ઉનાળાની ઋતુમાં કોલ્ડ કોફીનો આનંદ માણવો દરેક વ્યક્તિને ગમે છે. સ્ટ્રોંગ કોફી, આઇસ ક્યુબ્સ અને ક્રીમની કોલ્ડ સીરપ આહા મોઢામાં પાણી આવી ગયુંને…
પરંતુ શું તમે જાણો છો કે આ સ્વાદની પાછળ કેટલાક ગેરફાયદા છુપાયેલા છે.
ગેરફાયદા
દાંત માટે ખતરો:
કોલ્ડ કોફીમાં રહેલું એસિડ તમારા દાંતના દંતવલ્કને નબળું પાડી શકે છે. આ એસિડ દાંતને ડાઘ પણ કરી શકે છે અને સમય જતાં દાંતમાં દુખાવો અને સંવેદનશીલતા પેદા કરી શકે છે.
પેટની સમસ્યા:
કોલ્ડ કોફીથી એસિડિટી અને અપચો થઈ શકે છે. તે પાચનને પણ ધીમું કરી શકે છે, જેનાથી ભૂખ ઓછી લાગે છે અને વજન વધવાની શક્યતા વધી જાય છે.
ઊંઘમાં ખલેલ:
કોફીમાં રહેલ કેફીન ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. કોલ્ડ કોફીમાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે રાત્રે ઉંઘમાં તકલીફ પડે છે.
અન્ય ગેરફાયદા: કોલ્ડ કોફીમાં ખાંડ અને ક્રીમનું પ્રમાણ વધુ હોય છે, જે સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધારી શકે છે.
શુ કરવુ?
કોલ્ડ કોફીનું સેવન ઓછું કરો.
કોફી પીધા પછી બ્રશ અવશ્ય કરો.
કોફીમાં ખાંડ અને ક્રીમનું પ્રમાણ ઓછું કરો.
દિવસમાં મોડે સુધી કોફી ન પીવી.
કોલ્ડ કોફીનો સ્વાદ અદ્ભુત છે, પરંતુ તેના ગેરફાયદાને પણ અવગણી શકાય નહીં. તેથી, તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, કોલ્ડ કોફીનું સેવન લીમીટમાં કરો.