- જે નક્ષત્રમાં વ્યક્તિનો જન્મ થયો હોય તે મુજબ તેમના આરાધ્ય વૃક્ષને રોપી તેની પૂજાથી મળે છે શ્રેષ્ઠ પરિણામ
પર્યાવરણની રક્ષા માટે વૃક્ષો મહત્વના છે તેમ જ્યોતિષ અને આયુર્વેદ ચિકિત્સામાં પણ તેનું મહત્વ છે આપણા પુરાણોમાં વૃક્ષોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે વૃક્ષ વાવવાથી ગમે તેવા નડતા ગ્રહો અને મુશ્કેલીઓને ટાળી શકાય છે. માનો કે ન માનો પણ ગ્રહપીડાને વૃક્ષ ઉછેર દ્વારા દૂર કરી શકાય છે. અચરજ પમાડે તેવી આ વાત પુરાણોમાં અને ભારતીય સંસ્કૃતિમાં વર્ણવાયેલી છે. 12 રાશિ અને 27 નક્ષત્રોના આરાધ્ય વૃક્ષો શાસ્ત્રોમાં સૂચવાયા છે.
નક્કી કરવામાં આવ્યું છે. તે મુજબ જે નક્ષત્રમાં વ્યક્તિનો જન્મ થયો હોય તે મુજબ તેના આરાધ્ય વૃક્ષને રોપી તેની પૂજા કરે તો તેના સારા પરિણામો પ્રાપ્ત થાય છે. વૃક્ષ પૂજન એ ઈશ્વર પૂજનનું એક માધ્યમ હોય શકે છે. તેના કારણે આ પરિકલ્પના કરવામાં આવી છે આ ઉપરાંત આસોપાલવ આંબો લીમડો પીપળો આ બધા વૃક્ષ કોઈ પણ વ્યક્તિ વાવી શકે છે ગ્રહ કરતા વૃક્ષ વધારે લાભ પડદાઇ છે અત્યારના સમયમાં ગ્રહોના સાચા નંગ મેળવવા કઠિન અને મોંઘા છે આર્થિક જન્મન ક્ષત્રનું વૃક્ષ વાવી જતન કરવાથી જીવનમાં પ્રગતિ થાય છે.
મેષ અને વૃશ્ચિક રાશિ
વૃશ્ચિકના જાતકોને નાગકેસર, સાવર વાવવા જોઈએ. મેષ તથા વૃશ્ચિક રાશિના જાતકોએ ખેરના ઝાડને રોજ એક લોટો જળ અર્પિત કરવું જોઈએ.
વૃષભ અને તુલા રાશિ
વૃષભ જાંબુ, ખેર અને ઉંબરો અને તુલા અર્જુન, બીલી, નાગકેસર વાવવા જોઈએ. વૃષભ તથા તુલા રાશિના જાતકને ગૂલમહોરના ઝાડને રોજ એક લોટો જળ અર્પિત કરવું જોઈએ.
મિથુન અને ક્ધયા રાશિ
મિથુન બીલી, કરેણ, ખેર અને ક્ધયા રાશિને જુહી, પાયરી, બીલી વાવવા જોઈએ. મિથુન અને ક્ધયા રાશિના જાતકોએ આંબાના ઝાડને રોજ એક લોટો જળ અર્પિત કરવું જોઈએ.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોએ નાગકેસર, પીપળો, બીલી ઝાડ વાવવા જોઈએ. કર્ક રાશિના જાતકોએ પલાશના ઝાડને રોજ એક લોટો પાણી ચઢાવવું જોઈએ.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોએ આંકડાના ઝાડને રોજ એક લોટો પાણી ચઢાવવું જોઈએ.
ધન અને મીન રાશિ
ધન રાશિએ નેતર, ફણસ, સાલ અને મીન રાશિના જાતકોને લીમડો, મહુડો,આંબાના ઝાડ વાવવા જોઈએ. ધન અને મીન રાશિના જાતકોને પીપળાના ઝાડને રોજ (રવિવારને છોડીને) એક લોટો જળ ચઢાવવું જોઈએ.
મકર તથા કુંભ રાશિ
મકર રાશિએ ખીજડો અને કુંભ રાશિએ આંબો, કદમ, ખીજડો વાવવો જોઈએ. મકર તથા કુંભ રાશિના જાતકોને શમી (ખીજડા)ના વૃક્ષ ઉપર નિત્ય એક લોટો જળ અર્પિત કરવું જોઈએ.
જન્મ નક્ષત્ર પ્રમાણે વૃક્ષ
અશ્વિની નક્ષત્રમાં ઝેરકોચલું ભરણીમાં આંબો, કૃતિકામાં ઉંમરો રોહિણીમાં જાંબુડો , આદ્રા માં અગર, પુનાવસુમાં વાસ, પુષ્પમાં પીપળો, અસ્લેશામાં ચંપો, મઘામાં વડ ,પૂર્વ ફાલ્ગુની મા ખાખરો, ઉતરા ફાલ્ગુની મા પીપળો , હસ્તમાં કંચકા, ચિત્રામાં દિલ્હી ,સ્વાતિમાં કડાયો કાળીયો વિશાખામાં બાવળ અનુરાધા માં ચંપો ,જયેષ્ઠા માં લોદર માલોદર મૂળમાં રાળ , પૂર્વસાઢા નેતર , ઉત્તરાસાઢામાં ફણસ ,શ્રવણમાં આંકડો ધનિષ્ઠા માં ખીજડો, શતાભિષામાં કદમ , પૂર્વાભાદ્રપદમાં આંબો , ઉતરાભાદ્રપદ લીમડો, અને રેવતીમાં મહુડો વાવવાથી લાભદાય
શુભ ફળ આપનારા વૃક્ષો
- * દાડમ: દાડમ નું ઝાડ ઘરમાં વાવવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો થાય છે
- *હળદર નો છોડ: હળદર નો છોડ ઘરમાં હોવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત બને છે તથા સાંસારીક સુખની પ્રાપ્તિ થાય છે
- *નાળિયેરી: નાળિયેર નું ઝાડ ઘરમાં વાવવાથી જીવનમાં માન સન્માનમાં ખૂબ વધારો કરે છે જે ઘરમાં નાળિયેરીનું ઝાડ હોય છે એ ઘરમાં લોકોની શરૂઆત કરે છે તેમાં તેમને સફળતા મળે છે
- * આસોપાલવ: આસોપાલવનું ઝાડ ઘરમાં હોવાથી નવગ્રહ ની શાંતિ થાય છે તથા માનસિક શાંતિ પણ મળે છે જીવનમાં પ્રગતિ થાય છે દરેક શુભ કાર્યમાં આસોપાલવનું તોરણ ઘરના મુખ્ય દરવાજા પર બાંધવામાં આવે છે જેનાથી નવગ્રહની શાંતિ થાય છે
- * આમળાનો છોડ: આમળાનો છોડ ઘરમાં હોવાથી આરોગ્ય સારું રહે છે
- * ગલગોટા નો છોડ ઘરમાં લગાવવાથી દાંપત્ય જીવન સુખી રહે છે.