લંડનના પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા સંતો પહોચ્યા

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે દેશ વિદેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડતાલના વર્તમાન ગાદીપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી , મુખ્ય કોઠારીશ્રી ડો સંત સ્વામી , ચેરમેનશ્રી દેવ સ્વામી, પુ. માધવપ્રિય સ્વામી , પુ. નિત્યસ્વરૂપ સ્વામી, વગેરે સંતો અમેરિકા લંડન જેવા દેશોમાં વસતા સંપ્રદાયના અનુયાયીઓને રૂબરૂ આમંત્રણ પાઠવી રહ્યા છે.

આજ રોજ શ્રી કચ્છ સ્વામિનારાયણ મંદિર હેરો મુકામે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી અને પુ માધવપ્રિય સ્વામી છારોડી એ લંડનના પ્રથમ હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનકને શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં લાભ લેવા માટે આમંત્રણ આપ્યુ હતુ.

આ સભા બોબ બ્લેકમેન પણ ખાસ ઉપસ્થિત હતા. તેમણે લંડનને પ્રથમ હિન્દુ પ્રાઈમ મિનિસ્ટર મળ્યા છે તેનુ ગૌરવ વ્યક્ત કર્યું હતુ. અને કહ્યુ હતુ કે, આ વડાપ્રધાન સતત તમારા સહુ માટે કામ કરે છે. અને અમને એમના માટે ગૌરવ છે.

WhatsApp Image 2024 06 23 at 5.14.59 PM 1

ઋષિ સુનકે સભામાં પોતાના સ્વાગત સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભગવાન અને સંતોના આશીવાર્દ મળ્યા . આપ સહુનો સ્નેહ મળ્યો . મારો ઉછેર મંદિરના ઉષ્મા ભર્યા વાતાવરણમાં થયો છે. મને લાગે છે કે, આપણને સહુને ભગવાન જોઈ રહ્યા છે.. આટલું કહીને અંતમાં દેશ સમાજ અને સમષ્ટિ માટે સતત કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આજ ઇંગલેન્ડમા વડાપ્રધાન હોવા છતા હિન્દુ હોવાનું ગર્વ પૂર્વક જાહેરમાં સ્વીકારતા સુનક યુવકોના પ્રેરક – આઈકોન હોવા જોઈએ , એમ ડો સંત સ્વામીએ જણાવ્યું હતું.. અને સારંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતોએ શ્રીહનુમાનજી ની પ્રતિમા અર્પણ કરી હતી તેનો સહર્ષ સ્વીકાર કરીને કહ્યુ હતુ કે, હનુમાન ચાલીશાનો પાઠ કરતી વખતે આ મુર્તી મારી સામે રાખીશ.

WhatsApp Image 2024 06 23 at 5.14.59 PM

મંદિરના પ્રમુખ સુરેશભાઈ , સેક્રેટરી રીકીનભાઈ અને સેવકોએ તમામ વ્યવસ્થા ગોઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા ગુજરાતીઓ પણ લંડનના કાઉન્સિલમાં મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે અને સારંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતોએ શ્રીહનુમાનજી ની પ્રતિમા અર્પણ કરી હતી તેનો સહર્ષ સ્વીકાર કરીને કહ્યુ હતુ કે, હનુમાન ચાલીશાનો પાઠ કરતી વખતે આ મુર્તી મારી સામે રાખીશ.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.