આપણે અજમાનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટે તો કરીએ જ છિએ. પણ તે વાનગીઓના સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. અજમાનું પાણી પીવાથી તમારું શરીર તંદુરસ્ત રહે છે. તમે તમારા દરરોજના આહારમાં પણ અજમાના પાણીનો સમાવેશ કરી શકો છો. દરરોજ સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવાથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભ મળે છે. આ પાણી વજન ઘટાડવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધીના અનેક સ્વાસ્થ્યને લગતા લાભ આપે છે. અજમામાં કેલ્શિયમ, ફાઈબર અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. જો તમે કોઈપણ પ્રકારની એક્સસાઈજ કર્યા વગર વજન ઘટાડવા માંગતા હોવ તો અજમાનું પાણી તમારા માટે બેસ્ટ છે. અજમાને કેરમ સીડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જાણીએ સવારે ઉઠીને અજમાનું પાણી પીવાથી સ્વાસ્થ્યને ક્યાં ક્યાં ફાયદાઓ મળે છે અને અજમાનું પાણી કેવી રીતે બનાવવું.
અજમાનું પાણી કેવી રીતે બનાવવું :
ઘરે જ અજમાનું પાણી બનાવવું એકદમ સરળ છે. એક ચમચી અજમાના બીજ લો. બીજને આખી રાત પાણીમાં પલાળીને રાખો. સવારે આ પલાયેલાં બીજને પાણીમાં ઉકાળો અને થોડીવાર માટે તેને ઉકળવા દો. ત્યારબાદ આ પાણીને ગાળીને તેનું સેવન કરો . પાણીને ગાળીને સવારે સૌથી પહેલા તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થય માટે ફાયદાકારક છે.
વજન ઘટાડવા માટે અજમાનું પાણી કેમ પીવું જોઈએ ? તેના કારણો જાણો.
1. વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક :
અજમાનું પાણી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરના ચયાપચયને ઝડપી બનાવે છે . જેના લીધે તમારું શરીર ઝડપથી ચરબી બર્ન કરે છે. જો તમે રોજ ખાલી પેટ અજમાનું પાણીનું સેવન કરો છો . તો તે તમને વજન ઘટાડવામાં ઘણી રીતે મદદ કરે છે. અડધી ચમચી અજમાને એક ગ્લાસ પાણીમાં લગભગ 2 કલાક અથવા આખી રાત પલાળી રાખીને સવારે તમે અજમાનું પાણી પી શકો છો .
2. મેટાબોલિઝમ બુસ્ટ કરે :
મેટાબોલિઝમએ આપણાં શરીરમાં એક રાસાયણિક પ્રક્રિયા છે. જે આપણા શરીરને ઊર્જા આપવાનું કામ કરે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને ઊર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. શરીરના તમામ કાર્યો આપણા ચયાપચય પર આધારિત હોય છે. શરીરમાં શ્વાસ, ખોરાકનું પાચન, રક્ત પરિભ્રમણ, શરીરને હલનચલન કરવા માટે ઊર્જા આપવી એ ચયાપચયનું કામ છે. તમારી સવારની દિનચર્યામાં અજમાના પાણીનો સમાવેશ કરવાથી તમારા ચયાપચયની ક્રિયા શરૂ થઈ શકે છે અને તમારા શરીરમાં વધારાની ચરબીના સંગ્રહને દૂર કરે છે.
3. પાચનતંત્ર સુધારે છે :
અજમામાં ભરપૂર માત્રમાં ફાઈબર હોય છે. અજમાનું પાણી તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે. આ પાણી કબજિયાત જેવી સમસ્યાઓથી તમને રાહત આપે છે. સાથોસાથ અપચો જેવી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી પણ બચાવે છે. અજમામાં 100 પ્રકારના અનાજ પચાવવાની શક્તિ હોય છે. તેથી જ અજમો પાચન ક્રિયા સંબંધી બધાં જ રોગોમાં મદદ કરે છે. અજમો તમારા રસોડામાં રહેલો સામાન્ય મસાલો ભલે હોય પણ તેનો ઉપયોગ ગેસ, અપચો જેવી કેટલીક બીમારીઓને પણ દૂર રાખવામાં મદદ કરે છે. જો સવારે અજમાનું પાણી પીવામાં આવે તો તમારા આખા શરીર માટે તે ફાયદાકારક રહે છે. અજમામાં ડાયટરી ફાયબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને અન્ય મિનરલ્સ જેવા કે, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન હોય છે. આ સિવાય તેમાં થાઈમોલ હોય છે જે તેને અલગ સ્વાદ અને સુગંધ આપે છે.
4. ભૂખને મટાડે છે :
વજન ઘટાડવા દરમિયાન તૃષ્ણાઓ અને ભૂખનું સંચાલન કરવું એક પડકાર બની જાય છે. અજમાનું પાણી કુદરતી રીતે ભૂખને ઘટાડવાનું કામ કરે છે. અજમાનું પાણી પીવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. અજમાનું પાણી ન્યૂનતમ કેલરી સાથે ભોજન અને નાસ્તાની ઇચ્છાને ઘટાડવામાં મદદરૂપ બને છે. જેના લીધે તમે ખૂબ જ સરળતાથી વજન ઘટાડી શકો છો.
5 . શરીરને ડિટોક્સિફાય કરે છે :
શરીરમા રહેલાં ઝેરી પદાર્થોને દૂર કરવાને ડિટોક્સિફાય કહેવામાં આવે છે. અજમાનું પાણી શરીરની સાથે જોડાયેલી દરેક સમસ્યાનો ઈલાજ માટે મદદરૂપ બને છે. અજમાનું પાણી આપણા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથોસાથ અજમાનું પાણી શરીરને ડિટોક્સ કરે છે. તેથી તમારું પેટ પણ સ્વસ્થ રહે છે .
6 .ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે :
સેલરીના પાણીમાં ડાયેટરી ફાઈબર અને ફેટી એસિડ હોય છે. આ પાણી પીવાથી સારા કોલેસ્ટ્રોલ વધે છે. આ સાથે તે ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.
7. રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદરૂપ બને :
અજમાના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. સાથોસાથ આ પાણીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. આ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદરૂપ બને છે . સાથોસાથ આ પાણી પીવાથી તમને ઘણી બધી બીમારીઓ સામે લડવામાં પણ મદદરૂપ નીવડે છે.