લોકેશન જુલરાઇ સીમ વિસ્તાર અલ્ફા કંપની ના મેન્લેન
જે વીજળી પૂરી પાડતું પોલ ના થાંભલામાં રાષ્ટ્ર પક્ષીમોર ને શોર્ટ લાગતા રાષ્ટ્ર પક્ષી મોરનું મોત થયું હતું.
સ્થાનિક વાડી વિસ્તારના લોકો ત્યાંથી પસાર થતા જોયુ તો રાષ્ટ્ર પક્ષીમોર મૃત્યુ પામેલું હતું ફુલાય પંચાયત સરપંચના પ્રતિનિધિ શ્રી લાલુભા જીઠુભા પઢિયાર ને લોકોએ જાણ કર્યું.
ફોરેસ્ટ અધિકારી જેપી ગઢવી વનરક્ષક ને થાની કે બોલાવવામાં આવ્યું હતું ત્યાર પછી રાષ્ટ્ર પક્ષી મોરનો પંચનામું કરીને પોસ્ટમોર્ટન માટે દયાપર લઈ જવાયું હતું. સરપંચ ના પ્રતિનિધિ શ્રી પઢીયાર લાલુભા જીઠુ ભા જાણ કરી હતી.
લાલુભા ના જણાવ્યા અનુસાર અગાઉ અનેક રાષ્ટ્ર પક્ષી મોર ના મોત થયા છે તેમ છતાં પવનચક્કી ના અધિકારીઓના પેટમાં પાણી હાલતું નથી હજી કેટલા રાષ્ટ્ર પક્ષી મોરોના મોત થશે એ સવાલ પ્રજાને સતાવી રહ્યું છે કાલે જે રાષ્ટ્ર પક્ષી મોરનું મૃત્યુ થયું તે મોર હજી કોણ ઉપાડી ગયું છે એની તજવીજ તપાસ ચાલુ છે.
જેપી ગઢવીના જણાવ્યા અનુસાર કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.કંપનીના અધિકારી નું પણ આવેદન લેવામાં આવશે.જીવ દયા પ્રેમીઓમાં ભારે અરેરાટી ફેલાઈ રહી છે.હજી તો આ વિસ્તારમાં ઘણી કંપનીઓ આવી રહી છે.
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ