રેસકોર્સ ગ્રાઉન્ડમાં થીમ્સ એન્ડ ડ્રિમ્સ ઈવેન્ટ મનોરંજન સાથે ખરીદીનો ખજાનો
માઈક્રોફાઈન આટાચકકી પ્રસ્તુત થીમ્સ એન્ડ ડ્રીમ્સ ઈવેન્ટસ આયોજીત આજથી તા.૩૧/૧૨ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિસમસ ટ્રેડ ફેરનો પ્રારંભ થયો છે. ટ્રેડ ફેર વર્ષોથી થઈ રહ્યો હોય રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લે છે. જે આ વર્ષે દર વર્ષ કરતા વધુ મોટા પ્રમાણમાં અને અત્યાધુનિક રીતે ફેર યોજવામાં આવ્યો છે. ફેરમાં બધા જ પ્રકારના સેગમેન્ટના સ્ટોલોને આવરી લેવાયા છે. જયાં અત્યાધુનિક વસ્તુઓનું પ્રદર્શન તેમજ વેચાણ કરવામાં આવશે. રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની નામચીન કંપનીઓ આ ટ્રેડફેરમાં ભાગ લઈ રહી છે.
ફેરની મુલાકાત બપોરે ૩ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી લઈ શકાશે. ફેરમાં એફએમસીજી, કિચનવેર, ડોમેસ્ટીક અટલાયન્સ, ઘરગથ્થુની વસ્તુઓ, હેલ્થ, ફિટનેશ, ગીફટ આર્ટિકલ્સ તેમજ બીજા ઘણા પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. આ ફેરની આકર્ષકતા રોજે રોજ સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ડાન્સ સ્પર્ધા યોજાશે. ખાસ ક્રિસમસના વેકેશનમાં લોકલ આનંદ સાથે ફેરને માણી શકે તેવું આયોજન ક્રિષ્નસિંહ જાડેજા અને હિતેશભાઈ દોશી તેમજ યશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે. તો રાજકોટ વાસીઓ ઉલ્લાસભેર આયોજનમાં સહભાગી થાય અને મુલાકાત લે તેવી અપીલ કરવામાં આવે છે.
વધુ વિગત માટે ૯૮૯૮૧ ૦૦૩૦૩, ૯૮૯૮૩ ૪૬૮૩૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.