• ‘સહાનુભૂતિ મેળવવા આંધળા-બહેરાની માનવતા સામે 27 લોકોના મૃત્યુની ઘટના વચ્ચે માનવતાનુ પનુ કંઈ બાજુ ભારે છે’ સહિતની સ્પે.પી.પી.ની દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી
  • ટીઆરપી ગેમઝોન અગ્નીકાંડની ગોઝારી ઘટનામા 27 લોકોના મોત મામલે ગુનાના કામે પકડાયેલ આરોપી અશોકસિંહ જગદીશસિંહ જાડેજા તથા કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ રેગ્યુલર જામીન પર મુક્ત થવા સેશન્સ કોર્ટમાં કરેલ જામીન અરજી ચાલી જતા બંને જામીન અરજીઓ રાજકોટના એડિશનલ સેસન્સ જજ એસ.ડી.સુથાર સાહેબ દ્વારા નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

ટીઆરપી ગેમઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર ધવલ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી અને રાહુલ લલિતભાઈ રાઠોડ તથા તપાસમા ખુલવા પામે તે તમામ સામે 50 મીટર પહોળુ અને 60 મીટર લાંબુ અને બેથી ત્રણ માળ જેટલુ ઊંચુ લોખંડ તથા પતરાનું ફેબ્રિકેશનનુ માળખુ ઉભુ કરી ગેમઝોન બનાવી તેમાં આગ લાગવાની ઘટના બને તો પહોચી વળી, આગ રોકી, મનુષ્ય જીવનને બચાવી શકાય એવા કોઈ અસરકારક ફાયરના સાધનો રાખ્યા વગર કે ફાયર એનઓસી કે પ્રમાણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામાં ગેમઝોન ચલાવી તેમા આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવ મૃત્યુ થવાની સંભાવના હોવાની જાણકારી હોવા છતા ગેમઝોન ચાલુ રાખી 27 લોકોના મૃત્યુ નીપજાવી ગુનો કર્યા અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરીયાદ આપેલ હતી.

ઉપરોકત ગુનાના કામે ધરપકડ પામેલ આરોપી અશોકસિંહ જાડેજા તથા કિરીટસિંહ જાડેજાએ રેગ્યુલર જામીન ઉપર મુકત થવા રાજકોટની સેસન્સ કોર્ટમાં જામીન અરજીઓ કરી તેઓ નિર્દોષ હોવાનુ અને સીધી કે આડકતરી રીતે સંડોવાયલ ન હોવાનુ, યોગદાન નહી હોવાનુ અને સ્લીપીંગ પાર્ટનર હોવાનુ તેમજ અશોકસિંહ આંધળા તથા બહેરા હોવાનુ કરેલ રજુઆતો સામે સ્પે.પી.પી. તુષાર ગોકાણી તથા એડી. સ્પે.પી.પી.નિતેશ કથીરિયા દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ભોગ બનનાર પરીવાર વતી વિગતવાર વાંધા રજૂ કરી એડવોકેટ સુરેશ ફળદુ સહિતનાઓએ રજૂઆત કરેલ કે અરજદારોના પ્રથમથી જ ફરિયાદમા નામ છે, સબ ચલતા હે ની જેમ આ કિસ્સો મેન મેઈડ ટ્રેજેડીનો કિસ્સો છે.

વધુમાં એવી દલીલ કરી હતી કે, ગેમઝોન બિઝનેસ ઉપર સંપૂર્ણ કંટ્રોલ અરજદારોનો હતો, અરજદારો જમીન માલિક કમ પેઢીના ભાગીદાર કમ એક પેઢીને ભાડા કરાર કરી આપી તેમા ગેરકાયદેસર બાંધકામ તથા ફેબ્રીકેશન ઉભુ કરી બે રોકટોક ગેરકાયદેસર ધંધાઓ 2021થી અરજદારો ચાલવા દેતા હતા. આ વખતે અરજદારોના ધ્યાનમાં હતુ કે, અગ્નીસામક વસ્તુઓ સ્થળ પર નથી કે તેનો પરવાનો નથી કે જરૂરી લાયસન્સો નથી ગેમઝોનમા એકઝીટ ગેઈટ નથી ગેમઝોનમા બાળકો તથા તેના સબંધીઓ અંદર છે તેવા સમયે વેલ્ડીંગ કરવાથી તેનો તીખારે નીચે રહેલ ઝડપથી આગ પકડી લે તેવી વસ્તુ ઉપર પડવાથી આગ લાગી શકે અને માનવ જીંદગીનો અંત આવી શકે તેવા જ્ઞાન સાથે નફાખોરીના હેતુથી રહેણાંકની જગ્યા ઉપર કોમર્શીયલ બીઝનેશ ચલાવતા હતા.

ગેરકાયદેસર બાંધકામ હટાવવા નોટીસો મળ્યા બાદ પણ હટાવવામા આવેલ ન હોવાનુ અને ગત વર્ષે પણ 2023માં આગની ઘટના ઘટેલ છતા ફાયર સેફટી અંગેના પરવાના લીધા વગર માનવ જીંદગી જોખમાય તેમ હોવાની હરેક બાબતો અરજદારોના જ્ઞાનમા હતી.ત્યા તેઓની ઓફિસ હતી, તેઓનુ મોનીટરીંગ હતુ. ગુનાના કામે પ્રીપેરેશન એકટ અને નોલેજની આરોપીઓની હાજરી છે. લોકોએ જીવ ગુમાવવા પડે એવા જ્ઞાન સાથે આરોપીઓએ ગુનો આચરેલ છે. એક અરજદારે આંધળા, બહેરા હોવાનો બચાવ લીધેલ પરંતુ, ગુનો દાખલ થયા પહેલા તેઓ સહી કરતા હતા અને ગુનો દાખલ થયા બાદથી સહાનુભૂતિ મેળવવા આંધળા બહેરાની માનવતા સામે 27 લોકોના મૃત્યુની ઘટનામા માનવતાનુ પનુ કઈ બાજુ ભારે છે તે લક્ષે લેવુ જોઈએ.

આ તબકકે દોષારોપણનુ સ્વરૂપ ગુનાની ગંભીરતા પ્રથમ દર્શનીય ટેકો આપતા પુરાવાનું સ્વરૂપ સાહેદો સાથે ચેડા થવાની સંભાવના હોય અને આ કોઈ કુદરતી નહી પરંતુ માનવસર્જીત અગ્નીકાંડનો બનાવ બનવા પામેલ જેમાં આરોપીઓના કારણે 27 જીવ ગુમાવેલા હોય પરીવારના માળા વેરવીખેર થઈ ગયેલ ત્યારે બંને આરોપીઓની જામીન અરજી નામંજુર કરવી જોઈએ. જે તમામ પક્ષેની રજુઆતો, તપાસનિશ અધીકારીના સોગંદનામા, ભોગ બનનાર પક્ષેના વાંધાઓ તેમજ સ્પે. પી.પી., એડી. સ્પે. પી.પી. અને ભોગ બનનાર પરીવારપક્ષેના વકીલની રજૂઆતો લક્ષે લઈ બંને અરજદારોની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવવામા આવેલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.