આપણી બાળપણની યાદોને તાજા કરવા માટે વરસાદ પ્ર્યાપ્ત છે. સ્કૂલથી રજા લેવાનાં બહાને અને પછી વરસાદમાં ન્હાવાનો આનંદ જ કઈક અલગ હોય છે. વરસાદની સાથે આપણી કોઈને કોઈ યાદો તો જોડાયેલી જ હોય છે. ઉનાળાની ઋતુ પૂર્ણ થયા બાદ ચોમાસાની સીઝન શરૂ થાય છે. જે આપણને કાળઝાળ ગરમીથી રાહત આપે છે. વરસાદની ઋતુમાં ગરમાગરમ પકોડા ખાવા અને ચા પીવાનો આનંદ જ કઈક અલગ હોય છે. કેટલાક લોકો વરસાદમાં નહાવાને ઘણી બીમારીઓ સાથે જોડી દે છે. જ્યારે કેટલાક લોકો વરસાદમાં નહાવાને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માને છે. તો ચાલો જાણીએ કે વરસાદમાં નહાવાથી શરીરની કઈ કઈ સમસ્યાઓ દૂર થાય છે.
વરસાદમાં ન્હાવાથી થતાં ફાયદાઓ :-
પહેલા વરસાદમાં નહાવાથી તમને તણાવમાંથી રાહત મળે છે અને ખુશીની અનુભૂતિ થાય છે.
વરસાદ એ કુદરતનો આશીર્વાદ છે. જ્યારે તમે વરસાદમાં ભીના થવા જાવ છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. વરસાદ જ્યારે આવે છે ત્યારે ધરતી પર એક અલગ જ ચમક લાવે છે. વૃક્ષનું દરેક પાંદડું નવું અને ચમકદાર લાગે છે. વૃક્ષોની આ હરિયાળી જોઈને દરેક વ્યક્તિનું મન ખુશ થઈ જાય છે. તેવી જ રીતે ઉનાળાની ગરમી બાદ જ્યારે વરસાદના ટીપાં શરીર પર પડે છે ત્યારે શરીર અને મન પ્રફુલ્લિત થઈ જાય છે. વરસાદની માનવ શરીર પર માનસિક અસર પડે છે. તે તમને માનસિક શાંતિ અને પ્રસન્નતા આપે છે. પછી ભલે તે માત્ર થોડા સમય માટે જ હોય. આ સિવાય વરસાદમાં નહાવાના ઘણા ફાયદાઓ છે.
મેટાબોલિઝમ વધે છે.
વરસાદમાં દરેક વ્યક્તિનું શરીર ઠંડું પડી જાય છે અને ઠંડીના વાતાવરણમાં તમારા શરીરમાં ઊર્જાની માંગ વધે છે. આ ઠંડીની સ્થિતિમાં કોઈપણ પ્રકારની કસરત કરતી વખતે તમારા શરીરનું તાપમાન વધે છે. જો તમે ઠંડા તાપમાનમાં કામ કરી રહ્યાં છો. તો વરસાદનું વાતાવરણ તમારા શરીરને ઠંડક આપવામાં મદદરૂપ બને છે. તેથી વરસાદમાં દોડવાથી તમારું મેટાબોલિઝમ વધી શકે છે.
ત્વચા પરની ફોલ્લીઓથી રાહત આપે
ઉનાળાની ઋતુમાં ત્વચાની સમસ્યાઓનું મુખ્ય કારણ પરસેવો છે. જ્યારે વરસાદની સીઝન શરૂ થતાં વરસાદના ઠંડા પાણીમાં નહાવાથી તમને ફોલ્લીઓથી રાહત મળે છે. રેઈન બાથ તમારા શરીરને માત્ર ઠંડક જ નહીં પણ ફોલ્લીઓની પણ સારવાર કરે છે. વરસાદનું પાણી તમારી ત્વચાના તાપમાનને સંતુલિત કરે છે અને ઉનાળાની ગરમીથી રાહત આપે છે.
વાળને ચમકદાર બનાવે છે.
વરસાદના પાણીમાં ન્હાવાથી તમારા વાળ ચમકદાર અને લાંબા થાય છે . વરસાદના પાણીમાં એસિડિક હોવાથી તે તમારા માથાની ગંદકી અને અશુદ્ધિઓને ધોઈ દે છે. જો તમે દરરોજ વરસાદના પાણીમાં વાળને ધોવાનું રાખો તો તમારા વાળ લાંબા બને છે . વરસાદમાં સ્નાન કર્યા પછી, તમારે ફક્ત તમારા વાળને હળવા શેમ્પૂથી ધોવાનું રાખવું જોઇએ. વરસાદના પાણીમાં આવા ઘણા મિનરલ્સ મળી આવે છે જે મનુષ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. જે તમારા વાળને મજબૂત અને ચમકદાર બનાવવાનું કામ કરે છે. સાથોસાથ તેમાં ભારે ધાતુઓ પણ હોતા નથી. તેનાથી વાળ ખરવાનું પણ ઓછું થાય છે.
વિટામિન B12 મળે
વરસાદનું પાણી ખૂબ હળવું હોય છે અને વરસાદના પાણીમાં pH આલ્કલાઇનનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. આલ્કલાઇન પાણીમાં 8 અથવા 9નું pH સ્તર હોય છે. એવું માનવામાં આવે છે કે આલ્કલાઇન પાણી ધીમે ધીમે શરીરમાં એસિડના પ્રમાણને ખતમ કરે છે. તેમજ શરીરમાં એસિડ ઓગળવાની આ પ્રક્રિયા વિવિધ રોગોને રોકવામાં પણ મદદ કરે છે. તેથી તમારા શરીરને વિટામિન B12 મળે છે. જો તમે વિટામિન્સ B12 મેળવવા માંગતા હો તો તમારે વરસાદમાં 10-15 મિનિટ માટે સ્નાન કરવું જોઇએ.
તણાવમાથી રાહત આપે છે.
વરસાદમાં નહાવાથી એન્ડોર્ફિન્સ અને સેરોટોનિન જેવા સુખી હોર્મોન્સ બહાર આવે છે. આ હોર્મોન્સ તમને તણાવમાથી રાહત આપે છે. જેનાથી તમે ખુશ રહો છો. જો તમે તમારી જાતને દુનિયાની ચિંતાઓમાંથી મુક્ત કરવા માંગતા હોવ તો મોસમી વરસાદમાં નહાવાનો પ્રયાસ કરો. વરસાદ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ઉપચારની જેમ કામ કરે છે. વરસાદના પાણીમાં ન્હાવું એ તમારા હોર્મોન્સને સંતુલિત કરવાની એક સરસ રીત છે. હાર્મોન્સ કંટ્રોલ કરવા તેમજ કાનને લગતી સમસ્યાઓ માટે પણ વરસાદનું પાણી ફાયદાકારક છે. વરસાદ કાનના કોઈપણ ચેપની સારવાર અને કાનના દુખાવાથી રાહત આપે છે.