• ટ્રકને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો : 22 ઈજાગ્રસ્ત, 6ની હાલત ગંભીર

સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અસ્માત સર્જાયો હતો. જેમાં પ્રવાસે આવેલા લોકોની લકઝરી બસ ઘાટીમાં ખાબકી ગઈ હતી. જેથી ઘણા લોકો લકઝરી નીચે દબાયા હતા. જેમાં સુરતના રહેવાસી સગા ભાઈબહેનના મોત થયા હતા. જ્યારે 22 ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 6ની હાલત ગંભીર હોવાથી 2ને આહવા સિવિલમાં અને 4ને સુરત સિવિલમાં રિફર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, બસમાં કુલ 66 લોકો સવાર હતા.

સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અસ્માત સર્જાયો હતો. જેમાં પ્રવાસે આવેલા લોકોની લકઝરી બસ ઘાટમાં ખાબકી ગઈ હતી. જેથી ઘણા લોકો લકઝરી નીચે દબાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ આખી ઉંધી વળી ગઈ હતી. જો કે ઘટનાને પગલે પોલીસ અને ફાયરની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાટ નીચે દબાયેલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા. જેસીબી અને ક્રેનનની મદદથી લક્ઝરી બસને ઘાટમાંથી બહાર કાઢવામાં આવી હતી.ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.

સુરતથી પ્રવાસે આવેલા પ્રવાસીએ જણાવ્યું હતું કે, અમે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે, બસવાળાએ આઈસરવાળાને ઓવરટેક કર્યો હતો. જે દરમિયાન અચાનક ગાડી ઘાટમાં ઉતરી ગઈ હતી. અમે 18 લોકો ફરવા આવ્યા હતા. જો કે બસમાં કુલ 65 લોકો સવાર હતા.બસમાં સવાર કુલ 66 લોકોમાંથી 57 પ્રવાસીઓ હતા. જેમાંથી સુરતના એક પરિવારના 2 સગા ભાઈબહેનના મોત થયા હતા. જ્યારે 22 લોકો ઘાયલ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 6 લોકોની હાલત ગંભીર હોવાથી 2ને આહવા સિવિલમાં અને 4ને સુરત સિવિલમાં રિફર કરાયા છે. જ્યારે 6 લોકોને સામાન્ય ઈજાઓ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા.ઘટનામાં મૃતક બંને ભાઈબહેનની ઓળખ અતીફા અસ્ફાક શેખ (ઉં..7, રહે. ગોપીપૂરા સુરત મોમના વાડ), ઉમર અસ્ફાક શેખ (ઉં..3, રહે. ગોપીપૂરા સુરત મોમના વાડ) તરીકે થઇ છે. જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત શબ્બીર મીયામહમદ મનસુરી (ઉં..50), જાવેદ નાઝીર લકડાવાલા (ઉં..42), અલીના અમીર સૈયદ (ઉં..8), સુલતાના અનવર સૈયદ (ઉં..60), ઝાકીર નાસીર સૈયદ (ઉં..32), આસીયા અમીર સૈયદ (ઉં..9)ની સારવાર ચાલી રહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.