- જમ્મુ સાયબર પોલીસે લોકોને વિવિધ વેબસાઈટ દ્વારા નકલી હેલિકોપ્ટર ટિકિટો વેચનારા વિશે આપી ચેતવણી
ભારત જેમ ખેતીપ્રધાન દેશ છે એવી જ રીતે ધાર્મિક દેશ પણ છે અહીં લોકો દરેક ધાર્મિક સ્થળ ઉપર પોતાની આસ્થા અને શ્રદ્ધા મુજબ દર્શનાર્થે જતા હોય છે ત્યારે અમરનાથ અને વૈષ્ણોદેવી જાત્રા નો એક અલગ જ મહિમા છે જ્યાં દર વર્ષે લોકો ખૂબ મોટા પ્રમાણમાં દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. પરંતુ સાયબર ગઠિયાઓ યાત્રિકોને પણ પોતાના ચંગુલમાં ફસાવવાનું કારસ્તાન આચરે છે. એવી જે ઘટના સામે આવી રહી છે કે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ અને વૈષ્ણવદેવીના દર્શને જે કોઈ યાત્રિકો જઈ રહ્યા છે તેમને બોગસ વેબસાઈટ મારફતે ખોટી હેલિકોપ્ટર ટિકિટ આપવાનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે જમ્મુ સાયબર પોલીસ દ્વારા આ અંગે ચેતવણી પણ આપવામાં આવી છે ને કહેવાયું છે કે અધિકૃત વેબસાઈટ ઉપરથી જ હેલિકોપ્ટરની ટિકિટ બુક કરવી.
જમ્મુ સાયબર પોલીસે ગુરુવારે અમરનાથ યાત્રા અને શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા માટે હેલિકોપ્ટર ટિકિટના ઓનલાઈન વેચાણમાં છેતરપિંડીના કેસોમાં વધારો થતાં જાહેર ચેતવણી જારી કરી છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલ એડવાઈઝરીમાં, જમ્મુ સાયબર પોલીસે લોકોને વિવિધ વેબસાઈટ દ્વારા નકલી હેલિકોપ્ટર ટિકિટો વેચનારા છેતરપિંડી વિશે ચેતવણી આપી હતી. એડવાઈઝરીમાં ટિકિટ બુક કરાવનારા લોકોને વેબસાઈટની અધિકૃતતા ચકાસવા અથવા માન્ય સ્ત્રોતોમાંથી જ ટિકિટ ખરીદવા વિનંતી કરવામાં આવી છે. કોઈપણ પ્રશ્નો માટે અથવા સાયબર ગુનાઓની જાણ કરવા માટે, જનતાને સલાહ આપવામાં આવે છે કે તેઓ 1930 પર કોલ કરે અથવા ૂૂૂ.ભુબયિ ભશિળય.લજ્ઞદ.શક્ષ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવે. એડવાઈઝરી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તકેદારી અને સાવચેતીના મહત્વ પર ભાર મૂકે છે.