- 2021માં 8307 લોકોએ, 2022માં 8613 લોકોએ અને 2023માં 8538 લોકોએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું: વિદ્યાર્થીઓના આપઘાતના કેસમાં 21 ટકાનો વધારો
- ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 495 વિદ્યાર્થીઓ સહિત 25478 વ્યક્તિઓએ અકળ કારણોસર આપઘાત કરી લીધો છે. ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર 25 મીનીટે એક ગૃહિણીઓ આપઘાત કરી લ્યે છે.
દેશમાં અને ગુજરાતમાં સતત વધતા યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓની આત્મહત્યાની ઘટનાઓ શું આ ‘અમૃતકાળ’ છે? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં 495 વિધાર્થીઓ સહીત 25,478 વ્યક્તિઓએ આત્મહત્યા કરી. ગુજરાતમાં ત્રણ વર્ષમાં 6879 વિધાર્થીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. રાજ્યમાં વિધાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓમાં 21 ટકાનો વધારો થયો છે. ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદમાં 3280, સુરતમાં 2862, રાજકોટમાં 1287 આત્મહત્યાઓ ચિંતાજનક છે. ભાજપ સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર, આર્થિક સહાયતા, માનસિક સ્વાસ્થ્યતા આપવામાં નિષ્ફળ નીવડી છે. વર્ષમાં 2022માં 1,64 033 લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં 12,055 વેપારીઓ, 8176 સ્વરોજગાર કરનાર એમ કુલ 20,231 લોકોએ આત્મહત્યા કરી. વર્ષ 2022માં 1,64 033 લોકોએ આત્મહત્યા કરી જેમાં 12,055 વેપારીઓ, 8176 સ્વરોજગાર કરનાર એમ કુલ 20,231 લોકોએ આત્મહત્યા કરી. દેશમાં છેલ્લા છ વર્ષ અનુસાર 2017માં 1,29,887, વર્ષ 2018માં 1,34,516, વર્ષ 2019માં 1,39, 123, વર્ષ 2020માં 1,53,052, વર્ષ 2021માં 1,64,033, વર્ષ 2022માં 1,71,924 લોકોએ એમ કુલ 9,92,535 લોકોએ દેશમાં આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું હતું જે દેશ માટે અતિગંભીર બાબત છે. ત્યારે અહંકારી ભાજપા શાસકો જનતા માટે ક્યારે વિચારશે?
‘અચ્છે દિન’, ‘ખેડૂતોની આવક બમણી’, ‘દર વર્ષે બે કરોડ રોજગાર’, ‘મોંઘવારીના મારથી મુક્તિ મળશે’, સહિતના વાયદાથી તદ્ન વિપરીત ભાજપની નીતિનો ભોગ દેશના પરિવારો બની રહ્યા છે. દેશમાં રોજમદાર, શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો,ખેતમજદૂરો વિદ્યાર્થીઓ, વેપારીઓ સેવા નિવૃત લોકો, સહીત સહપરિવાર આત્મહત્યા થઈ રહી છે તે ચિંતાજનક છે. વર્ષ 2017થી 2022 સુધી સતત છ વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આત્મહત્યા કરી હતી. દેશમાં સરેરાશ દરરોજ 407થી વધુ લોકો દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે તેમજ ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર પચ્ચીસ મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ, પારીવારીક મુશ્કેલીઓ સહીતના કારણોસર આત્મહત્યાઓ સતત વધી રહી છે.