ગુજરાતી ફિલ્મોમાં પોતાનાં અભિનયથી ધૂમ મચાવીને ફેન્સનું દિલ જીતનાર મલ્હાર ઠાકરનો આજે જન્મદિવસ છે અને હવે અભિનેતાએ 34માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. નાના બાળકો હોય કે મોટેરાઓ હોય કે પછી તેનાં જેવો જ યુવા વર્ગ હોય તે સૌનાં મનમાં વસી ગયો છે મલ્હાર ઠાકર. ‘વિકીડા’થી લઈને ‘સાહેબ’ના તેના કિરદારો તેને પર એકદમ અદ્ભૂત રીતે બંધ બેશે છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો રોમેન્ટિંક હિરો કહો કે કોમેડી હિરો કહો તમામમાં મલ્હાર ઠાકર છવાઈ જાય છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી લોકપ્રિય થયેલો મલ્હાર અગાઉ વર્ષ 2012માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’માં નાની ભૂમિકા ભજવી ચૂક્યો છે.
મલ્હાર ઠાકર ગુજરાતી નાટકો દ્વારા આગળ આવેલા અભિનેતા છે. ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ખૂબ પોપ્યુલર થયેલા મલ્હાર ઠાકરે છેલ્લો દિવસ પછી પાછુ વળીને જોયુ નથી. વિકીડાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ બનાવી છે. બાળનાટકથી કરિયરની શરૂઆત કરનાર અને ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકરની હિટ ફિલ્મ પર એક નજર કરીએ.
છેલ્લો દિવસ ફિલ્મમાં મલ્હારે નામ બનાવ્યું
એક ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ અને થિયેટર ઉદ્યોગમાં કામ કરે છે. મલ્હારે શરૂઆતમાં થિયેટર અભિનેતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને થિયેટરમાં 9 સફળ વર્ષ પૂરા કર્યા બાદ તેણે ફિલ્મ છેલ્લો દિવસમાં કામ કર્યું હતું અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર બની હતી અને મલ્હારને તેના અભિનય માટે ખૂબ પ્રશંસા પણ મળી હતી. વર્ષ 2017માં તે કેશ ઓન ડિલિવરી અને લવ ની ભવાઈ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.
હવે વાત કરીએ સત્યવ્રત (મલ્હાર ઠાકર) જે પાણી પ્રેમી છે અને સાવિત્રી (દિક્ષા જોષી) જે પ્રાણી પ્રેમ છે તો અમે વાત કરીએ ફિલ્મ ‘શરતો લાગુ’ની. આ ફિલ્મ 19 ઓક્ટોબર 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના દિગ્દર્શક નિરજ જોષી હતા અને આ ફિલ્મ સિમ્પલ, રોમેન્ટિક અને કોમેડી સ્ટોરી છે. ફિલ્મમાં મનોરંજનની સાથે હાસ્ય પણ છે. ફિલ્મના ડાયલોગ પણ શાનદાર છે. અમદાવાદ, સુરત, વડોદરા અને કચ્છમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે.
શું થયુ? ફરીથી ‘છેલ્લો દિવસ’ના કાસ્ટ એક સાથે આ ફિલ્મમાં જોવા મળ્યા હતા. જેમા મલ્હાર ઠાકર, આર્જવ ત્રિવેદી, મિત્ર ગઢવી, યશ સોની અને કિંજલ રાજપ્રિયા. આ એક કોમેડી ફિલ્મ છે અને ક્રિષ્નદેવ યાજ્ઞિક ફિલ્મના ડિરેક્ટર છે.
મલ્હારનો જન્મ ગુજરાતનાં સિદ્ધપૂરમાં 28 જૂન 1990માં તેનો જન્મ થયો છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં એકાદ બે એપિસોડમાં પણ કામ કર્યું છે. મલ્હાર તેનું ભણતર અમદાવાદની નવરંગ સ્કૂલ અને શેઠ સીએન વિદ્યાલયથી પૂર્ણ કર્યું છે. મલહારે 30 વર્ષની ઉંમરમાં ઘણું બધું હાંસીલ કરી લીધુ છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે જેનું નામ ‘ટિકિટ વિન્ડો એન્ટરટેઇનમેન્ટ’ છે. જે તેને એપ્રિલ 2020માં શરૂ કર્યું હતું.