- ઓસ્ટ્રેલીયા ટી-20 વિશ્ર્વકપમાંથી બહાર
- લો સ્કોરિંગ મેચ છતાં બાંગ્લાદેશ રનચેઇઝ કરવામાં નિવડ્યું નિષ્ફળ: ગુરૂવારે સવારે અફઘાનિસ્તાન સાઉથ આફ્રિકા અને સાંજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સેમિ ફાઈનલ જંગ
ટી20 વિશ્વ કપનો સુપર 8નો છેલ્લો મુકાબલો અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયો હતો. આ મેચ અત્યંત લો સ્કોરિંગ હોવા છતાં અફઘાનિસ્તાનની ટીમે ખૂબ સરળતાથી વિજય મેળવ્યો અને આ દિલધડક મુકાબલામાં બાંગ્લાદેશને ઓલઆઉટ કરી હતી. અફઘાનિસ્તાન એ ટોચ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં સર્વાધિક 43 રન ગુરબાઝે ફટકાર્યા હતા. ત્યાર બાદ રસીદ ખાન 19 રન અને ઝાદ્રને 18 રનની ઇનિંગસ રમી હતી. ત્યારે 20 ઓવરના અંતે અફઘાનિસ્તાનની ટીમે 115 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશને જીતવા માટે 116 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
116 રન ના લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમના રીટન દાસે અર્ધ સદી ફટકારી હતી જે બાદ એક પણ ખેલાડી સારી રમત રમી શક્યો નહોતો અને ટેકો આપ્યો ન હતો અને પરિણામ સ્વરૂપે બાંગ્લાદેશનો પરાજય થયો. અફઘાનિસ્તાન તરફથી નવીન ઉલ હકક અને રસીદ ખાને 4 – 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ફઝલ ફારૂકી અને ગુલમદીન નાયબે એક એક વિકેટ લીધી હતી. હવે 27મી તારીખે અફઘાનિસ્તાનનો મેચ આફ્રિકા સામે રમાશે ત્યારે સુપરના દિલ ધડક મુકાબલામાં જે રીતે અફઘાનિસ્તાન એ સર્વપ્રથમ ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પોતાની ક્ષમતાને ઉજાગર કરી તેનું બેનમૂન ઉદાહરણ મેચ બાંગ્લાદેશ સામે પણ જોવા મળ્યું હતું.
ઉત્કૃષ્ટ ફિલ્ડીંગ અને હીટમેનના “તોફાને” ભારતને સેમિફાઇનલમાં શાનદાર પ્રવેશ કરાવ્યો
ટી-20 વિશ્વકપના રોમાંચનો ખરો અનુભવ કરાવે તેવો મેચ જોવા મળ્યો હતો. એ વાત સાચી છે કે ભારતનો ઓસ્ટ્રેલિયા સામે વિજય થયો પરંતુ એક સમયે એવું પણ લાગતું હતું કે ઓસ્ટ્રેલિયા ભારતને હંફાવી દેશે અને હરાવી દેશે કારણ કે ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઇનિંગે ભારત માટે કપડા ચડાણ સાબિત કર્યા હતા. ભારતની વિજય પાછળ જો કોઈનો સિંહ ફાળો હોય તો તે સુકાની રોહિત શર્મા અને ત્યારબાદ ભારતના ફિલ્ડરો છે. શોર્ટ થર્ડ મેન ઉપર કુલદીપ યાદવે ઝડપેલો કેચ અને બાઉન્ડ્રી લાઈન ઉપર અક્ષર પટેલે લીધેલો કેચ મેચ નું પરિણામ બદલી નાખ્યું અને સેમિફાઇનલમાં ભારતનો ધમાકેદાર પ્રવેશ કરાવવા માટે મદદરૂપ સાબિત થયા. ભારતે તેનો અત્યાર સુધીનો અજેય દેખાવ જાળવી રાખી સંઘબળથી ઓસ્ટ્રેલિયાને સુપર-8ની મેચમાં 24 રનથી હરાવી વટભેર સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રોહિત શર્માના 41 દડામાં વિસ્ફોટક 92 રન સાથે ટીમ ઇન્ડિયાએ સ્પર્ધામાં પહેલી વખત 200 રનની પાર
જઇ 205 રન ખડક્યા હતા. આરંભમાં લડત આપનાર ઓસ્ટ્રેલિયા છેલ્લે છેલ્લે હાંફી જતાં લક્ષ્યાંકથી 24 રન દૂર સીમિત રહેતાં અદ્ધરશ્વાસે મેચ જોતા ક્રિકેટરસિકો હર્ષથી રોમાંચિત થયા હતા.
ભારતની ટક્કર હવે 27મીએ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે થશે. આજની મેચમાં હારની સાથે જ ઓસ્ટ્રેલિયા સ્પર્ધાની બહાર ફંગોળાવાની અણીએ આવી ગયું છે. 206 રનનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં સાત વિકેટે 181 રન પર સીમિત રહ્યું હતું. ટીમ વતી ટ્રેવિસ હેડે ફરી એક વખત ભારતના શ્વાસ અદ્ધર કરી 43 દડામાં 76 રન સાથે તે ક્રીઝ પર હતો ત્યાં સુધી પોતાની ટીમ માટે આશા જીવતી રાખી હતી. જો કે, ભારત માટે મહત્ત્વના તબક્કે બુમરાહ ત્રાટક્યો હતો અને તેણે હેડની વિકેટ ઝડપતાં જ બાજી ભારતના પક્ષમાં નિશ્ચિત બની હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કપ્તાન મિશેલ માર્શ 37 રન , ગ્લેન મેક્સવેલ 20 રન , ટીમ ડેવિડ 15 રન સિવાયના બેટ્સમેનો સસ્તામાં ભારતીય બોલરોનો શિકાર બનતાં ટીમે આરંભમાં જમાવેલી પકડ ઢીલી પડી ગઇ હતી. ભારતે આ સ્પર્ધામાં તેની ખાસિયત બની ગયેલી સંઘ ભાવનાને આ મેચમાં પણ જાળવી હતી. તમામ ખેલાડીએ પોતાનું યોગદાન આપી ટીમને જીત અપાવી હતી.
સતત દડા બગાડતા દુબેને ભારત બદલાવી શકશે ?
ભારતીય ટીમની જો વાત કરવામાં આવે તો ટીમ મેનેજમેન્ટ શું કામ શિવમ દુબેને રમાડે છે તેનો કોઈ અંદાજો નથી જો શિવમ દુબેને ઓલરાઉન્ડર તરીકે રમાડતા હોય તો તેને બોલિંગ પણ આપવામાં આવતી નથી. ટી20 વિશ્વ કપ હોય કે ટી ટ્વેન્ટી મેચ હોય તેમાં જરૂરી એ છે કે કોઈપણ બેટમેન આવી ઓછા દડામાં વધુ રન બનાવી આઉટ થાય તો તેનું યોગદાન યથા યોગ્ય કહેવાય પરંતુ 21 દડા રમીને 28 રન બનાવવા એ ટી ટ્વેન્ટી માટે સહેજ પણ યોગ્ય નથી. ત્યારે ગુરુવારે એટલે કે 27 જૂનના રોજ ભારતીય ટીમ તેનો પ્રથમ સેમી ફાઇનલ ઇંગ્લેન્ડ સામે રમશે ત્યારે જોવાનું એ રહ્યું કે શું ટીમ મેનેજમેન્ટ ડુબેના સ્થાને
જઈશવાલ અથવા તો રીન્કુને તક આપશે કે કેમ ? ભારતીય ટીમ માટે ચિંતા નો વિષય એ પણ છે કે ઓપનિંગ જોડીમાં રોહિત શર્મા
અને સાથો સાથ વિરાટ કોહલી જે રીતે પ્રદર્શન કરવું જોઈએ તેમાં વિરાટ નિષ્ફળ નિવડ્યો છે આ તકે જો જયસ્વાલને તક આપવામાં
આવે અને વનડાઉન વિરાટ અથવા તો પંથ રહે તો ભારતીય ટીમને ઘણો ફાયદો મળી શકે અને ટીમ પણ મજબૂત થાય. ત્યારે સૌથી મહત્વનું એ છે કે પ્રથમ સેમીફાઇનલમાં ભારતીય ટીમ માટે બદલાવ કરવો યોગ્ય છે કે કેમ ? નિર્ણય લેવો ખૂબ જરૂરી છે.