• પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીનો જન્મદિવસ
  • આંબેડકર નગરના 150થી વધુ બાળકોને પુસ્કતો અને નોટબુક કીટનું વિતરણ
  • બટુક ભોજન કરાવીને ઉજવણી કરાઈ WhatsApp Image 2024 07 07 at 08.53.24 ea487397

ઉના ન્યૂઝ : જન્મ દિવસની ઉજવણી લોકો સામાન્ય રીતે કેક કાપીને અને પાર્ટી માનવીને ઉજવતા હોય છે જેમા સગા સબંધીઓ અને મિત્રોમાં અનેરો ઉત્સાહ હોય છે. ત્યારે મંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીના જન્મ દિવસ નિમિત્તે ઉના ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી.WhatsApp Image 2024 07 07 at 08.53.24 8fe6e05c

પુરુષોત્તમ સોલંકીના મોટા દીકરા દિવ્યેશ સોલંકીનો જન્મ દિવસ છે. ઉનામાં તેમના સાળા ભાવેશ બાંભણીયા તેમજ મિત્રોએ દિવ્યેશ સોલંકીના જન્મ દિવસની ઉજવણી અલગ રીતે કરવામાં આવી. આ પ્રસંગે  ઉનાના વેરાવળ રોડ ઉપર આવેલા આંબેડકર નગરના 150થી વધુ બાળકોને પુસ્કતો અને નોટબુક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આ ઉપરાંત બટુક ભોજન કરાવીને આ ઉજવણીને યાદગાર બનાવવામા આવી હતી.

ભાવેશ ઠાકોર

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.