થાપિત કરે.
રાજકોટના વ્યાપારીઓ માટે આફ્રિકન દેશોમાં વ્યવસાય કરવો લાભદાયી: પરાગ તેજુરા (પ્રમુખ, એસવીયુએમ)
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાએ જણાવ્યું હતું કે એસવીયુએમનો મુખ્ય હેતુ જ એ છે કે સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગોને વિદેશમાં વ્યાપાર કરવાની તક મળે. તેના માટે જ આ સંસ્થા અવારનવાર આ પ્રકારના આયોજન કરતી હોય છે ત્યારે આ વખતે નું આયોજન ઝાંબિયા તથા શ્રીજીના દેશોમાં રહેલા જે ઉજળા સંજોગો છે તેને ઉજાગર કરવા માટે આયોજન કરાયું છે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે રાજકોટના વ્યાપારીઓ કે જે વિદેશમાં વ્યવસાય કરવા માંગતા હોય તેમના માટે આફ્રિકન દેશો અત્યંત લાભદાય નીવડી રહ્યા છે કારણ કે અહીંની સરકાર ભારતીય રોકાણકારો અને ઉદ્યોગકારો ને ખૂબ સારી રીતે પ્રોત્સાહન પણ આપી રહી છે.
ફીજી માત્ર પ્રવાસન માટે જ નહીં પરંતુ વ્યવસાય માટે એક ઉત્તમ દેશ: જગન્નાથ સામી ( ફિજી હાઈ કમિશનર )
ફીજીના હાઈ કમિશનર જગન્નાથ સામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફીજી એ ફરવા માટેનું ઉત્તમ સ્થાન છે. આ નાનકડા એવા દેશમાં મહત્તમ એટલે કે 17% ભારતીયો વસવાટ કરે છે એટલું જ નહીં આ દેશમાં ઘણી એવી તકો છે કે જે ઉદ્યોગકારો સાપડી શકે તેમ છે ત્યારે ભારતીય લોકોને અનુકૂળ આવે અને ગુજરાતી લોકોને અનુકૂળ આવે તેવું વાતાવરણ પણ આ ફીજી દેશમાં છે. તારે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા હાથ ધરવામાં આવેલું આ આયોજન બન્ને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધોને વધુ ગાઢ બનાવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ નાનકડો એવો દેશ માત્ર હરવા ફરવા માટે તો ઠીક પરંતુ વ્યવસાય ઉભો કરવા માટે પણ એટલું જ ઉપયોગી અને કારગત નિવડે છે.
ખેતી ક્ષેત્રે રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે જાંબીયા એક ઉત્તમ સ્થાન: પર્સી ચંદા (ઝામ્બિયાના હાઇ કમિશનર)
જાંબિયાના હાઈ કમિશનર પર્સી ચંદાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જાંબીયા આફ્રિકાનો એવો દેશ છે કે જ્યાં દરેક ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ છે એટલું જ નહીં જાંબિયા ગવર્મેન્ટ પણ અહીં રોકાણ કરનાર માટે અનેકવિધ યોજના લઈને આવી છે જેનો લાભ સૌરાષ્ટ્ર કચ્છના લોકોએ લેવો જોઈએ. તેઓ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસમાં રાજકોટ સૌરાષ્ટ્રની 20 જેટલી ફેક્ટરીની મુલાકાત લેવામાં આવશે અને તેઓ જાંબીયા સાથે કઈ રીતે જોડાઈ તે દિશામાં કાર્ય પણ હાથ ધરાશે. જાંબિયામાં વધુને વધુ ખેતી તરફ લોકો આગળ વધી રહ્યા છે ત્યારે ભારતીય રોકાણકારોને એમાં પણ ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છના રોકાણકારો જો આવે તો તેઓને ઘણો ખરો લાભ મળશે કારણ કે જાંબિયા ખેતી ક્ષેત્રે વધુ પ્રાધાન્ય આપી રહ્યું છે.