- જીકાસ પોર્ટલ દ્વારા ફાળવવામાં આવેલા પ્રવેશ પછી 10થી 1પ ટકા જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવ્યા નથી
ધો.1ર પછી કોઇપણ ફેકલ્ટીની કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે આજથી, ર6 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે તેવી અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હાલની સ્થિતિ એવી છે કે, જીકાસ પોર્ટલ દ્વારા ફાળવવામાં આવેલ પ્રવેશ પછી 10થી 1પ ટકા જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવ્યા નથી. પ્રવેશ મળ્યો છે તે ક્ધફર્મ કરાવવા વિદ્યાર્થીઓ તૈયાર ન હોવા સામે અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવો છે પરંતુ કોલેજ દ્વારા ફાળવણી કરવામાં આવતી નથી. શિક્ષણ વિભાગ, યુનિવર્સિટીએ વચ્ચે જ પ્રવેશ અંગે કોઇ સંકલન કે વિદ્યાર્થીઓને યોગ્ય રીતે, સરળ ભાષામાં ગાઇડલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. સરકારી સીસ્ટમથી કંટાળેલા અને નાણાં ખર્ચી શકે તેવા વાલીઓએ પોતાના બાળકોને ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લેવાનું મન મનાવી લીધાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ વષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે ર6 જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરુઆત થનાર હતી. જયારે ર7 ઓકટો.થી 16 નવે. દિવાળી વેકેશન અને 14 ડિસે. પ્રથમ શૈક્ષણિક સત્ર પૂરું કરવાનું રહેશે. પરંતુ નવા સત્રની શરુઆત અંગે અવઢવ સાથે કોલેજના વર્ગખડોમાં વિદ્યાર્થીઓ વાસ્તવિક રીતે અભ્યાસ માટે કયારથી જોડાશે તે પ્રશ્નાર્થ થઇ રહ્યો છે.
ગુજરાતમાં પહેલા વખત સરકારી યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પછી ફાળવાયેલા પ્રવેશમાં ગુજરાત યુનિવર્સિટીમાં 51 હજાર વિદ્યાર્થીને પ્રવેશ ફાળવ્યા પછી અંદાજે 10 હજાર વિદ્યાર્થીએ જ પ્રવેશ ક્ધફર્મ કરાવતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહ્યા હોય અથવા તો અન્ય યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લીધા હોવાની વિગતો બહાર આવી છે. આમ, સમર્થ અને જીકાસ બન્ને વચ્ચે સંકલનને અભાવે હજારો વિદ્યાર્થીઓ, પ્રોફેસર, કો-ઓર્ડિનેટર તમામે હેરાનગતિ ભોગવવાનો વખત આવ્યો છે.
સૌ.યુનિ.માં 1.18 લાખ સીટ સામે માત્ર 47 હજાર વિધાર્થીઓનું જ રજીસ્ટ્રેશન!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1,18,240 સીટ સામે 47,714 વિદ્યાર્થીએ એડમિશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં એજ્યુકેશન, સાયન્સ, આર્કિટેક્ચર, આર્ટસ, બિઝનેસ મેનેજમેન્ટ, કોમર્સ, મેડિકલ, હોમ સાયન્સ, લો, પરર્ફોર્મિંગ આર્ટસ સહિતની ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે. જોકે, પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે 60 ટકા જેટલી સીટ ખાલી રહી છે, જ્યારે 40.35 ટકા સીટ ભરાઈ છે. રાજકોટની અન્ય ખાનગી યુનિવર્સિટીની સાપેક્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખુબ જ ઓછી સીટ ભરાઈ તેનુ કારણ એ છે કે, અહીં મોડી પ્રવેશ પ્રક્રીયા શરૂ થઈ અને ૠઈઅજ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન ફરજિયાત છે.
પોર્ટલ અને ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં વિસંગતતા વચ્ચે ભીસાતા વિદ્યાર્થીઓ
જીકાસ પોર્ટલ થકી ધો.1ર પછી વિદ્યાર્થીઓને કોલેજ પ્રવેશ મેળવવામાં સરળતા રહેશે. સમગ્ર પ્રકિયા પારદર્શી અને ઝડપથી પૂર્ણ થવાની સરકારની સંભાવનાઓ સામે પોર્ટલના રગશિયા ગાડાએ પાણી ફેરવી દીધાની સ્થિતિ ઉદ્દભવી છે. આ પોર્ટલ શરુઆતમાં ધીમું અને કયારેક કલાકો સુધી વિદ્યાર્થીઓને ઓનલાઇન એન્ટ્રી કરવા ન દેતું હોવાની ફરિયાદો થવા પામી હતી. હવે કોલેજો શરુ થઇ રહી છે ત્યારે પોર્ટલની વિસંગતતાના કારણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ પરેશાનીભરી સ્થિતિમાં મૂકાયેલા વિદ્યાર્થીઓના હિતમાં સરકાર ઝડપથી નિર્ણય જાહેર કરે તેવું વાલીઓ ઇચ્છી રહ્યા છે. જેમાં જાણકારોના મતે ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં વિદ્યાર્થીઓએ કરેલ ભૂલને સુધારવા માટે પોર્ટલ રી-ઓપન કરવામાં આવે કા તો યુનિવર્સિટીઓ પોતે સ્વત્રંત નિર્ણય લે.