અંતિમ ટી-20 વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે
પ્રથમ બે મેચમાં શ્રીલંકાને હરાવ્યા બાદ રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમની નજર હવે ત્રીજી અને છેલ્લી મેચને જીતી સીરીઝ ૩-૦ થી પોતાના નામે કરવા પર હશે. જયારે શ્રીલંકા છેલ્લી મેચ જીતીને પ્રવાસનો અંત જીત સાથે કરવાનો પ્રત્યન કરશે. બંને ટીમ વાનખેડે સ્ટેડીયમમાં સામ-સામે હશે.
India એ પ્રથમ મેચમાં ૯૩ રનથી જીત મેળવી હતી જયારે બીજી મેચમાં ૮૮ રનથી શ્રીલંકાને હરાવ્યું હતું.
ટીમ ઇન્ડિયાની બેટિંગ બંને મેચમાં સારી રહી છે. લોકેશ રાહુલે બંને મેચમાં અડધી સદી ફટકારી છે, જ્યારે રોહિત શર્માએ છેલ્લી મેચમાં શાનદાર સદીની ઇનિંગ રમી હતી.
આ બંનેને ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા, મનીષ પાંડે, દિનેશ કાર્તિક અને શ્રેયસ અય્યરથી સારૂ સમર્થન મળી શકે છે. ધોનીએ પણ બંને મેચમાં બેટિંગથી મહત્વનું યોગદાન આપ્યું હતું.
જયારે બોલિંગમાં ભારતની તાકાત કુલદીપ યાદવ અને યુજ્વેન્દ્ર ચહલ છે. આ બંનેએ વનડે અને ટી-૨૦ સીરીઝમાં શ્રીલંકાના બેટ્સમેનોની વિકેટ પર ટકવા દીધા નહોતા. બીજી મેચમાં પણ જ્યારે શ્રીલંકન બેટ્સમેન રનો વરસાદ કરી રહ્યા હતા, ત્યારે આ બંનેએ શ્રીલંકા ટીમની સતત વિકેટ લઈને રોક્યું હતું. ઝડપી બોલિંગમાં જસપ્રીત બુમરાહ પર ભાર હશે.
ભારત સીરીઝ પહેલાથી જ પોતાના નામે કરી ચુક્યું છે. એવામાં રોહિત શર્મા બેંચ પર બેસેલા થંપી, દીપક હુડ્ડા, મોહમ્મદ સિરાઝ, વૉશિંગ્ટન સુંદરને પણ તક આપવામાં આવી છે.
જયારે શ્રીલંકા સામે પડકાર પર પડકાર રહેલો છે. ત્રીજી મેચ પહેલા તેમને જટકો લાગ્યો છે. ટીમના અનુભવી ખેલાડી એન્જેલો મેથ્યુઝ ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ ગયા છે. બીજી મેચમાં તે બેટિંગ કરવા ઉતર્યા નહોતા.
બેટિંગમાં તેમની સપૂર્ણ આશા ઉપુલ થરંગા, નિરોશન ડિકવેળા અને કુશલ પરેરા પર હશે.
બોલિંગ શ્રીલંકાની સૌથી કમજોર બાબત રાહી છે જે અત્યાર સુધી કોઈ પ્રભાવ છોડી શક્યા નથી. કેપ્ટન હોવાની સાથે થીસારા પરેરા પર બોલિંગ આક્રમણને પણ સુધારવાની જવાબદારી છે.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, દિનેશ કાર્થિક, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવન્દ્ર ચહલ, કુલદિપ યાદવ, દીપક હુડ્ડા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, બસીલ થમ્પી , જયદેવ ઉનાડકટ
શ્રીલંકા : થિસારા પરેરા (કેપ્ટન), ઉપુલ થરંગા, કુસલ પરેરા, દાનુશકા ગુણાથિલકા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), અસેલા ગુણારત્ને, સાદીરા સમરાવિક્રમા, દાસુ શનકા, ડી સિલ્વા, પાથિરના, ધનજ્ય ડી સિલ્વા, નુવાન પ્રદીપ, વિશ્વાના ફર્નાડો, દુશમંથા ચામીરા.