જામનગરના એસટી ડેપોમાં મહિલા મુસાફર ની છેડતી કરી રહેલા એક શખ્સને હોમગાર્ડ ના જવાને પકડી લઈ પોલીસને સુપ્રત કર્યો

એસટી ડેપોના મહિલા ટોયલેટમાં છેડતી કરવા ઘુસેલા એક શખ્સનો પીછો કરતાં ભાગી છૂટેલા શખ્સનું બાઈક હોમગાર્ડ ના જવાને પોલીસને સુપ્રત કર્યું

જામનગર તા ૫, જામનગરના એસ.ટી. ડેપોમાં એક શખ્સ મહિલા મુસાફરની છેડતી કરી રહેલો નજરે પડ્યો હતો. જેથી ત્યાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડના બે જવાનોએ તેને પકડી પાડ્યો હતો, અને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. આ ઉપરાંત એસટી ડેપોના મહિલા ટોયલેટમાં એક લેડીઝ ની છેડતી કરવા ઘુસેલા એક શખ્સનો હોમગાર્ડના જવાનોએ પીછો કરતાં બાઇક છોડીને ભાગી છુટ્યો હતો, જે બાઈક કબ્જે કરી પોલીસને સુપ્રત કર્યું છે.

J3 1

જામનગરના એસટી ડેપોમાં ગઈ રાત્રે હોમગાર્ડના બે જવાનો જયેન્દ્ર વારા તેમજ નિશિત મહેતા પોતાની નાઈટ ફરજ માં હતા જે દરમિયાન એક શખ્સ લેડીઝ મુસાફરની છેડતી કરી રહ્યો હતો, જેથી તેને પકડી લઈ સીટી એ. ડિવિઝન પોલીસમાં સુપ્રત કરી દીધો છે. જે શખ્સ નશો કરેલી હાલતમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ ઉપરાંત એસટી ડેપોના લેડીઝ ટોયલેટમાં મહિલાની છેડતી કરવા માટે ઘુસ્યો હોવાનું હોમગાર્ડના જવાનો જયેન્દ્ર વાળા તેમજ નિશિત મહેતાને ધ્યાનમાં આવતાં તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પોતાનું બાઈક છોડીને ભાગી છુટ્યો હતો.

J4

જેથી હોમગાર્ડના જવાનોએ જી.જે.૧૦ ડી.એસ.૧૧૯૭ નંબર

નું બાઈક કબ્જે કરી લઈ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધું છે. જે બાઈકના નંબરના આધારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

જામનગર:સાગર સંઘાણી 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.