• તબીબે નાસ આપવાની દવા મશીન મારફતે આપવાનું કહેતાં નર્સિંગ સ્ટુડન્ટએ ઇન્જેક્શન
  • આઈવી મારફતે આપતા, પાંચ માસના બાળકે કાયમ માટે આંખ મીચી દીધી

રાજકોટની ઝનાના હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગમાં સારવારમાં રહેલા પાંચ મહિનાના બાળકને નર્સીંગ સ્ટુડન્ટએ નાસ લેવાનું મશીનમાં આપવાની દવા ઇન્જેક્સનમાં ભરી બાળકને આપી દેતા બાળકની હાલત ગંભીર બની હતી,જેથી બાળકને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું હતું.જેનું આજે સવારે મોત નિપજતા પરિવારમાં આક્રંદ સાથે શોકનું મોજું ફરી વળ્યુ હતું.મૃતક બાળકનો મૂળ બિહારનો અને ગોંડલ કારખાનામાં મજૂરી કામ કરતો હતો.

વધુમાં બાળકને ન્યુમોનિયા અને અન્ય બીમારી હોવાથી ઝનાના હોસ્પિટલમાં એક મહિનાથી દાખલ કરવામાં આવ્યો હતો. બાળક સ્વસ્થ બની ડિસ્ચાર્જ થવાની તૈયારીમાં હતું ત્યારે હોસ્પિટલમાં અભ્યાસ માટે આવતા આનંદ ઇન્સ્ટિટ્યૂટ કોલજેના નર્સીંગ સ્ટુડન્ટની બેદરકારીનો ભોગ બન્યું હતું. પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ બિહારના અને હાલ ગોંડલના જામવાડી નજીક રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં રહેતા બીરેન્દ્ર કુશવાહાનો પાંચ માસના પુત્ર રાજની એકાદ માસ પૂર્વે તબીયત બગડતા પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં બાળકોના વિભાગના દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકને ન્યુમોનિયા, અને ટી.બી.ની અસર હોવાનું નિદાન થતા દાખલ કરી એક મહિનાની લાંબી સારવાર દરમિયાન બાળક સ્વસ્થ બન્યું હતું. નવજાત હોવાથી તેના માતા સોનાબેન આઈસીયુ વોર્ડમાં સાથે રહેતા હતા. બાળકને કફ જેવું હોવાથી કેટલાક દિવસથી નેબેલાઇઝર મશીનમાં દવા નાખી નાશ આપવામાં આવતો હતો. ગઈકાલે વોર્ડમાં અભ્યાસ માટે આવતા નર્સીંગ સ્ટુડન્ટને ફરજ પરના નર્સીંગ સ્ટાફે બાળકને નેબેલાઇઝરની દવા નાખી નાસ આપવાનું કહ્યું હતું.પરંતુ શિખાઉ નર્સિંગ સ્ટુડન્ટએ નેબેલાઇઝરમાં દવા નાખવાની બદલે 50 એમએલના ઇન્જેક્સનમાંથી દવા ભરી બાળકને આઈવી મારફતે આપી દેતા બાળકને સીધી જ અસર થઇ હતી.જેથી બાળકની તબિયત ખરાબ થતા તાત્કાલિક વેન્ટિલેટર પર ખસેડાવમાં આવ્યું હતું. પરંતુ ઝનાના હોસ્પિટલના નર્સિંગ સ્ટુડન્ટની બેદરકારીને કારણે બાળકે આજ સવારે આંખ મીંચી લેતા પરિવારમાં આક્રંદની સાથે કલ્પાંતનું મોજુ ફરી વળ્યુ છે.પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથધરી કાર્યવાહી શરૂ કરી છે.

બાળકની માતાએ ના પાડવા છતાંય ઇન્જેક્શન આપ્યું: મૃત્તક બાળકના પિતા

મૃતક બાળક રાજના પિતા બિરેન્દ્ર કુશવાહાએ જણાવ્યું હતું કે, પુત્રની સાથે મારી પત્ની પણ રહેતી હતી અને કેટલાક દિવસથી બાળકને નાશ આપતા હતા એટલે તેને ખબર હતી કે આ દવા મશીનમાં નાખી પુત્રને નાસ આપવામાં આવે છે. જ્યારે આ ઘટના ઘટી ત્યારે  નર્સિંગ  સ્ટાફ ઇન્જેક્સન આપવા માટે આવ્યો ત્યારે તેને ના પાડી હતી કે આ ઇન્જેક્સનમાં નહિ મશીનમાં નાખી દવા આપવાની છે. બે થી ત્રણ વાર ના પાડવા છતાંય ન ધ્યાને લેતા ડોક્ટરને પૂછી લેવા કહ્યું હતું છતાં પણ સ્ટાફમાંથી એક નર્સિંગ સ્ટુડન્ટએ  ઇન્જેક્શન હાથમાં આપી દીધું હતું અને તેના પુત્રની તાત્કાલિક તબિયત લથડવા લાગી હતી. બાળકની માતાએ બૂમો પાડી સ્ટાફ સહિતના દોડી આવ્યા હતા. અને અન્ય જાણકાર તબીબે નર્સિંગ સ્ટાફને બોલચાલમાં આ ઇન્જેક્શન નહોતું આપવાનું એમ જણાવી બાળકને  વેન્ટિલેટર ઉપર તાત્કાલિક ખસેડતા પુત્ર રાજનું આજ રોજ વ્હેલી સવારે મોત નિપજ્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.