સૌરાષ્ટ્ર-કચ્છમાં પોણા બે ઇંચ જેવો છૂટો છવાયો વરસાદ: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ: સૌથી વધુ સાબરકાંઠાના પોસીનામાં બે ઇંચ જ્યારે ભૂજમાં દોઢ ઇંચ વરસાદ, ભાવનગર-જેતપુરમાં સવા ઇંચ જેટલો વરસાદ

રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ જમાવટ કરતા વિવિધ સ્થળે દોઢથી પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જો કે, વીજળી પડવાથી અને નદીમાં આવેલા પુરમાં તણાઇ જવા સહિતની વિવિધ ઘટનામાં કુલ ચાર વ્યક્તિના મૃત્યુ પામ્યા હતા. કચ્છના ભૂજમાં દોઢથી વધુ જ્યારે ભાવનગર થતા જેતપુર સવા ઇંચ જેટલો વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં વાદળાઓ બંધાય છે પરંતુ વરસાદ હજુ જોય તેવો જામતો નથી. ઘણા ખરા વિસ્તારોમાં ઝાપટા પડ્યા બાદ અસહ્ય બફારાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે.

રાજકોટ શહેરમાં સખત બફારા વચ્ચે વાદળર્છાંયુ વાતાવરણ રહ્યું હતું. તેની વચ્ચે બે જોરદાર ઝાપટા થયા હતા અને રાજકોટમાં 9 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. બપોરે શહેરનું તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું અને હવામાં ભેજ 91 ટકા રહેવા પામ્યો હતો. જેને લઇને અસહ્ય બફારાનો લોકોએ અનુભવ કર્યો હતો. બીજી બાજુ રાજકોટના જેતપુરમાં સવા ઇંચ વરસાદથી ચોમેર પાણી ભરાયા હતા. ઉપરાંત કોટડા સાંગાણીમાં અડધો ઇંચ અને રાજકોટના જિલ્લાના અન્ય પંથમમાં પણ છૂટા છવાયા વરસાદ વરસ્યા હતા.

વરસાદ અને વીજળી પડવાના કારણે વધુ ચાર વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક ગામમાં વીજળી પડતા 50 વર્ષની વ્યક્તિનું મોત નિપજ્યું હતું. હળવદ તાલુકાના જોગડ ગ્રામ્ય પંચાયત હેઠળ આવતા શક્તિગઢ ગામે 22 વર્ષના યુવક ઉપર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ચિત્રોડી ગામે ભેંસ ઉપર વીજળી પડતા ભેંસનું મોત નિપજ્યું હતું.

જામનગર જિલ્લાના કાલાવડના ડેરી ગામના ખેડૂત ધર્મેન્દ્રસિંહ વાડીમાં મધ્યપ્રદેશના પરિવાર ખેત મજૂરી કરતો હતો. તેમના પરિવારના મહિલા, બાળક સહિત પાંચ સભ્યો ભગત ખીજડીયા ગામે ગાડા પર બેસી પરત ફરી રહ્યા હતા. તે સમયે વરસાદના કારણે વોંકળામાંથી પસાર થઇ રહેલું બળદગાડું પાણી તણાયું હતું. જેમાં બે બળદ અને એક દોઢ વર્ષના બાળકનું મોત થયું હતું.

કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભૂજ પંથકમાં ધોધમાર દોઢ ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. જેને કારણે ચોમેર પાણી-પાણી થઇ ગયું હતું. એકધારા વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. નખત્રાણામાં પણ દોઢ ઇંચ જેવા વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. ભચાઉ તાલુકામાં પણ મેઘમહેર થઇ હતી. સરેરાશ સામાન્યથી એકાદ ઇંચ પાણી પડી જતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. હવામાન વિભાગે આજે સુરત, ભરૂચ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી સહિતની જગ્યાએ ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરી છે. નેઋત્યનું ચોમાસુ વધુ ભાગોમાં આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરર્ક્યુલેશન સર્જાયું છે. મધ્યપ્રદેશ અને પૂર્વ-ઉત્તર પ્રદેશ પર એક સિસ્ટમ બની છે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની વકી છે. આગામી દિવસોમાં ભરૂચ, સુરત, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.