- આરોગ્ય અને શિક્ષણમાં વ્યાપારીકરણ ધર્મ અને રાજકારણમાં નીતિમતાનો અભાવ
- આરોગ્ય, શિક્ષણ, ધર્મ અને રાજકારણ આપણા સમાજના -દેશના ચાર મુખ્ય સ્થંભો છે.
આરોગ્ય આપણા સમાજને તંદુરસ્ત રાખે છે. આરોગ્યની સેવા એક જમાનામાં ખૂબ જ નોબલ સેવા ગણાતી.ખૂબ જ સારી સેવા પૈકી એક આરોગ્યની સેવા ગણાતી. આરોગ્યની સેવા કરનારાઓ ને લોકો ખૂબ જ માનથી જોતા.
હાલમાં આ સેવાઓનું વ્યાપારીકરણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જે સમાજ માટે ઘાતક છે. જે સમાજની વ્યવસ્થાને માટે ખૂબ જ ખતરા રૂપ સાબિત થઈ રહ્યું છે. ચિંતાનો વિષય તો એ છે કે આરોગ્ય સેવાનું વેપારીકરણ તો ઠીક પણ મોટા મોટા ગૃહો અને મોટા મોટા કોર્પોરેટર્સ આને ધંધામાં ફેરવી રહ્યા છે અને તગડો નફો કરવાનુ સાધન છે,તેમ માની કરોડો-અબજો રૂપિયા રોકી તેમાંથી નફો મેળવી રહ્યા છે.શું આ વ્યાજબી છે? શું આને નિવારી ન શકાય?
સારા દેશના નાગરિકો સ્વસ્થ અને તંદુરસ્ત હોવો જોઈએ. પરંતુ તંદુરસ્ત રહેવા કે બીમારીની સારવાર કરવા લાખો રૂપિયાનો ખર્ચ થાય તે કેટલા અંશે વ્યાજબી છે. શું આ પરિસ્થિતિને રોકી ન શકાય? મોટી મોટી કંપનીઓને આ ધંધામાં આવવાથી રોકી ન શકાય? આવા અનેક પ્રશ્નો છે જે આરોગ્યને લઈને લોકોના મનમાં આવી રહ્યા છે.
શિક્ષણમાં પણ આ જ પરિસ્થિતિ છે. શિક્ષણનો વ્યાપાર થઈ રહ્યો છે. શિક્ષણનો વ્યાપાર કરનારા દિવસે-દિવસે વધતા જાય છે.અગાઉના જમાનામાં શિક્ષણ મફત ઉપલબ્ધ હતું.આજે શિક્ષણમાં પણ વ્યાપારીકરણ થઈ ગયું છે. શિક્ષણ એ તગડો નફો કરી આપનાર વ્યવસાયના રૂપમાં આજે જોવા મળી રહ્યું છે. શિક્ષણના વ્યાપારીકરણ થી સમાજને વધુ નુકસાન થઈ રહ્યું છે. શિક્ષણમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યું છે. આપણી હાલની શિક્ષણ વ્યવસ્થા ને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.ધર્મ એક સંવેદનશીલ મુદ્દો છે. ધર્મ થી સુખ,શાંતિ અને મનની શુદ્ધિ મળે છે.ધર્મથી સમાજ ઉજળો બને છે. ધર્મને લઈને પણ અત્યારે અનેક વિવાદો થઈ રહ્યા છે. એક સંપ્રદાય બીજા સંપ્રદાય સામે આવી રહ્યો છે.
શું રોકી ન શકાય ?
ધર્મનું પણ વ્યાપારિકરણ થઈ રહ્યું છે. ધર્મમાં પણ હવે રાજકારણ ઘુસી રહ્યું છે.
શું ધર્મથી મોટો કોઈ હોઈ શકે?
ધર્મ ને ધર્મ પુરતો મર્યાદિત રાખવો એટલો જ જરૂરી છે.ધર્મના વેપારીકરણથી અને ધર્મના રાજકારણથી અંતે તો સમાજને નુકસાન થશે. રાજકારણ જે અગાઉ સારા સમાજ અને આર્થિક વ્યવસ્થા માટે ખેલાતું. તે હવે ફક્ત અને ફક્ત વ્યક્તિગત લાભો પૂરતું મર્યાદિત થતું જાય છે. હાલમાં રાજકારણમાં થઈ રહેલા કાવા દાવા અને નીચેના સ્તર સુધી જે રીતે રાજકારણીઓ જઈ રહ્યા છે તે પણ સમાજમાં ચિંતા નો વિષય છે. આમ જોવા જઈએ તો આરોગ્ય -શિક્ષણ-ધર્મ-રાજકારણ જેવા મુખ્ય ચાર સ્થંભો ખળભળી ગયા હોય તેવી સ્થિતિ છે.જે સમાજ માટે ખતરાની ઘંટી બની શકે છે.