- દો બુંદ જીંદગી કે
- ભારત પોલીયો મુકત થાય તે માટે સરકાર દ્વારા પોલીયા દિનનું આયોજન કરી બાળકો પોલીયોના ટીપા પીવડાવવામાં આવે છે.
- બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત બાળલકવા નાબૂદ કરવાના હેતુથી ભારત સરકાર દ્વારા રવિવાના દિવસે એન.આઇ.ડી. પોલીયો રાઉન્ડનું આયોજન કરવામાં તેમાં 0 થી પ વર્ષના બાળકોને પોલીયાના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. જયારે બાકી રહેલા બાળકો માટે બીજા અને ત્રીજા દિવસે દરેક ઘરોની મુલાકાત લઇ કોળ બાળક બાકી નથી તેની તપાસ કરાશે અને જો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ ટીમ દ્વારા રસી અપાશે.
અબતક, રામસિંહ મોરી.સુત્રાપાડા
ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા મુકામે પોલિયો બુથ નો શુભારંભ કરાવતા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઈ બારડ ભારત સરકાર દ્વારા પોલિયો નાબુદી ના ભાગરૂપે તા 23 જૂન ના રોજ સુત્રાપાડા મુકામે પોલિયો બુથ નો શુભારંભ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ દ્વારાકરવામાં આવેલ હતો. ’દો બુંદ જિંદગી કે’ ના સૂત્ર ને સાર્થક કરવા અને દેશભર માંથી પોલિયો ને સદંતર નાબૂદ કરવા સુત્રાપાડા મુકામે નગરપાલિકા હોલ માં બાળકોને બે ટીપા પોલિયોના
પીવડાવી પૂર્વ મંત્રી જશાભાઈ બારડે પોલિયો બુથ નો શુભારંભ કરાવેલ હતો તેમજ 0 થી 5 વર્ષના તમામ બાળકો ને પોલિયો ના ટીપા તેમના વાલી પીવડાવે અને ભારત સરકારના આ સફળ આયોજનમાં સહુકાર આપી પોતાના બાળકોને આ ગંભીર બીમારી થી બચાવે તેવી અપીલ જશાભાઈ બારડે વ્યક્ત કરેલ હતી.
સુત્રાપાડા નગર પાલિકા વિસ્તાર માં 13 બુથ બનાવવા માં આવીયા, જેમાં સુપરવાઈઝ અશોકભાઈ વાઘેલા, રામસિંહભાઈ ઝાલા, આશાવર્કર બહોનો દ્રારા 2200 બાળકો ને પોલિયો ના ટીપા આપી 100 ટકા લક્ષયાંક પૂરો કરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવ્યું છે.
અબતક, અપ્પુ જોશી, બાબરા
ખાખરીયા ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 0 થી 5 વર્ષના બાળકોને પોલીયા ના બે ટીપાં પીવડાવી ખાખરીયા ગ્રામ પંચાયત સરપંચ વિપુલભાઈ કાચેલા એ પોલિયો બુથ નો આરંભ કરાવ્યો હતો જેમાં ઉપસ્થિત ધારાબેન બફલીપરા આશા વર્કર ઉર્મિલાબેન મયાત્રા, આંગણવાડી વર્કર મનીષાબેન કાચેલા કેયુરભાઇ માયાણી ઉપસ્થીત રહ્યા હતા અને આગામી દિવસો માં ડોર ટુ ડોર જઈને કોઈ બાળક પોલિયોના ટીપાં પીધા વગર ન રહે તેવી તકેદારી રાખી બાળકોના ઘર સુધી સ્ટાફ પહોંચ છે.
અબતક, ઊના
ઉના ટાવર ચોક ખાતે સવારે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે બાળકોને પોલિયોના ટીપા પીવડાવી શુભારંભ કર્યો હતો. જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાભી અને ઉના નગર પાલિકા પ્રમુખ પરેશભાઇ બાંભણીયા, તથા વિવિઘ વિસ્તારોમાં તમામ સભ્યો અને કાર્યકર્તાઓ હાજરી આપી બાળકોને પોલિયો પિવડાવી શુભારંભ કરેલ હતો. અને ઉના અર્બન હેલ્થ સેન્ટરના અધિકારી કર્મચારીનો સ્ટાફ પણ હાજર રહ્યા હતા.
અબતક, ચેતન વ્યાસ, રાજુલા
રાજુલા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમા પાંચ વર્ષથી નીચેના ઓગણીસ હજાર ઉપરાંત બાળકોને પોલિયો રસીના બે ટીપા પીવડાવવામા આવનાર છે.જે માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.નિલેશ કલસરીયા અને સુપરવાઈઝર સંજયભાઈ દવે સહિતની ટીમ દ્વારા અસરકારક સુપરવિઝન કરવામા આવી રહ્યુ છે.
પલ્સ પોલિયો રસીકરણ કામગીરીની શરૂઆત રાજુલા તાલુકાના ડોળીયા ગામે અગ્રણી કનુભાઈ પોપટ અને ભગુભાઈ નકુમના હસ્તે કરાઈ હતી જેમા પ્રથમ દિવસે 85 બુથ પર આરોગ્ય કર્મચારી,આશા બહેનો અને આંગણવાડી કાર્યકરોની ટીમ દ્વારા 16722 બાળકોનુ રસીકરણ કરવામા સફળતા મળેલ હોવાનુ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નિલેશ કલસરીયા દ્વારા જણાવેલ.
જયારે હાઈરીસ્ક વિસ્તાર,વાડી વિસ્તાર,ઈટોના ભઠ્ઠાઓ તેમજ બાંધકામ ચાલતા હોય તેવા વિસ્તારમા 8 મોબાઇલ ટીમ અને લોકસમૂહ વાળા વિસ્તારોમા 4 ટ્રાન્ઝીટ ટીમ દ્વારા રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામા આવી રહી હોવાનુ યાદીમા જણાવેલ છે.
અબતક, નવીનગીરી ગોસ્વામી, ભુજ
ભુજના જ્યુબીલી સર્કલ પાસે પોલીયો બુથનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા કલેકટર અમિત અરોરા, સાથે રોટરી કલ્બ ઓફ ભુજ તરફથી ધવન શાહ હાજર રહ્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરથી ડો.જયેશ કતીરા , જિલ્લા રસીકરણ અધિકારી ડો.જે.એ.ખત્રી, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવ કુમાર, જીલ્લા પ્રોગ્રામ કોડીનેટર ડો. ભંવર પ્રજાપતિ અને અર્બન હેલ્થ ઓફિસર ભુજ ડો. વૈશાલી ડાભી હાજર રહ્યા હતા. બુથ પર બાળકોને પોલીયો રસીકરણ સાથે પ્રોત્સાહન રૂપે રમકડા પણ આપવામાં આવેલ હતા. તમામ પદાધિકારી અને અધિકારીઓ દ્વારા લોકોને પોતના 0 થી 5 વર્ષના બાળકોને નજીકના પોલીયો બુથ પર જઈ પોલીયો ડ્રોપ્સ પીવડાવવા આવ્યા હતા.
અબતક, બી.એમ. ગોસાઇ, મેટોડા
ખીરસરા રણમલજી: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં 0 થી 5 વર્ષ ના બાળકોના પોલીયો રસિકરણ બુથ નુ શુભ મૂહુર્ત કરતા રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.અરવિદ અસથાના ડો. દિપક ચન્દ્રપાલ ડો. જ્યોત્સનાબેન બોરખતરીયા સંરપચ મુકેશભાઇ મકવાણા ઉપ સરપંચ ખીમજીભાઈ સાગઠીયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય કર્મચારીઓ ની ઉપસ્થિતિ રહેલ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તાર ના 0 થી 5 વર્ષ ના 5000 થી વધુ બાળકો ને પોલીયો રસિકરણ અભિયાન દરમિયાન બે બુંદ પોલીયોની પીવડાવવા માં આવશે
અબતક, ભારતી માખીજાણી, ગાંધીધામ
અંજાર તાલુકા અને અંજાર શહેરી વિસ્તાર મા પોલીયો નાબુદી કાર્યક્રમ અંતર્ગત કુલ્લ 198 બૂથ તેમજ 3 ટ્રાંજીસ્ટર બૂથ અને 35 મોબાઇલ બૂથ એમ કુલ્લ 236 બૂથ પર 5 વર્ષથી નાના તમામ બાળકોને પોલીયોના ટીપા પીવળાવવા મા આવ્યા. જેમા રતનાલ આરોગ્ય કેંદ્ર પર અંજાર ધારાસભ્ય ત્રીકમભાઇ છાંગાના હસ્તે બાળકોને પોલીયો પીવડાવી પોલીયો બૂથનુ ઉદઘાટન કરવામા આવ્યુ જે પ્રસંગે જીલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઇ છાંગા, રતાનાલ ગામના સરપંચ તેમજ સામાજીક રાજકીય આગેવાનો અને તાલુકા હેલ્થ ઓફિસર ડો આર.એ.અંજારીયા,મેડીકલ ઓફિસર,સુપરવાઇઝર તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો બાળકો ઉપસ્થીત રહ્યા હતા. તેમજ અંજાર અર્બન હેલ્થ સેન્ટર મધ્યે અંજાર નગરપાલીકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના હસ્તે ઉદઘાટન કરવામા આવ્યુ હતુ.વધુ મા અંજાર તાલુકાના દરેક ગામોમા જીલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્યો,સરપંચો તેમજ સામાજીક અને રાજકીય આગેવાનો દ્વારા પોલીયો બૂથનુ ઉદઘાટન કરી પોલીયોના ડોઝ પીડવવામા આવ્યા હતા.
શહેરી વિસ્તાર ના 123 બુથ પર 11419 અને ગ્રામ્ય વિસ્તાર ના 54 બુથ પર મળી કુલ 177 બુથ પર 38206 બાળકો સાથે તાલુકામા કુલ 49625 બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામા આવ્યા.જેમા કુલ 872 સભ્યો આ કામ માટે જોડાયા.જેમા આરોગ્ય સ્ટાફ ઉપરાત આશા બહેનો,નગરપાલિકા સ્ટાફ,ગજવાણી અને આર્યા નર્સિંગ સ્કૂલ,તોલાણી આર્ટ્સ,કોમર્સ,એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્સ,આઈ ટી આઈ સ્ટુડન્ટ્સ,આંગણવાડી સ્ટાફ વગેરેએ સહયોગ આપ્યો.177 અન્ય બુથ ઉપરાંત ઓસ્લો સર્કલ,લીલાશા સર્કલ,સંતોષીમા મંદિર ચાર રસ્તા,આદિપુર અને ગાંધીધામ બસ સ્ટેન્ડ અને સુંદરપુરી પાણીના ટાકા ચાર રસ્તા કે જ્યા લોકોની અવરજવર વધુ છે ત્યા ટ્રાન્ઝિટ બુથ રાખી ટીપા પીવડાવવામા આવ્યા. અગ્રવાલ સમાજ દ્વારા પોલીયો બુથ પર કામ કરતા સ્ટાફ,સુપરવાઈઝર અને ડ્રાઇવર માટે 600 જેટલા ફૂડ પેકેટ ની વ્યવસ્થા અગ્રવાલ સેવા સમાજ દ્વારા કરાઈ..જેમા પ્રમુખ સમીર ગર્ગ,સુરેશ ગુપ્તા,સંજય ગર્ગ ,ડી કે અગ્રવાલ,યુવા સંગઠન ના મયૂર ગર્ગ અને મહિલા સંગઠન ના ઉમા બંસલ,રેખાબેન હાજર રહેલ
આજથી બે દિવસ હાઉસ ટુ હાઉસ ફરી આરોગ્ય કર્મીઓ પોલીયોના ટીપા પીવડાવશે
રાજયમાં પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત 83.72 ભૂલકાઓને ટીપા પીડવવાનું આયોજન
અબતક, રાજકોટ
રાજયવ્યાપી પલ્સ પોલીયો અભિયાન અંતર્ગત રાજયમાં 0 થી લઇ પાંચ વર્ષ સુધીના 83.72 લાખ ભૂલકાઓને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. ગઇકાલે 1.34 લાખ આરોગ્ય કર્મીઓએ 33500 બુથ પર પલ્સ પોલીયો અભિયાન ચલાવ્યા બાદ આજે અને આવતીકાલે રાજયમાં આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે ફરી બાળકોને પોલીયોના ટીપા પીવડાવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બાળ લકવા નાબૂદી અભિયાન-2024’ અન્વયે નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષની વય જૂથના 83 લાખ 72 હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. આ હેતુસર 1 લાખ 33 હજાર 956 આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના 33,489 પોલિયો બુથ પરથી બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાયા હતા.
સમગ્ર રાજ્યમાં ગઇકાલે પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે અને આવતીકાલેે આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને 0 થી 5 વર્ષના ભૂલકાઓને પોલિયો ટીપાં પીવડાવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપાં પીવડાવી આ અભિયાનનો પ્રતિકાત્મક પ્રારંભ કરાવ્યો હતો.ગાંધીનગરના મેયર મીરાંબહેન પટેલ, આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી અને ભૂલકાઓના માતા-પિતા તેમજ આરોગ્ય અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતાં.