પશુઓને બેફામ અપાતી બે એન્ટી બાયોટિક દવાઓ ઉપર પ્રતિબંધની તૈયારી
બેક્ટેરિયલ અને પેશાબના ચેપની સારવાર માટેની ક્લોરામ્ફેનિકોલ અને નાઈટ્રોફ્યુરાન દવા પશુઓને આપવામાં આવતી હોવાથી સરકાર એક્શનમાં
અબતક, નવી દિલ્હી: માણસ માટે બનાવવામાં આવેલી બે એન્ટીબાયોટિક દવાઓ પશુઓને આપવામાં આવતી હોવાથી સરકાર એક્શનમાં આવી છે. આ બન્ને દવાઓ ઉપર સરકાર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સરકાર ક્લોરામ્ફેનિકોલ અને નાઈટ્રોફ્યુરાન ક્લાસની એન્ટિબાયોટિક્સના ઉત્પાદન, આયાત અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહી છે કારણ કે આ દવાઓનો મરઘાં અને અન્ય પશુ આહારમાં દૂર ઉપયોગ કરવામાં આવે છે. બંનેનો ઉપયોગ સામાન્ય રીતે મનુષ્યોમાં બેક્ટેરિયલ અને પેશાબના ચેપની સારવાર માટે થાય છે.
ભારતની ટોચની દવા સલાહકાર સંસ્થા – ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ ટૂંક સમયમાં ફૂડ-પ્રોડક્શન સિસ્ટમ્સમાં ઉપયોગ માટે ક્લોરામ્ફેનિકોલ અને નાઇટ્રોફ્યુરાન દવાઓની આયાત અને ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાના મુદ્દા પર વિચારણા કરશે, એમ જાણકાર લોકોએ જણાવ્યું હતું.
આ બાબતની અગાઉ ડ્રગ્સ ક્ધસલ્ટેટિવ કમિટી (ડીસીસી) દ્વારા ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં સભ્યોનું માનવું હતું કે ઘણીવાર મરઘાં અને અન્ય પશુ આહાર પૂરવણીઓ માટે દવાઓનો દુરુપયોગ થાય છે. તેથી, સમિતિ આ દવાઓની આયાત, ઉત્પાદન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત સાથે સંમત થઈ હતી.
મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ પણ ગયા વર્ષે પશુપાલન અને ડેરી વિભાગને મેમોરેન્ડમ સબમિટ કરીને આ જ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પગલે એનિમલ હેલ્થ ઓન એમ્પાવર્ડ કમિટી દ્વારા આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી.ત્યારબાદ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે ગયા વર્ષે ઓક્ટોબરમાં એમપીઇડીએને એક મેમોરેન્ડમ જારી કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે સમિતિને કોઈપણ ખાદ્ય ઉત્પાદનમાં ઉપયોગ માટે ક્લોરામ્ફેનિકોલ અને નાઈટ્રોફ્યુરાન દવાઓની આયાત, ઉત્પાદન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપવામાં આવે. પરંતુ સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં કોઈ વાંધો નથી.આ પછી, એમપીઇડીએએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સમિતિની ભલામણને લાગુ કરવા માટે જરૂરી પગલાં લેવા કહ્યું. આ પછી, એમપીઇડીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સમિતિની ભલામણને લાગુ કરવા માટે જરૂરી પગલાં લેવા કહ્યું.