- મોરબી સ્થિત ગ્રેફાઇટ સીરામીક પ્રાઇવેટ લિ.ના ચીફ મેનેજીંગ ડિરેક્ટર રવિ પટેલનું સાહસ: દરેક ટાઇલ્સની ડિઝાઇનની 360 ડિગ્રી વર્ચ્યુલ ટુર પણ કરાવવામાં આવશે
- કંપની દ્વારા રાજકોટ બાદ હૈદરાબાદ, સુરત, અમદાવાદ, ગુડગાંવ અને મુંબઇમાં પણ ગેલેરી શરૂ કરવાની નેમ
વિટ્રીફાઇડ ટાઇલ્સ ક્ષેત્રે અવ્વલ નામ ધરાવતી મોરબી સ્થિત કંપની ગ્રેફાઇટ સીરામીક પ્રાઇવેટ લિમિટેડ હવે રાજકોટમાં નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યું છે. 13 જુલાઈ શનિવારના રોજ કંપની દ્વારા રાજકોટના ન્યુ 150 ફીટ રિંગ રોડ પર ફન બ્લાસ્ટની સામે અને કાઠિયાવાડ ઈન્ટીરીયરમાં પ્રથમ ગ્રેફાઇટ ગેલરીનું લોન્ચિંગ કરવા જઈ રહી છે. ગ્રેફાઇટ સિરામિક્સની ગુજરાતની આ પ્રથમ ગેલેરીનું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે.
આ અંગે વધુ વિગત આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ગ્રેફાઇટ સીરામીક પ્રાઇવેટ લિમિટેડમાં ચીફ મેનેજીંગ ડિરેક્ટર રવિભાઈ પટેલે જણાવ્યું હતું કે મોરબીમાં અમે વિટ્રીફાઇડ ટાઇલ્સ બિઝનેસ સાથે જોડાયેલા છીએ પણ વ્યક્તિગત રીતે આ મારૂં ડ્રિમ હતું કે રાજકોટમાં હું પ્રથમ વિટ્રીફાઇડ ગ્રેફાઇટ ગેલરી લોન્ચિંગ કરૂં અને આજે મને ખુશી છે કે બહુ જ ટૂંકા સમયમાં અમે આ ગેલેરીનું લોન્ચિંગ રાજકોટમાં શનિવાર તારીખ 13 જુલાઈના રોજ સાંજે 4 વાગ્યે કરવા જઈ રહ્યા છીએ.
રાજકોટમાં આ પ્રકારની ગેલેરી શરૂ કરવાના ઉદ્દેશ અંગે ગ્રેફાઇટ સીરામીક પ્રાઇવેટ લિમિટેડના ચીફ મેનેજીંગ ડિરેક્ટર રવિભાઈ પટેલ જણાવે છે કે એક તો અમારી કંપનીની સંપૂર્ણ પ્રોડક્ટ રેન્જનું નિદર્શન અહીં કરવામાં આવશે. વિટ્રીફાઇડ ટાઈલ્સની વિવિધ શ્રેણીની બહુ મોટી રેન્જ માર્કેટમાં જોવા મળતી હોય છે. પરંતુ મેચિંગ સૌથી મહત્વનું હોય છે. હું પણ એક આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઈનર છું અને ત્યારે કોઈપણ આર્કિટેક્ટ કેવી ડિઝાઇન ઈચ્છે છે. તેનું નિદર્શન અહીં નિહાળી શકાશે. ટાઈલ્સના નાના નમૂના દ્વારા 6000થી પણ વધારે શક્યતાઓ જેમાં સરફેઈસ તથા ડિઝાઇનને આર્કિટેક્ટ ચોઈસ મુજબ મેચ મેકિંગ કરી બનાવી શકાશે અને ઓર્ડર મુજબ મનગમતી ડિઝાઇન પસંદીદાર સરફેસ તથા જરૂરિયાત મુજબની સાઇઝમાં બનાવી આપે છે. આ ગેલેરી અંગે વધુ વિગત આપતા રવિભાઈ પટેલ અને વિરલભાઈ જણાવે છે કે અહીં ટાઇલ્સનું ઉત્પાદન કરતી પ્રક્રિયાનું વર્ણન કરતી પેનલ અને તેનું લેયર્સની સાથે અહીં ગેલેરીની વર્ચ્યુલ ટુરની સાથે પ્રોડક્ટની 360 ડિગ્રીની સાથે પ્રોડક્ટ ક્ધસલ્ટન્ટની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. અહીં સૂર્યપ્રકાશમાં ક્લિક કરેલા પ્રત્યેક ટાઇલ્સ ડિઝાઇનના ફોટોગ્રાફ તેમજ ટાઇલ્સ બિછાવ્યાં બાદ કેવી લાગશે તેનો ચિતાર મેળવવા માટે પ્રિવ્યુ ઇમેજ સાથે તમે કરેલી કલ્પનાની પ્રત્યેક ડિઝાઇનનો 360 ડિગ્રીનો વ્યુ ઉપલબ્ધ કરવામાં આવશે.
રવિભાઈ પટેલ વધુમાં જણાવે છે કે આવનારા દિવસોમાં રાજકોટ બાદ સુરત, અમદાવાદ, મુંબઈ, ગુડગાંવ અને હૈદરાબાદ ખાતે પણ આ પ્રકારની ગેલેરી શરૂ કરવા જઈ રહ્યા છે.
સ્પેનથી કાચો માલ મંગાવી ટાઇલ્સને ફાઇનલ ટચ અપાઇ છે
મોરબીના ઘૂંટુ રોડ સ્થિત ગ્રેફાઇટ સીરામીક પ્રાઇવેટ લિમિટેડ કંપની 12 એકરમાં પથરાયેલું છે. વિદેશી કંપની સાથે જોડાણ પણ કરવામાં આવ્યું છે અને હાલમાં ફેક્ટરી ખાતે વાર્ષિક 50 લાખ ચોરસ મીટરનું ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. હાલ કંપની દ્વારા 1200ખખ ડ 1800ખખ, 1200ખખ ડ 1200ખખ, 800ખખ ડ 1600 ખખ અને 600ખખ ડ 1200ખખની સાઈઝમાં ૠટઝ / ઙૠટઝ ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. હાલ દેશ વિદેશમાં કંપની દ્વારા ટાઇલ્સ મોકલવામાં આવી રહી છે. કંપની દ્વારા હાલ સ્પેનથી કાચો માલ મંગાવવામાં આવે છે અને કંપની દ્વારા ફાઇનલ ટચ જે આપવામાં આવે છે તે એક-એક ટાઈલ્સને વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટની ફીલ કરાવે છે. ગ્રેફાઇટ સિરામિક્સ કુલ 10 સરફેસીંઝમાં ટાઇલ્સનું ઉતાળ કરે છે. સરફેસિઝના બે ક્ધવેનશનલ અને પ્રીમિયમ વિભાગમાં સંબોધિત કરેલ છે.