આજના સમયમાં દરેક મહિલાઓ એવું ઈચ્છે છે કે તેમના વાળ લાંબા અને જાડા તેમજ નરમ અને કોમળ હોય. પરંતુ આજકાલ સ્વાસ્થ્યની સાથે-સાથે ખરાબ ખાનપાન, તણાવ અને પ્રદૂષણને કારણે વાળ નબળા પડવા લાગે છે. આજે ઘણી છોકરીઓ નાની ઉંમરમાં જ ફ્રઝી અને ડ્રાય વાળની સમસ્યાથી પરેશાન છે. એટલા માટે જ મહિલાઓ ઘણા પ્રકારના  હેર કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. સુંદર વાળ કરવા માટે મહિલાઓ શું કરે છે? મોંઘા હેર પ્રોડક્ટ્સ અપનાવવાથી લઈને સલૂનમાં હેર ટ્રીટમેન્ટ કરવા સુધી મહિલાઓ પોતાના વાળને આકર્ષક બનાવવા માટે અનેક ઉપાયો અજમાવતી હોય છે.

Beautiful hair in the process of keratin treatment

સાથોસાથ ફ્રઝી અને શુષ્ક વાળ આપણા દેખાવને બગાડે છે. આવી સ્થિતિમાં આજકાલ ઘણી છોકરીઓ વિવિધ પ્રકારની હેર ટ્રીટમેન્ટ લેવાનું પસંદ કરે છે. જેમાં સ્મૂથનિંગ અને કેરાટિન ખૂબ જ સામાન્ય છે. તમે તમારા ઘરમાં અથવા કેટલાક પરિચિતો વચ્ચે આ વિશે ઘણું સાંભળ્યું હશે. પરંતુ દરેકના મનમાં આ અંગે ચિંતા છે કે સ્મૂથિંગ અને કેરાટિન વચ્ચે શું તફાવત છે અને બંનેમાંથી કયું વાળ માટે બેસ્ટ છે. તો જાણો કે જેથી આમાંથી કયું તમારા વાળ માટે બેસ્ટ છે.

કેરાટિન ટ્રીટમેન્ટ :

Beautiful hair in the process of keratin treatment

કેરાટિન એ આપણા વાળમાં રહેલું કુદરતી પ્રોટીન છે. જેના કારણે વાળ મુલાયમ અને ચમકદર  રહે છે. પણ આજના સમયે વધતા પ્રદૂષણ અને અસ્વસ્થ આહારને કારણે તેની ઉણપ આપના વાળને અસર કરે છે. આવા સમયમાં કેટલાક લોકો તેમના વાળને મુલાયમ અને ચમકદાર બનાવવા માટે કેરાટિન ટ્રીટમેન્ટ કરાવે છે.

આ ટ્રીટમેન્ટ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે જેમાં વાળ પર કેરાટિન આધારિત સોલ્યુશન લગાવવામાં આવે છે. ત્યારબાદ તેને થોડા કલાકો માટે છોડી દેવામાં આવે છે. તે વાળના મૂળ સુધી કુદરતી કેરાટિન પ્રોટીન પહોંચાડવામાં મદદ કરે છે. સાથોસાથ તે વાળમાં ચમક પણ લાવે છે. તેનાથી વાળ ખરવાની સમસ્યામાંથી પણ રાહત મળી શકે છે. આ પ્રક્રિયા વાળને સારા બનાવવામાં અને મજબૂત કરવામાં મદદરૂપ બને છે.

સ્મૂથનિંગ ટ્રીટમેન્ટ :

Young beautiful girl sitting at the barbershop and looking at her hair

જયારે વાળ પર સ્મૂથનિંગ કરવામાં આવે છે. ત્યારે વાળ પર ઘણા પ્રકારના કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી વાળમાં તણાવ ઓછો થાય છે અને તે ચમકવા લાગે છે. આમાં રિલેક્સર અથવા સ્ટ્રેટનિંગ સોલ્યુશનનો ઉપયોગ  કરવામાં આવે છે. ત્યારબાદ વાળને ફરીથી સુંદર આકાર આપવા માટે ફ્લેટ આયર્નનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે કેટલાક કલાકોમાં થઈ જાય છે. તેનાથી વાળ ખરવાથી રાહત મળી શકે છે. આ ઉપરાંત આ પ્રક્રિયા વાળને સીધા, નરમ અને ચમકદાર બનાવવાનું પણ કામ કરે છે.

બંનેમાં સમયનો તફાવત છે.

Rebonding Smoothening Any Length at best price in Mumbai by Do Not | ID: 20027424097

વાળના કેરાટિન અને સ્મૂથનિંગ માટે લેવામાં આવતા સમયમાં ઘણો તફાવત છે. જ્યાં હેર કેરાટિન 3-6 મહિના સુધી વાળ પર અસરકારક રહે છે. જ્યારે હેર સ્મૂથનિંગ વાળને ઘણા વર્ષો સુધી સીધા, સિલ્કી અને ચમકદાર રાખે છે.

કિંમતમાં તફાવત :

કુદરતી ઉત્પાદનોના ઉપયોગને કારણે હેર કેરાટિન ટ્રીટમેન્ટ સસ્તી છે. તે જ સમયે ઘણા રાસાયણિક ઉત્પાદનો સાથે વાળને મુલાયમ કરવું એ વાળ માટે ખૂબ જ ખર્ચાળ સારવાર સાબિત થાય છે.

વાળ માટે વધુ સારી ટ્રીટમેન્ટ :

Woman getting treatment at hairdresser shop

હેર કેરાટિન વાળ માટે પરફેક્ટ માનવામાં આવે છે. તેમાં વપરાતા કુદરતી ઉત્પાદનો વાળને નુકસાન કરતા નથી. જ્યારે વાળને મુલાયમ કરવા માટે વાળનું સ્વસ્થ હોવું જરૂરી છે. આ ઉપરાંત, સ્મૂથનિંગ ટ્રીટમેન્ટ પણ લાંબા સમય સુધી વાળ પર અસરકારક રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.