ભારતમાં પ્રથમ વખત બિહારના ભાગલપુરના એક નાનકડા ગામની રહેવાસી માનવી મધુ કશ્યપ દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર સબ-ઇન્સ્પેક્ટર બની છે.
બિહાર પોલીસે ત્રણ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સબ-ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે, જેમાં બે ટ્રાન્સ મેન અને એક ટ્રાન્સ વુમનનો સમાવેશ કર્યો છે.
મંગળવારે બિહાર પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં પાસ થવાના આનંદની વચ્ચે સૌથી ખાસ ક્ષણ મધુ માનવી કશ્યપ માટે હતી, જેનું નામ અંતિમ યાદીમાં સામેલ હતું.
પરિણામ જાહેર થયા પછી, માનવી મધુ કશ્યપે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે : “મેં ઘણો સંઘર્ષ કર્યો છે, પરંતુ હવે તે યોગ્ય છે. અન્ય સંસ્થાઓએ મને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે મારા પ્રવેશ પર તે સંસ્થા માં નકારાત્મક અસર પડશે. મને શિક્ષણ જોઈતું હતું, પરંતુ મને તક નોહતી મળતી. જો કે, જ્યારે હું આ સંસ્થામાં આવી, ત્યારે મારા પરિવારે મને હંમેશા ટેકો આપ્યો અને તેથી જ હું આજે અહીં છું.”