• આધુનિક ટેકનોલોજી અને નિષ્ણાંત ડોકટરોની મદદથી હવે અંધાપો સંંપૂર્ણ બન્યો ‘નિવાર્ય’

માનવ દેહમાં આંખનું વિશેષ મહત્વ છે. ‘આંખ’ વિના સઘળું નકામું હોય એવું લાગે છે. તેવી આંખ  અમૂલ્ય રત્ન છે. તેથી આંખની કાળજી લેવી આવશ્યક છે. પરંતુ દિન-પ્રતિદિન આંખને લગતી સમસ્યા વધતી જાય છે. યુવાનો અને બાળકોમાં આંખના નંબરની સમસ્યા વધતી જાય છે. ત્યારે આજે ચશ્મા પહેરવા કોઇને ગમતા નથી તેથી લેસિક સર્જરી કરાવે છે. આંખના નંબર ઉતારવા માટે લેસિક પઘ્ધતિ આશીર્વાદરૂપ સાબિત થઇ છે.

લેસિકનો અર્થ લેસર અસીસ્ટેડ ઇન સી ટુ કેરાટોમિલેઇયુસિસ કહેવામાં આવે છે. આ પઘ્ધતિ થકી સરળ શબ્દોમાં લેસિક સર્જરી આંખના નંબર ઉતારવામાં મદદ કરે છે. લેસિક સર્જરી આપણી આંખમાં રહેલ કોર્નિયાને આકાર આપવામાં મદદ કરે છે. પરિણામે દ્રષ્ટિ સ્પષ્ટ બને છે. લેસિક સર્જરીની અનેકવિધ પઘ્ધતિઓ છે જેથી જોવામાં થતી તકલીફ સંપુર્ણ રીતે સમાપ્ત થઇ જાય છે. પીડારહિત સર્જરી દરમિયાન અગવડ નથી પડતી. આ ઉપરાંત કોઇ પાટા બાંધવા  પડતા નથી. ચશ્મા કે લેન્સની જરુરીયાત રહેતી નથી પરંતુ આ ટ્રીટમેન્ટ અમુક વયના લોકો માટે જ છે. સૌ કોઇને અનુકુળ નથી આવતી સર્જરી થકી બન્ને આંખોમાં એકી સાથે ઓપરેશન કરવામાં આવે છે સૌથી ઝડપી અને સલામત છે. પરેજી પાડવાની બહુ જરુરીયાત રહેતી નથી. સામાન્ય રીતે આડ અસરો ઓછી છે. આવી લેસિક સર્જરી નંબર ઉતારવા  માટેની શ્રેષ્ઠ પઘ્ધતિ છે.

‘સ્માઇલ’ સર્જરી થકી દર્દીને તાત્કાલીક  રૂઝ આવે છે: ડો. અનિમેષ ધ્રુવ

‘અબતક’ સાથેની વાતચીતમાં નિમેશ ધ્રુવએ જણાવ્યું હતું કે, રપ વર્ષથી તેઓ લેસર સર્જરી સાથે જોડાયેલા છે. હવે તો એડવાન્સ ટેકનોલોજી દ્વારા સચોટ પરિણામ આવવા લાગ્યા છે. અનેક વિધ સોફટવેરની તાત્કાલીક રૂઝ આવે છે. બ્લેડ લેસ, સ્માઇલ, સર્જરી અતિ ખર્ચાળ છે પરંતુ તેનું પરિણામ સચોટ છે. વર્તમાન સમય ટેકનોલોજીને આધીન થઇ ગયો છે. ટી.વી, લેપટોપ, કમ્પ્યુટર, મોબાઇલ સહીતના સાધનો આંખ માટે નુકશાનકારક છે. માટે આંખની કાળજી લેવી જરૂરી બની રહે છે.

આંખના નંબર ઉતારવા માટે લેસર પઘ્ધતિ વરદાનરૂપ: ડો. દેવ્યાની

‘અબતક’ સાથેની વાતચીતમાં સર્જન દેવ્યાનીબેનએ જણાવ્યું હતું કે, જેઓને ચશ્મા પહેરવાની ઇચ્છા ન હોય તેઓ માટે ચશ્માથી છુટકારો મેળવવા માટે લેસીક સારવાર કરવામાં આવે છે. પરંતુ આ ટ્રીટમેન્ટ જેઓને આંખના નંબર સ્થિર રહેતા હોય કીકી શકિતશાળી હોય તથા અમૂક નંબર સુધી જ ઓપરેશન શકય બને છે. આમ તો નંબર ઉતારવાની અનેક પઘ્ધતિઓ અસ્તિત્વમાં છે પરંતુ દરેકની આંખ માટે અનુરુપ હોય એવું બનતું નથી. ઘણી વખત મેક-અપ કે પાણી ન અડે તેવું સામાન્ય કાળજી રાખવી પડે છે. લેસર ટ્રીટમેન્ટ બાદ વર્ષો સુધી નંબર આવતા નથી પરંતુ વ્યકિતની ઉમર થવાથી ઓપરેશન બાદ પણ બેતાલા નંબર કે મોતિયો આવે તો સામાન્ય કહી શકાય

આધુનિક પઘ્ધતિ થકી પાંચ મિનિટમાં સર્જરી શકય બની છે: ડો. અનુરથ સાવલિયા

‘અબતક’ સાથેના વાતચીતમાં સાવલિયા હોસ્પિટલના સર્જન અનુરથ સાવલિયાએ જણાવ્યું હતું કે, આંખના નંબર ઉતારવા માટે અનેક પઘ્ધતિમાં પ્રચલિત છે. લેટેસ્ટ પઘ્ધતિ થકી 5-6 મીનીટમાં બન્ને આંખના ઓપરેશન કરવા શકય બન્યા છે. પરેજી નામે કશું હોતું નથી. એમાં પણ પાયોનિયર પહેલું સેન્ટરમાં ખુશી સેફ છે. આ ટ્રીટમેન્ટ કરાવવા બાદ નંબર પાછા આવતા નથી. આપણું ભવિષ્ય જ સ્ક્રીન છે તેથી આંખને સ્વચ્છ રાખવી આવશ્યક છે. આંખને દુનિયા

 જોવાની બાકી છે માટે આંખ માનવદેહનું અમૂલ્ય રત્ન છે તેની કાળજી વિશેષ લેવી જોઇએ.

બાળકો માટે લેસર ટ્રીટમેન્ટ જોખમકારક: ડો. સાપોવાડિયા

‘અબતક’ સાથેની વાતચીતમાં ડો. સાપોવાડીયા એ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી આંખના નંબર ઉતારવાની પઘ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. પરંતુ સ્માઇલ ટેકનોલોજી જાણીતી છે. હવે તો અલ્ટીમેટ ‘સ્માઇલ પ્રો’ ટેકનોલોજી આવી છે. આ માટે એકસપેનશીવ મશીનો વપરાય છે. તે ખર્ચાળ હોય છે. પરંતુ તેનાથી સૌથી સલામત અને ઝડપી સચોટ પરિણામ મળે છે. પરંતુ સમય જતાં આંખ નબળી પડે એ સામાન્ય કહી શકાય આ એક મેડીકલ સાયન્સ છે જે 100 ટકા નથી પરંતુ આ સારવાર થકી ફાયદો જોવાનો છે કે જીંદગીભર ચશ્માથી છુટકારો મળે છે. બાળકો માટે આવી સર્જરી હાનિકારક છે તેથી બાળકો માટે સર્જરીનું જોખમ ન ખેડવા અનુરોધ કરેલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.