• ભારે વરસાદને કારણે રાજધાનીમાં જનજીવનને અસર
  • ગઈકાલથી સતત વરસતા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ: હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી

દિલ્હીમાં સતત વરસાદને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં દુર્ઘટના સર્જાઈ છે. એરપોર્ટના ટર્મિનલ 1ની છત તૂટી પડી હતી. જેના કારણે ઘણી ટેક્સીઓ અને કાર દબાઈ ગઈ હતી. જેમાં એકનું મોત થયું છે જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વાહનોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ ઘટના આજે સવારે 5 વાગ્યે બની હતી.

ભારે વરસાદને કારણે દિલ્હી એરપોર્ટ પર અકસ્માત સર્જાયો હતો. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત જોરદાર પવન અને ભારે વરસાદના કારણે તૂટી પડી હતી, જેના કારણે કાર કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનાને કારણે 20થી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે નોઈડાની વાત કરીએ તો ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે 29મી અને 30મી જૂને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે. 28મી જૂને દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.