• સૌરાષ્ટ્રના ગામે-ગામે અષાઢી બીજની ભકિતભાવ સાથે હોંશભેર ઉજ્વાયો

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં અષાઢી બીજે જય જગન્નાથના ગગનભેદી નારા સાથે ઠેર ઠેર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને શુભદ્રાદેવીની નગર ચર્યાએ ભાવિકોને ભકિતથી રસતરબોળ કર્યા હતા. અમદાવાદની જેમ જ સૌરાષ્ટ્રભરમાં ભાવનગર, જુનાગઢ, રાજકોટ જામનગર સહીતના નાના મોટા શહેરોથી લઇ ગામે ગામ ભગવાનની રથયાત્રાઓ નગર ચર્યાએ નીકળી હતી. ભેંસાણના પરબ ધામમાં અષાઢી બીજના ધામમાં લાખો ભાવિકોએ ભગવાનના ર્દશન સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો.

ધ્રાંગધ્રા

ધાંગધ્રા શહેરના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ,શહેરના વિવિધ મંદિરો સામાજિક સંસ્થાઓના સહયોગથી ભવ્ય જગન્નાથ યાત્રાના કાઢવામાં આવી હતી આ રથયાત્રા અતિથિ વિશેષ ,સંતો મહંતો,સંસ્કાર ધામ ગુરુકુળના સંતો મહંતો,બીએસપી ગુરુકુળના સંત મહંત, તેમજ રામ બોલ મંદિરના મહંત,તેમજ આ રથયાત્રા માં ધાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા શક્તિ ચોક ખાતે ભગવાન જગન્નાથ રથ નુ સ્વાગત કરવામાં આવેલ હતું તથા ડી વાય એસ પી જે.ડી પુરોહિત, પી આઈ એમ યુ મશી ભગવાન જગન્નાથ રથ નુ સ્વાગત કરવામાં આવેલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.

તેમજ ડી વાય એસ પી જે.ડી પુરોહિત, પી આઈ એમ યુ મશી ભગવાન જગન્નાથ રથ નુ સ્વાગત કરવામાં આવેલ જેમાં રથયાત્રામાં 35 જેટલા વિટર ફ્લોટો વિવિધ ભજન મંડળીઓ ની રમઝટ સાથે જય જગન્નાથ જય રણછોડના નાદથી સમગ્ર વાતાવરણ આ રથ યાત્રાની હળવદ રોડ ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી જે શહેરના રોકડિયા હનુમાન સર્કલ, શક્તિ મંદીર નવયુગ રોડ સહિતના શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વિહાર કરીને હળવદ રોડ શ્રીરામ ટ્રેક્ટર શો રુમ પાસે ધર્મસભા યોજી પુર્ણ કરવામાં આવી હતી આ સાથે ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો

જામકંડોરણા

જામકંડોરણા કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા ગૌવંશ પાંજરાપોળ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2500 થી વધુ ગાયો માટે રાજકોટના ગૌ પ્રેમી એવા ઉદ્યોગ અગ્રણી મનસુખભાઈ ઘેલાભાઈ સાવલિયા દ્વારા તેમજ રણછોડભાઈ રાદડિયા દ્વારા આ બંને ગૌ પ્રેમીઓ દ્વારા 50 ડબ્બા ધી 50 ડબ્બા ગોળ 100 મણ ઘઉંના લોટનું ભડકું બધું મિક્સ કરીને  લાડુ બનાવવામાં આવ્યા હતા જામકંડોરણા તાલુકાના રાજપરા ગામના સરપંચ તેમજ રાજપરા ગામના ઉત્સાહિત ભાઈઓ દ્વારા ગૌમાતા માટે લાડુ બનાવવાની સેવા આપી હતી મનસુખભાઈ સાવલિયાએ દરેક સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે દાન આપ્યા બાદ કાર્યને સફળ બનાવવા માટે સ્વયંસેવકો દ્વારા સાચી મહેનતને જવાબદારી પૂર્વક કાર્ય કરવું એ પણ એક સેવાકીય કાર્ય જ કહેવાય છે

જામકંડોરણા

જામકંડોરણા ખાતે રામજી મંદિર ના પટાંગણમાં થીં 36 મી આષાઢી બીજ ની રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે રમેશ બાપુ એ રામદેવજી મહારાજનું પુજા અર્ચન કરીને આ રથયાત્રા જામકંડોરણા ના વિવિધ માર્ગો પર પસાર થઈ હતી કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુથી   પીએસઆઇ વિ.એમ ડોડીયા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતોઆ શુભ પ્રસંગે પૂ.રમેશબાપુ દાણીઘારીયાના આશીર્વાદ લેતા યુવા નેતા લલિત રાદડીયા,ગોવિંદભાઈ રાણપરીયા,રમેશભાઈ ગજેરા,ચંદુભા ચૌહાણ જસમતભાઈ કોયાણી તેમજ આગેવાનો તેમજ ધર્મ પ્રેમી જનતાએ રથયાત્રાના દર્શન નો લહાવો લીધો હતો.

ઉપલેટા

ઉપલેટાની ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી.  વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભગવાન જગન્નાથજી ની ભવ્ય યાત્રા સ્કૂલના પટાંગણ અને રસ્તાઓ પર નીકળી હતી. આ યાત્રામાં ભગવાનના કલાત્મક ત્રણ રથ બનાવવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે સ્કૂલમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે.

સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર અને કલાત્મક ત્રણ  રથ બનાવવામાં આવ્યા હતા. આ યાત્રાનાં પ્રારંભ થી અંત સુધી ઠેર ઠેર વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.  બાલ્યાવસ્થા થી આપણી ધાર્મિક સંસ્કૃતિ અને આપણો ઈતિહાસ ઉજાગર રાખવા માટે આ પ્રકારના ઉત્સવો ઉજવવામાં આવે છે.આ પ્રસંગે સ્કૂલના ચેરમેન શક્તિસિંહ રાઠોડ અને ડિરેક્ટર રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા સર્વે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અષાઢી બીજની  શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

વાંકાનેર

વાંકાનેર શહેર ખાતે અષાઢી બીજ મહોત્સવ નીમીતે પરંપરાગત રીતે સમસ્ત માલધારી તથા રબારી સમાજ દ્વારા આયોજીત મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા બહોળી સંખ્યામાં નાગરીકો ઉ5સ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રા ગ્રીન ચોક ખાતેથી શરુ થઇ શહેરના મુખ્ય માર્ગો પર ડી.જે.ના તાલે રમતા મિલ પ્લોટ ખાતે આવેલા મચ્છો માતાજીના મંદિર ખાતે પહોંચી યાત્રાનું સમાપન થયું હતું.

અમરેલી, પ્રદિપ ઠાકર

કુકાવાવ તાલુકાના કોલડા ગામે શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા 104 મો અષાઢી બીજ મહોત્સવની ભવ્ય થી ભવ્ય રીતે ઉજવણી કરવામા આવી હતી. અષાઢી બીજ માટે સજ્જત થતુ સ્વર્ગ સમાન શોભતું કોલેશ્ર્વર ધામ કોલડા ધામધુમ પૂર્વક  104મો અષાઢી બીજ મહોત્સવ તારીખ:-7/7/2024 સ્વયંભૂ માનવમેદની ઉમટી પડી હતી. વહેલી સવારના 7:00 કલાકે રથયાત્રા નીકળી હતી. ત્યારબાદ સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા નું ધ્વજા રોહન થયુ હતુ. સાંજના 5:00 કલાકે મહાપ્રસાદ, સંધ્યા સમયે સંત શ્રી કોલવા ભગતની મહા આરતી કરવામાં આવી હતી અને રાત્રે 9:00 કલાકે સુપ્રસિદ્ધ કલાકાર શ્રુતિ પટેલ, સંજય સોજીત્રા અને પ્રીત રાજગોરે મહા મેદમીમાં ધૂમ મચાવીઆમ ભજન, ભોજન સાથે ભક્તિના ત્રિવેણી સંગમ સમો આ 104મો અષાઢી બીજ ઉત્સવ ભવ્યથી અતિ ભવ્ય બની રહ્યો હતો.

ગોંડલ

ગોંડલ જેતપુર રોડ પર આવેલ સાંઢીયાપુલ વાળા મામાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 મો ભવ્ય અષાઢી બીજ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતુ. સવારે 9.00 વાગ્યે 52 ગજની ધજા મંદિર તરફથી ચડાવવામાં આવી હતી. ત્યાર બાદ બપોરે 11 વાગ્યે  ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા ના હસ્તે ધ્વજાજીનું પૂજન કરી ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાવનાબેન રૈયાણી, નાગરિક બેન્કના ચેરમેન અશોકભાઈ પીપળીયા, પિન્ટુભાઈ ચુડાસમા, ધુલાભાઈ રૈયાણી, બ્રિજરાજસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દેરડી (કુંભાજી) ગામે રૈયાણી પરિવાર ના કુળદેવી શ્રી રાજબાઇ માતાજી ના મંદિરે અષાઢી બીજ ના પાવન દિવસે સવારથી જ ભક્તજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી પોહચ્યા હતા સવારે વાજતે ગાજતે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું ગોંડલ નાં ભોજરાજપરા માં આવેલા પ્રસિધ્ધ ખિજડા મામાદેવ મંદિર ખાતે 47માં અષાઢીબીજ મહોત્સવ ની ઉજવણી કરાઇ હતી.મહંત ચંદુબાપુની નિશ્રા માં નવચંડી યજ્ઞ,ધ્વજારોહણ તથા બટુકભોજન નું આયોજન કરાયુ હતુ.

 અમરેલી

આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રી જગન્નાથ ભગવાનની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું.  અષાઢી બીજ ના પાવન પર્વ નિમિત્તે બીના કા.ચોક ની સામે આવેલ ગોપાલ લાલજી ની હવેલી ભગવાન શ્રી જગન્નાથ ભગવાનની મહા આરતીનું આયોજન કરવામાં આવેલું જેમાં હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ અને બીજી ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ આ મહા આરતીનો ઉપસ્થિત રહી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ બામટા જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મજબૂત સિંહ બસીયા સંજયભાઈ પોપટ રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ ડિમ્પલબેન પોપટ રાષ્ટ્રીય મહિલા ઓજસ્વી અધ્યક્ષ નિરાલી બેન વ્યાસ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ હિતેશભાઈ મહેતા પ્રતાપભાઈ રાજપુત અને સમાજસેવક એવા પ્રિન્ટર ડીજે મહેતા સાહેબ તેમજ પાર્થિવભાઈ જોશી વસંતભાઈ આચાર્ય દેવાંગભાઈ આચાર્ય તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા ધર્મચાર્ય અધ્યક્ષ નિલેશભાઈ સોલંકી તેમજ દેવેશભાઈ આચાર્ય અજયભાઈ આચાર્ય અને બોહળી સંખ્યામાં ભક્તજનો અને હિન્દુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીની મહા આરતી કરવામાં આવી હતી..

ધોરાજી

બીજના દિવસે શ્રી સહજાનંદ સંસ્કાર ધામ ફરેની મુલાકાત લેતા સાંસદ  પુરુષોત્તમ ભાઈ રૂપાલા તેમજ ઘનશ્યામ મહારાજ ના દર્શને અને સદગુરુ રામાનંદ સ્વામી આર્રટ ગેલેરી ના દર્શન કરી ખુબ દિવ્યતા અનુભવીહતી

ગાંધીધામ

ગુજરાતભરમાં પ્રખ્યાત અંજાર  તીર્થસ્થાન સમું છે.   અહીં હિન્દપારની ચોકી ગોઠવી. તે અજેપાળ વિ. સં. 741માં દેવ થયા.અંજારમાં તેમનું મંદિર હજી પણ અસ્થાનું સ્થાન ગણાય છે. અષાઢી બીજ ના દિવસે સવારથી સાંજ સુધી ભક્તોની ભીડ જોવા મળે છે.   અષાઢી બીજ ના દિવસે લોકો અહીંયા નાળિયેર પધરાવે છે.અષાઢી બીજ ના દિવસે  સવારના દાદાની ધજા અને શરગર કરવામાં આવે છે અને સાંજના દાદાની મહા આરતી કરવામાં આવે છે.

  જુનાગઢ

સમગ્ર દેશમાં જ્યારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી ની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે જુનાગઢ ખાતે બપોર બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભગવાન જગન્નાથજીની શોભા યાત્રા નીકળી હતી. હાસુભાઈ યાત્રા માં ભગવાન જગન્નાથજીના દર્શન કરવા બોડી સંખ્યામાં લોકો કલાકો પહેલા જ રસ્તા પર  લાઈનો લગાવી બેઠા હતા.ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા શહેના ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.જૂનાગઢમાં ગંધ્રપવાડામાં પુરી જગન્નાથજીની પ્રતિકૃતિ સમાન ભગવાન જગન્નાથજી બિરાજે છે, જૂનાગઢમાં પણ અષાઢી બીજના પાવન દિવસે વહેલી સવારથી ભગવાન જગન્નાથજીની વિશેષ સેવા પૂજા કરવામાં આવી હતી અને બપોર બાદ રથયાત્રા નીકળી હતી, જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીને શાહી સ્નાન અને હાંડી ભોગ ધરાવવામાં આવ્યો હતો અને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા.ચાલુ વર્ષે જૂનાગઢમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 20 મી રથયાત્રા નીકળી હતી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી એમ ત્રણ રથમાં ભગવાનની રથયાત્રા નીકળી હતી, જગન્નાથજી નંદિઘોષ રથમાં,સુભદ્રાજી દેવી દલન રથમાં અને શ્રી બલદેવજી તાલધ્વજ નામના રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા, રથયાત્રા પૂર્વે નિજ મંદિરમાં પરંપરા અનુસાર સેવા પૂજા બાદ દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને ત્યારબાદ પહિંદવિધિ પણ કરવામાં આવી હતી, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડીયા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા સહીતના પદાધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પહિંદવિધિ બાદ રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું, શહેરના મુખ્યમાર્ગો પર રથયાચત્રા નીકળી હતી જ્યાં સેઝના ઓટા પાસે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાને પુષ્પો અર્પણ કરી વધાવવામાં આવી હતી, વહાબભાઈ કુરેશી , જીસાનભાઈ હાલાઈપૌત્રા, સહીતના મુસ્લિમ સમાજના આગેવાનો તથા બટુકભાઈ મકવાણા, રમેશભાઈ બાવડીયા સહીતના કોળી સમાજના આગેવાનો દ્વારા રથયાત્રામાં જોડાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓને પુષ્પ અર્પણ કરી રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. જગન્નાથજી મંદિરથી શરૂ થયેલી રથયાત્રા સેજના ઓટા, દિવાન ચોક, પંચહાટડી ચોક, આઝાદ ચોક, એમ.જી.રોડ, જવાહર રોડ થઈને પરત ફરી હતી, મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાન જગન્નાથજીની નગરચર્યાના દર્શનનો લ્હાવો લીધો હતો….

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.