- નીટ-યુજીની પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિ થયાનો ‘પર્દાફાશ’
- નવા સિલેબસના કારણે નીટ-યુજીમાં વિધાર્થીઓના 25% માર્ક વધ્યા: માત્ર
- આશંકાઓના કારણે 23 લાખ વિદ્યાર્થીઓ પર નવી પરીક્ષાનો બોજ નાખવામાં ન આવે
નીટ-યુજી પરીક્ષા-2024માં પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. જોકે તે પહેલા કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. કેન્દ્રએ તેમાં કહ્યું છે કે,નીટ પરીક્ષા ફરી યોજવાની જરૂર નથી, તેમાં મોટા પાયે ચોરી થઈ નથી.ટોપર રહેલા 1.1 લાખ વિધાર્થીઓના ગુણ યોગ્ય હોવાનો સુપ્રીમમાં પુરાવો મુકાયો છે.ભારત સરકાર નીટ પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા માટે બંધાયેલું છે. સોગંદનામામાં કહેવાયું છે કે, સરકાર સમાધાન શોધવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત સરકાર દોષી ઉમેદવારોને કોઈપણ લાભ ન મળે, તે પણ સુનિશ્ચિત કરી રહી છે. સરકાર પ્રયાસ કરી રહી છે કે, માત્ર આશંકાઓના કારણે 23 લાખ વિદ્યાર્થીઓ પર નવી પરીક્ષાનો બોજ નાખવામાં ન આવે. સરકારે તેના સોગંદનામા સાથે આઈઆઈટી મદ્રાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો અને કહ્યું, “જેમાં બે વર્ષ માટે શહેર મુજબ અને કેન્દ્ર મુજબનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ટોચના 1.4 લાખ વિધાર્થીઓના રેન્ક, દેશભરમાં કુલ બેઠકોની સંખ્યા 1.1 લાખની આસપાસ છે તે દર્શાવે છે કે ન તો સામૂહિક ગેરરીતિનો કોઈ સંકેત છે કે ન તો ઉમેદવારોના સ્થાનિક સમૂહનો કોઈને ફાયદો થયો છે.સરકાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજાય, તે માટે એક મજબૂત પરીક્ષા પ્રક્રિયા બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર પરીક્ષાઓની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે તેમજ પેપર લીક અટકાવવા માટે કડક કાયદો બનાવાયો છે. આ માટે સંસદમાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 કાયદો ઘડવામાં આવ્યો છે. ગત મંગળવારે સુપ્રીમ કોર્ટમાં નીટ પેપર લીક કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈ તપાસના રિપોર્ટનો ઉલ્લેખ કરાયો હતો. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, સીબીઆઈએ આગામી સુનાવણીમાં તપાસ રિપોર્ટ કોર્ટમાં સબિદ કરવાનો રહેશે. આવી સ્થિતિમાં સીબીઆઈએ અત્યાર સુધીની ધરપકડોમાંથી એકત્ર કરાયેલા તમામ પુરાવાઓ વિશે કોર્ટને જાણ કરવી પડશે.