વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ પગલે આગળ વધી રહી છે, લોકતંત્રના ચાર સ્તંભ મા ન્યાયતંત્ર ને ભારે ગરિમા અપાય છે ત્યારે દેશની ન્યાય સહિતામાં પારદર્શકતા ની સાથે સાથે કુદરતી ન્યાયના સિદ્ધાંતો ની જાળવણી અનિવાર્ય છે,ભારતના ન્યાય સહિતામાં સમાનતા અને દરેક માનવીના હક અધિકારોના રક્ષણની પ્રતિબદ્ધતા દાખવવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને ભરણપોષણ લેવા હકદાર હોવાનો ચુકાદો આપીને માત્ર ન્યાય સંહિતા જ નહીં કુદરતી ન્યાયને પણ ન્યાય આપ્યો ગણાશે. સીઆરપીસી કલમ 125 હેઠળ છુટાછેડા લીધેલી મહિલાઓ ને પતિ પાસેથી ભરણપોષણ લેવાનું અધિકાર આપવામાં આવ્યો છે આ અધિકાર મુસ્લિમ ધર્મ પાળનાર મુસ્લિમ મહિલા ને પણ મળે.
મહિલા સશક્તિકરણ સ્વાયત્તાના અધિકારો અને જીવન જીવવાના હક માં કોઈ ધર્મ સંપ્રદાય ના વાળા ન હોવા જોઈએ, સંસારીક જીવન અને દાંપત્યભંગ થનારી કોઈપણ ધર્મ સમાજની મહિલાને એક સમાન જ પીડા થાય છે, આ પીડાદાયિક જીવનમાં ક્યાંય ધર્મ ની અસર રહેતી નથી છૂટાછેડા લીધેલી મહિલા કયા ધર્મના છે? તે મહત્વનું નથી પરંતુ તેની એક સમાન પીડા ને ન્યાય મળવો જોઈએ. સુપ્રીમ કોર્ટે મહત્વના ચુકાદામાં ઠેરવ્યું છે કે મુસ્લિમ મહિલાઓ સીઆરપીસી ની કલમ 125 હેઠળ અન્ય ધર્મની મહિલાઓ ની જેમ જ છુટાછેડા પછી પતિ પાસેથી ભરણપોષણનું ભથ્થું મેળવવા હકદાર છે સીઆરપીસીની કલમ 125 મુસ્લિમો સહિત તમામ પરિણીતાઓ ના અધિકારો સુરક્ષિત રાખવા ની જોગવાઈ ધરાવે છે તો તેનો લાભ મુસ્લિમ મહિલાઓને પણ મળવો જોઈએ. વિશ્વની સૌથી મોટી લોકશાહીની શાસન વ્યવસ્થા વિશ્વમાં આદર્શ માનવામાં આવે છે દેશના દરેક નાગરિકને સમાનતાનો અધિકાર અપાયો છે એક સંવિધાન એક દેશ ની સંસ્કૃતિ ધરાવતી લોકશાહીમાં કાયદો પણ એક સમાન હોવો જોઈએ છૂટાછેડા લેનાર મહિલા માત્ર ધર્મ ને લઈને જજો પતિ પાસેથી હક મેળવવા થી વંચિત રહેતી હોય તો તે કુદરતી ન્યાય ના વિરોધમાં ગણાય છેલ્લા દીધેલી મુસ્લિમ મહિલાને માનવીય ધોરણે ભરણપોષણનો અધિકાર છે અને હોવો જોઈએ હવે ન્યાય સહિતા એ પણ છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનું અધિકાર આપીને ખરા અર્થમાં ન્યાયતંત્રની ગરિમા વધારીને કુદરતી ન્યાય ને ન્યાય આપ્યો ગણાશે