ચોમાસાની સીઝન શરૂ થતાંની સાથે જ રોગોનો ફેલાવો થતો હોય છે. આ ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ઘણી નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં ઘણા રોગો અને ચેપનું જોખમ વધી જતું હોય છે. આ સિઝનમાં તમારે પોતાના ખાનપાનનું ખાસ ધ્યાન રાખે છે. ઘણા લોકો આ સિઝનમાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું બંધ કરી દેતા હોય છે.
આ મોસમ કેટલાક પ્રકારના બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, જંતુઓ અને અન્ય રોગ પેદા કરતા જીવોના વિકાસ માટે અનુકૂળ હોય છે. ગરમીથી રાહત આપવાની સાથે વરસાદની મોસમ આપણી જીવનશૈલીમાં પણ પરિવર્તન લાવે છે. આ ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ઘણી નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં ઘણા રોગો અને ચેપનું જોખમ પણ વધી જાય છે. આ સિઝનમાં લોકો પોતાના ખાનપાનનું ખાસ ધ્યાન રાખે છે. ઘણા લોકો આ સિઝનમાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું બંધ કરી દે છે.
ચોમાસાની ઋતુ કાળઝાળ ગરમીથી તો રાહત આપે છે. પણ આ ઋતુ તમારા સ્વાસ્થ્ય માટે એટલી સારી નથી. વરસાદની ઋતુમાં શરદી, ઉધરસ, ફ્લૂ, ફૂડ પોઈઝનિંગ વગેરે જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી જાય છે. બદલાતા હવામાનને કારણે વરસાદની ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આના લીધે ચેપી રોગોમાં વધારો થાય છે. ઉનાળાની ઋતુમાં સૂર્યપ્રકાશ જમીનને જીવાણુનાશિત કરવામાં મદદ કરે છે. પણ ચોમાસામાં સૂર્યપ્રકાશના અભાવે પાંદડાને ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. આવા સમયમાં સારા સ્વાસ્થ્યને જાળવવા માટે ફક્ત વરસાદની ઋતુમાં લીલા પાંદડાવાળા શાકભાજીને યોગ્ય રીતે સાફ કરવા માટે જ નહીં પણ તેને યોગ્ય રીતે ખરીદવું પણ જરૂરી બને છે. તો ચાલો જાણીએ કે વરસાદની ઋતુમાં લીલા શાકભાજી ખરીદતી વખતે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
પાલક
સારી પાલક ખરીદતી વખતે તમારે પહેલા તેના રંગ પર ધ્યાન આપવું જોઈએ. તમે ઘેરા લીલા પાલકની ક્યારેય ખરીદી ન કરો. આવી પાલકમાં કલર ભેળસેળ હોય છે. જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. પાલકનો રંગ હંમેશા લીલો અને પીળો મિશ્રણ હોવો જોઈએ.
ફૂલકોબી
આ મોસમમાં ફૂલકોબી ખરીદવાનું બંધ રાખો. કારણ કે ફૂલકોબી મોટાભાગે અંદરથી બગડેલી હોય છે. બજારમાંથી હંમેશા હળવા અને સામાન્ય કદના ફૂલકોબી ખરીદવાનું રાખો. જે તમારા સ્વાસ્થય માટે મદદરૂપ બને છે.
તારો પાંદડા
તમારે બજારમાંથી તારોના આ નાના પાન ક્યારેય ખરીદવા ન જોઈએ. બજારમાંથી હંમેશા મધ્યમ કે મોટા કદના તારોના પાન ખરીદવાનું રાખો. આનું કારણ એ છે કે નાના પાંદડાવાળા તારો પાંદડામાં જંતુઓ દેખાતા નથી અને શાકભાજી માટે તેને કાપવામાં પણ મુશ્કેલી પડે છે. તેથી કરીને આ પાંદડા ખરીદતી આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
ફુદીનો
ફુદીનો ખરીદતા પહેલા હંમેશા પહેલા તેના પાંદડા તપાસવાનું રાખો. જો ફુદીનાના પાન પર કોઈ નિશાન દેખાય અથવા પાંદડા વાંકડિયા થઈ ગયા હોય તો આવા ફુદીના ખરીદવાનું બંધ કરો. આવા ફુદીનાના પાંદડામાં નાના-નાના જીવજંતુઓ છુપાયેલા હોય છે. બજારમાંથી હંમેશા સાફ અને ગાઢ પાંદડા વાળો ફુદીનો ખરીદવાનું રાખો.
ધાણા
વરસાદનું પાણી પાકની વૃદ્ધિ, જીવાતો અને રોગો પર અસર કરે છે. ભેજ અને ગંદકીના કારણે ધાણા દૂષિત થવાનું જોખમ વધી જાય છે. આ દિવસોમાં તમારે ધાણા ન ખાવા જોઈએ. આ સિવાય બજારમાં મળતી અલગ અલગ ભાજી ન ખાવી જોઈએ.
લીલા શાકભાજી ખાતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
તમારે ચોમાસાની ઋતુમાં પાંદડાવાળા શાકભાજીને સંપૂર્ણપણે ખાવાનું બંધ ન કરવું જોઈએ નહીં. તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમે જ્યારે રસોઈ બનાવતી વખતે આ શાકભાજીનો ઉપયોગ કરો છો ત્યારે થોડી કાળજી રાખવી જોઈએ. જો તમે પણ વરસાદની ઋતુમાં તમારા આહારમાં પાંદડાવાળા લીલા શાકભાજીને સામેલ કરવા માંગો છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
હૂંફાળા પાણીમાં થોડું મીઠું અથવા વિનેગર ઉમેરીને શાકભાજીને ધોઈ લો. આ શાકભાજીમાં છુપાયેલાં બેક્ટેરિયા અને જંતુઓને સાફ કરવામાં મદદરૂપ બને છે. કોઈપણ વાનગી બનાવતા પહેલા શાકભાજીને ઉકાળવી જોઈએ.
આ ઋતુમાં તમે બહારનું ખાવાનું ઓછું કરી દો. જેથી કરીને તમારા સ્વાસ્થ્યને કોઈ નુકશાન ન થાય. જો તમને તમારી તબિયત ખરાબ લાગે તો ડોક્ટર પાસે યોગ્ય તપસ કરવો.