જિયોના આવ્યા બાદ હવે દરેક ટેલિકોમ કંપની વચ્ચે લડાઈ ચાલી રહી છે. અને ઘણી કંપનીઓ હેપ્પી ન્યુ યર ઓફર્સ, લઇને આવી છે તેમાં વોડાફોન પણ રૂ.198માં હેપ્પી ન્યુ યર ઓફર લઇને આવ્યું છે.
ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ આ પેકની ઘોષણા પોતાના પ્રિપેઇડ ગ્રાહકો માટે કરી છે. સૌથી ઓછી કિમતના આ પ્લાનમાં કંપનીએ ગ્રાહકોની ડેટા અને અનેય સુવિધાઓ અંગે પણ ઘ્યાન રાખ્યું છે.
વોડાફોનના રૂ.198ના આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ લોકલ અને એસટીડી વોઇસ કોલ્સ. ફ્રી રોમિંગ અને દરરોજ 1 જીબી ડેટાનો લાભ મળશે. તાજેતરમાં જ વોડાફોનની હરિફ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પણ બે પ્લાન લોન્ચ કર્યા હતાં.
આ ઓફર હેઠળ જિયો કસ્ટમરને બે પ્લાન આપશે જેમાં લોકલ અને નેશનલ કોલ સાથે દૈનિક ધોરણે 1.2GB અને 2GBનો ડેટા મળશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.