- જામનગર મહાનગરપાલિકા ની સાત હજાર ફૂટ જગ્યામાં ખડકી દેવાયેલું ઢોસા હાઉસ અને નર્સરી પર બુલડોઝર ફેરવાયું
- એસ્ટેટ શાખાની ટુકડીએ વહેલી સવારે ગેરકાયદે બનાવેલાં રેસ્ટોરન્ટ ને જમીનદોસ્ત કરી નર્સરી સહિતની જગ્યા ખુલ્લી કરાવાઈ
જામનગર ન્યૂઝ : જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી જામનગર મહાનગરપાલિકાની ૭,૦૦૦ ફૂટ જેટલી જગ્યામાં દબાણ કરીને એક રેસ્ટોરન્ટ તેમજ નર્સરી વગેરે ખડકી દેવાયા હતા, જેના પર આજે બુલડોઝર ફેરવી દેવાયું.
મહાનગરપાલિકાની જગ્યાને ખુલ્લી કરાઈ
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી જામનગર મહાનગરપાલિકાની જગ્યામાં એક આસામી દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, અને આશરે ૭,૦૦૦ ફૂટ જગ્યામાં ઢોસા હાઉસ નામનું રેસ્ટોરન્ટ ખડકી દેવાયું હતું. જ્યારે તેની સાથે સાથે નર્સરી પણ ઉભી કરી લેવામાં આવી હતી.
જે અંગે આસામીને નોટિસ આપીને જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું, પરંતુ ગેરકાયદે કબજો ખાલી કર્યો ન હોવાથી આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ના અધિકારી નીતિન દીક્ષિત ઉપરાંત સુનિલભાઈ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, અનવર ગઝણ સહિતના અધિકારીઓની ટુકડી સ્ટાફ સાથે પહોંચી ગઈ હતી, અને ઢોસા હાઉસ નામના રેસ્ટોરન્ટ નું ડિમોલેશન કરી લેવામાં આવ્યું હતું, અને નર્સરી સહિતની જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.
સાગર સંઘાણી