- સૌરાષ્ટ્રની વધુ એક કંપનીનો શેરબજારમાં પ્રવેશ
- અબતકની મુલાકાતમાં વિસામણ ગ્રુપના ઉદ્યોગપતિઓએ આઇપીઓ સાથે કંપનીના ભાવિ આયોજન અંગે આપી વિગતો
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને ઉદ્યોગ સાહસિક નું ગઢ માનવામાં આવે છે રાજકોટની વધુ એક પેઢીનો મૂડી બજારમાં પ્રવેશ થઈ રહ્યો છે વિસામણ ગ્લોબલ સેલ્સ લિમિટેડ બિલ્ડીંગ સ્ટ્રક્ચર મટીરીયલ ના ઉત્પાદન માટે આઇપીઓ લાવી રહી છે વિસામણ ગ્લોબલ સેલ્સ લિમિટેડ ના પદાધિકારી મિતુલભાઇ સુરેશચંદ્ર વાસા બ્રિજેશભાઈ નરેન્દ્રભાઈ કુલર રોહિતસિંહ રાઘવભાઈ ડોડીયા સંતોષભાઈ રામકૃષ્ણ પાંડે અને મિલનભાઈ કોઠારીયા અબ અબ તકની મુલાકાતમાં કંપની અને કંપનીના આઇપીઓ વિશે આપી સોમવારે કંપનીનો આઇપીઓ ખુલશે
સ્ટ્રકચરલ સ્ટીલ સપ્લાય અને ટ્રેડીંગના વ્યવસાયમાં અગ્રેસર એવી રાજકોટ બેઇઝ ધરાવતી વિસામણ ગ્લોબલ સેલ્સ લિમિટેડ પ્રાયમરી માર્કેટમાં પ્રવેશ કરી રહી છે. કંપનીનો આઈ.પી.ઓ. 24 જુને ખુલશે અને 26 જુને ક્લોઝ થશે.કંપની માર્કેટમાંથી 16 કરોડ રૂપિયા એકઠા કરવાની ધારણા રાખે છે.આ આઈ.પી.ઓ. લાવવા પાછળ કંપનીનો હેતુ ગુજરાતના રાજકોટ શહેરમાં પ્રોડક્શન યુનિટ સ્થાપવા માટે મૂડી ખર્ચની જરૂરિયાતને પહોંચી વળવા તેમ જ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવું અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટેનો છે
વિસામણ ગ્લોબલ સેલ્સ લિમિટેડના પ્રમોટર્સમાં મિતુલકુમાર સુરેશચંદ્ર વસા, સુરેશચંદ્ર ગુલાબચંદ વસા, શ્રીમતિ અવની એમ.વસા, શ્રીમતિ ઇલાબેન સુરેશચંદ્ર અને કુલર બ્રિજેશ નરેન્દ્રભાઇ જવાબદારી સંભાળી રહ્યા છે
કંપની અત્યારે મુખ્યત્વે રાઉન્ડ ટ્યુબ, સ્ક્વેર પાઈપ્સ, રેકટેંગલ પાઈપ્સ અને ફોકસ પાઈપ્સ ઉપરાંતસ્ટ્રકચરલ સ્ટીલ એમ.એસ.એન્ગલમાં એમ.એસ. ચેનલ, એમ.એસ. એંગલ, એમ.સ. આઈ. બીમ્સ, એમ.એસ. પ્લેટ, એમ.એસ. ચેક્વીરેડ પ્લેટસ, એમ.એસ. ફ્લેટ્સ, એમ.એસ. રાઉન્ડ બાર, એમ.એસ. ઝખઝ બાર અને એમ.એસ. સ્ક્વેર બાર, એમ.એસ. રીટેઈલ, એમ.એસ. તી. બાર્સ, એમ.એસ. ઈછ શીટ, કોઈલમાં ઇૠક કોઈલ, ૠઙ (ૠઈં) કોઈલ, ઇંછ કોઈલ, ઈછ કોઈલ અને કલર કોટેડ કોઈલ તથા શીટ્સમાં એમ.એસ.શીટ્સ, ૠઙ એન્ડ ૠઈ શીટ્સ, ઈછ શીટ્સ, ઇંછ શીટ્સ અને પ્લેટસ, કલર કોટેડ શીટ્સ તથા રુફિંગ પફ પેનલ સપ્લાય કરે છે.
વધુમાં, કંપની વર્તમાન ગ્રાહકોને મૂલ્ય વર્ધિત સેવા તરીકે ક્રેડિટ સુવિધા પણ પૂરી પાડે છે. . વધુમાં, ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતને પહોંચી વળવા કસ્ટમાઇઝેશનની સુવિધા પ્રદાન કરે છે. કંપની ફેરફાર અને ફેરફારની પ્રક્રિયા તૃતીય પક્ષને આઉટસોર્સ કરે છે. વધુમાં, ગ્રાહકોને ઉત્પાદનોની ઑનસાઇટ ડિલિવરીની સુવિધા પણ આપે છે.Global