- જાહેરમાં મેળાવડો જમાવીને બેસનારાઓએ પોલીસને જોઇને ભાંગ્યા
- ૯ વાહન ચાલકો દંડાયા
- શહેરમાં ગુનાખોરીને અટકાવવા સિટી–A ડિવિઝન સર્વેલન્સ પોલીસની ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ‘ યોજાઇ
જામનગર ન્યૂઝ : શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગુનાખોરીને અટકાવવા માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી સિટી–A ડિવિઝન પોલીસ સ્ટેશનના PI નિકુંજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના PSI એમ.એન.રાઠોડ દ્વારા યોજવામાં આવેલી નાઇટ ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો ઝપટે ચડ્યા હતાં. જેમાં ૯ જેટલા વાહન ચાલકો સામે રૂ.6100ની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
રૂ.6100ની દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ
શહેરના દરબારગઢ વિસ્તારમાં ટ્રાફીક ડ્રાઇવમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોરવ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારા ૯ લોકો સામે રૂ.6100ની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સિટી–A ડિવિઝન પોલીસ દ્વારા દુકાનો નજીક કે, જાહેર સ્થળોએ વાહનો સાઇડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમુક લોકો તો પોલીસને જોઇને ભાંગ્યા હતા. સિટી–A ડિવિઝન પોલીસની આ કાર્યવાહીથી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સાગર સંઘાણી